કૌભાંડ:રાજકોટમાં લોકડાઉનમાં ધંધો ઠપ્પ થતાં દંપતીએ દેશી દારૂ અને ચાની ભુકીવાળુ પાણી મિક્સ કરી સ્કોચની બોટલમાં ભરી નકલી દારૂ વેચવાનું શરૂ કર્યું, ધરપકડ

રાજકોટ5 મહિનો પહેલા
આરોપી દંપતી
  • બ્રાન્ડેડ સ્કોચની ખાલી બોટલોમાં આવા ગોરખધંધા કરી લોકોને 3 હજારથી 3500માં વેંચતા હતાં
  • જોનીવોકર ડબલ બ્લેક, 100 પાઇપર્સ અને બ્લેન્ડર્સ પ્રાઇડ લોકોને મોંઘાભાવે પધરાવી દેતા હતાં

રાજકોટમાં વિદેશી દારૂની બ્રાન્ડેડ બોટલમાં દેશી દારૂ અને ચાની ભુકીવાળુ પાણી મિક્સ કરી નકલી દારૂ વેંચતા માધાપરના દંપતીની સાત બોટલ સાથે પોલીસે જવાહર રોડ પર ધરપકડ કરી છે. ઉલ્લેખનીય છે કે લોકડાઉનમાં ધંધો ઠપ્પ થતાં દંપતીએ આ નવો નુસખો અજમાવ્યો હતો. જેમાં તેઓ જોનીવોકર ડબલ બ્લેક, 100 પાઇપર્સ અને બ્લેન્ડર્સ પ્રાઇડ જેવી બ્રાન્ડેડ સ્કોચની ખાલી બોટલોમાં દેશી દારૂ અને ચાની ભુકીવાળુ પાણી મિક્સ કરી લોકોને 3 હજારથી 3500માં વેંચતા હતાં.

બે લીટર લાલ કલરનું પ્રવાહી ભરેલી એક બોટલ અને એકસેસ મોટર સાયકલ કબ્જે કર્યું
પ્રાપ્ત માહિતી અનુસાર જવાહર રોડ પરથી બે શખ્સ મોટર સાયકલમાં વિદેશી દારૂ સાથે નીકળવાના હોવાની એ ડીવીઝન પોલીસ મથકના એ.એસ.આઇ. ધર્મેશભાઇ ખેર અને કોન્સ. રામભાઇ વાંકને બાતમી મળતા પોલીસે જવાહર રોડ પર વોચમાં હતા ત્યારે ગેલેકસી હોટલ પાસેથી પસાર થતા એકસેસ મોટર સાયકલને શંકાના આધારે રોકી તલાશી લેતા એકસેસની ડેકીમાંથી દારૂની છ બોટલો મળી આવતા પોલીસે બંનેના નામ પુછતા સંજય અશોકભાઇ બાદુકીયા અને તેની પત્ની નેહા ઉર્ફે શબાના સંજય બાદુકીયા નામ આપ્યા હતા. પોલીસે બંનેને પકડી લાલ કલરનું પ્રવાહી ભરેલી વિદેશી દારૂની સાત બોટલ, તથા બે લીટર લાલ કલરનું પ્રવાહી ભરેલી એક બોટલ અને એકસેસ મોટર સાયકલ કબ્જે કર્યું હતું.

લાલ કલરનું પ્રવાહી ભરેલી વિદેશી દારૂની સાત બોટલ કબ્જે
લાલ કલરનું પ્રવાહી ભરેલી વિદેશી દારૂની સાત બોટલ કબ્જે

પોલીસે બંનેની વધુ પુછપરછ હાથ ધરી
પોલીસે બંનેની પૂછપરછ કરતા સંજય બાદુકીયા ઇમીટેશનનું કામ કરતો હતો. તેની પત્ની નેહા સ્પામાં નોકરી કરતી હતી. લોકડાઉનમાં ધંધો ઠપ્પ થતાં છ મહિનાથી આવા ગોરખધંધા શરૂ કર્યા હતા. સંજય ભંગારમાંથી સારી એવી બ્રાન્ડની વિદેશી દારૂની બોટલો શોધી લાવતો હતો અને તેમાં દેશી દારૂ ભર્યા બાદ ચાની ભુકી વાળુ લાલ કલરવાળુ પાણી મીકસ કરતો હતો અને ગ્રાહકો શોધી તેને રૂ .3000થી 3500 તેનાથી વધુ કિંમતમાં વેંચી નાખતા હોવાની વિગતો બહાર આવી છે. અંગે પોલીસે બંનેની વધુ પુછપરછ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...