તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સ્માર્ટ સિટીમાં LEDને બદલે સ્પીકર:રાજકોટમાં આજે અલગ અલગ 6 સેન્ટર પર મતગણતરી શરૂ, પહેલાંની જેમ લગ્ન જેવા માંડવા બંધાયા, સ્પીકરમાં બોલીને પરિણામ લોકો સુધી પહોંચાડશે

રાજકોટ5 મહિનો પહેલા
સ્માર્ટ સિટીમાં પહેલાંની પદ્ધતિ અપનાવવામાં આવી.
  • વોર્ડ નં 4થી 6ની ગણતરી ચૌધરી હાઇસ્કૂલ ખાતે કરવામાં આવી રહી છે
  • નાના એવા રાજકોટમાં 6 સ્થળે ગણતરી હોવાથી અધિકારીઓ મૂંઝવણમાં મુકાયા
  • વોર્ડ નં.13, 14 અને 15ની મતગણતરી પી.ડી. માલવિયા કોલેજ ખાતે શરૂ
  • ભાજપના ઉમેદવાર નીતિન રામાણી અને કોંગ્રેસનાં ઉમેદવાર જાગૃતિબેન ડાંગરના પતિએ એકબીજાને ગળે મળી શુભેચ્છા પાઠવી હતી

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હવે એના અંતિમ ચરણમાં આવી પહોંચી, ત્યારે રાજકોટમાં આજે 9 વાગ્યાથી અલગ અલગ 6 જગ્યાએ મનપાની ચૂંટણીની મતગણતરી કરવામાં આવશે. વોર્ડ નં.4, 5, 6 નંબરની મતગણતરી ચૌધરી હાઇસ્કૂલમાં કરવામાં આવશે. ચૌધરી હાઇસ્કૂલ ખાતે આ વર્ષે LED સ્ક્રીન પર પરિણામ આપવાને બદલે લગ્ન જેવા મંડપો બાંધવામાં આવ્યા છે અને સ્પીકરમાં બોલીને લોકો સુધી પરિણામ પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી છે. ખોબા જેવડા રાજકોટમાં 6-6 જગ્યા પર મતગણતરી રાખતાં પોલીસ અને વહીવટી તંત્ર સહિત તમામ અધિકારીઓ-કર્મચારીઓ મૂંઝવણમાં મુકાયા છે. સ્માર્ટી સિટીમાં LED સ્ક્રીનને બદલે આ વખતે પહેલાંની જેમ સ્પીકરમાં બોલીને લોકો સુધી પરિણામો પહોંચાડવામાં આવશે.

સ્માર્ટ સિટીમાં પહેલાંની પદ્ધતિ અપનાવવામાં આવી
એક તરફ રાજકોટને સ્માર્ટ સિટી તરીકે દર્શાવવામાં આવે છે, પરંતુ આશ્ચર્યની વાત તો એ છે દેશ જ્યારે ડિજિટલ પ્લેટફોર્મ આગળ વધી રહ્યું છે ત્યારે રાજકોટમાં મતના આંકડા દર્શાવવા માટે 1970ની સિસ્ટમ અપનાવામાં આવી રહી છે. આ લગ્ન મંડપને સ્પીકર સાથે નિહાળીને પોલીસબેડાના અધિકારીઓ અને ફરજ પરના અધિકારીઓ પણ મૂંઝાયા હતા. હવે આ જૂની-પુરાણી સિસ્ટમ કેવી કારગત નીવડશે એ જોવાનું રહ્યું!

વોર્ડ નં.13, 14 અને 15ની મતગણતરી પી.ડી. માલવિયા કોલેજ ખાતે રખાઈ છે.
વોર્ડ નં.13, 14 અને 15ની મતગણતરી પી.ડી. માલવિયા કોલેજ ખાતે રખાઈ છે.

ભાજપ-કોંગ્રેસ ભાઈ-ભાઈ જેવા ઘાટ ઘડાયા
રાજકોટના વોર્ડ નં.13, 14 અને 15ની મતગણતરી પી.ડી. માલવિયા કોલેજ ખાતે રખાઈ છે ત્યારે કાઉન્ટિંગ સેન્ટર બહાર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત જોવા મળી રહ્યો છે. વોર્ડ નં.13ના ભાજપના ઉમેદવાર નીતિન રામાણી અને કોંગ્રેસનાં ઉમેદવાર જાગૃતિબેન ડાંગરના પતિએ એકબીજાને ગળે મળી શુભેચ્છા પાઠવી હતી. 2015માં નીતિન રામાણી કોંગ્રેસમાંથી ચૂંટાઇ અને કોર્પોરેટર બન્યા હતા. બાદમાં બળવો કરી ભાજપમાં જોડાયા હતા.

ભાજપ-કોંગ્રેસ ભાઈ-ભાઈ જેવા ઘાટ ઘડાયા.
ભાજપ-કોંગ્રેસ ભાઈ-ભાઈ જેવા ઘાટ ઘડાયા.

જે વોર્ડમાં તમામ બેઠક સામાન્ય હોય એમાં આ મુજબ ગણતરી થશે
આજની આ મતગણતરીમાં સ્ત્રી ઉમેદવારોની વાત કરીએ તો 1 અને 2 બેઠક સ્ત્રી અનામત હોવાથી સામાન્ય કે કોઇપણ જ્ઞાતિની મહિલા ઉમેદવારો કે જેમને સૌથી વધુ મત મળ્યા તે બે મહિલા અહીં વિજેતા જાહેર થાય. 3 અને 4 આ બેઠક પર બાકી રહેલા તમામ એટલે કે સ્ત્રી અને પુરુષ ઉમેદવારોમાંથી જેમને સૌથી વધુ મત મળ્યા તે બે ઉમેદવાર વિજેતા જાહેર થશે. તેમાં બન્ને મહિલા પણ હોય શકે.

બે બેઠક સામાન્ય સ્ત્રી, એક ઓબીસી અને એક સામાન્ય પુરુષ બેઠક
આ ઉપરાંત પુરુષ ઉમેદવારોની વાત કરીએ તો 1 અને 2 બેઠક પર જે સ્ત્રીને સૌથી વધુ મત મળ્યા હશે તેમને વિજેતા જાહેર કરવામાં આવશે. બેઠક 3 પર ઓબીસી અનામત છે તેથી ઓબીસી સમાજમાંથી જે ઉમેદવાર આવતા હશે તે તમામ એટલે કે પુરુષ અથવા સ્ત્રી બન્ને વચ્ચે ફાઇટ થશે અને સૌથી વધુ મત મળ્યા હોય તે ઓબીસી ઉમેદવાર જીતશે. આ 4 બેઠક સામાન્ય હોવાથી બાદમાં જે ઉમેદવારો રહે છે તેમાંથી સૌથી વધુ મત મળે તે વિજેતા જાહેર થશે.