તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:બામણબોર નજીક ટ્રકે બાઇકને ઠોકરે ચડાવતાં દંપતી ખંડિત, પતિનું મોત

રાજકોટ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નવાગામનું દંપતી મેસરિયા ગામ જતું હતું ત્યારે બનેલી ઘટના

શહેરની ભાગોળે રવિવારે સવારે બામણબોર ગામ નજીક અને બેડી ગામ પાસે અકસ્માતની બે ઘટનામાં આધેડ અને બાળકનું મોત નીપજ્યું છે. બામણબોર પાસેના અકસ્માતમાં નવાગામનું દંપતી ખંડિત થયું છે. પ્રથમ બનાવ બામણબોર નજીક ગુંદાળા ગામના પાટિયા પાસે બન્યો છે. નવાગામ આણંદપર છપ્પનિયા ક્વાર્ટરમાં રહેતા નારણભાઇ મેરામભાઇ ગાંગાણી નામના આધેડ તેમના પત્ની તખુબેનને બાઇક પર આજે સવારે પત્નીના પિયર મેસરીયા ગામે જઇ રહ્યાં હતા. દરમિયાન સાડા દસ વાગ્યાના અરસામાં ગુંદાળા ગામના પાટિયા પાસે પહોંચતા પૂરઝડપે ધસી આવેલી ટ્રકે કોઇ ઇન્ડિકેટર બતાવ્યા વગર વળાંક વાળતા આગળ જઇ રહેલા બાઇકને ઠોકરે ચડાવ્યું હતું. જેને કારણે બાઇકસવાર દંપતી બાઇક પરથી ફંગોળાઇ રોડ પર પટકાયા હતા. દંપતી રોડ પર પટકાયા બાદ ટ્રકના તોતિંગ વ્હિલ નારણભાઇના શરીર પર ફરી વળતા તેમનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું.

અકસ્માત સર્જી હરિયાણા પાસિંગવાળી ટ્રકનો ચાલક ટ્રક મૂકી નાસી ગયો હતો. જ્યારે અકસ્માતમાં તખુબેનને ઇજા થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યારે મોરબી રોડ પર બેડી ગામ પાસે બન્યો હતો. જેમાં સવારે સાડા સાત વાગ્યાના અરસામાં એસ.ટી.બસની ઠોકરે આઠ વર્ષના બાળકનું મોત નીપજ્યું છે. પોલીસ તપાસમાં મૃતક બાળક મૂળ મધ્યપ્રદેશના અમનકુવા પટેલ ફળિયું રહેતા રમેશભાઇ કેદરસિંગ ભયડિયાનો આઠ વર્ષનો પુત્ર રોહિત હોવાનું જાણવા મળ્યું છે. આજે સવારે તે રોડ ક્રોસ કરી રહ્યો હતો. ત્યારે ધસી આવેલી એસ.ટી.બસની ઠોકરે ચડી ગયો હતો. ગંભીર ઇજા થવાને કારણે તેનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. કુવાડવા રોડ પોલીસમથકના પીએસઆઇ આર.કે.રાઠોડે મૃતક બાળકના પિતા રમેશભાઇની ફરિયાદ પરથી એસ.ટી.બસ ચાલક સામે ગુનો નોંધી કાર્યવાહી કરી છે.

અન્ય સમાચારો પણ છે...