તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Counting Of Votes In 20 Seats Completed In Rajkot, BJP's Victory In Five Panels, Vijay Sarghas Organized And Celebrated, Ambulance Trapped In Vijay Sarghas

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પરિવર્તન નહીં પુનરાવર્તન:રાજકોટમાં ભાજપની 18 માંથી 17 વોર્ડમાં જીતથી વિજય સરઘસ યોજી ઉજવણી કરી, ‘ભાજપવાલા, જીત ગયા’ના સુત્રોચાર સાથે ફટાકડા ફોડ્યા

6 દિવસ પહેલા
  • કુલ 17 વોર્ડમાં ભાજપની પેનલની જીત, વિજય સરઘસમાં એમ્બ્યુલન્સ ફસાઈ
  • CMના હોમટાઉનમાં વિજયોત્સવ, મોં મીઠા કરાવી નેતા અને કાર્યકર્તાઓ ઉજવણી કરશે
  • રાજકોટ મનપાની ચૂંટણીમાં કોંગ્રેસનો કંગાળ દેખાવ, ભાજપના દબાણથી પરિણામો ફર્યા - કોંગી ઉમેદવાર

રાજકોટમાં આજે સવારે 9 કલાકથી શરુ થયેલી મનપાની ચૂંટણીની મતગણતરીમાં કુલ 17 વોર્ડમાં ભાજપની પેનલ જંગી બહુમતીથી ચૂંટાઈ છે. ' જીત ગયા ભાઈ, જીત ગયા,ભાજપ વાલા, જીત ગયા' ના સુત્રોચાર સાથે કાયર્કરોએ ફટાકડતાં ફોડયા અને જીતેલા ઉમેદવારોએ વિજયસરઘર કાઢી પોતાની જીતની ઉજવણી કરી હતી, એ વખતે વિજય સરઘસમાં એમ્બ્યુલન્સ ફસાઈ હતી.રાજકોટ મનપાની ચૂંટણીમાં કોંગ્રેસનો દેખાવ ફરી કંગાળ સાબિત થયો છે, સમગ્ર વિજયસરઘર દરમિયાન ઉમેદવારો-આગેવાનો અને કાર્યકરોએ કોરોનાની ગાઈડ લાઇન્સને અવગણીને માસ્ક તથા સોશીયલ ડિસ્ટન્સનો છડેચોક ભંગ કર્યો હતો. જે સ્પષ્ટ પણે દર્શાવે છે કે નિયમ અને દંડ માત્ર પ્રજા માટે પક્ષ માટે નહીં. તેવા સવાલો ઉઠી રહ્યા છે.

વિજય રૂપાણીએ કશ્યપ શુક્લને ટેલિફોનિક શુભેચ્છા આપી
રાજકોટમાં વોર્ડ નં-7માં નેહલ શુકલનો જંગી બહુમતીથી વિજય થતા કશ્યપ શુકલની આંખોમાં હર્ષાશ્રુ છલકી પડ્યા હતા, ઉપરાંત ભાજપના ઉમેદવાર દેવાંગ માંકડ પણ રડી પડયા હતા. તેમણે તુરંત પોતાના માતુશ્રીના ટેલિફોનિક આશીર્વાદ પણ લીધા હતા. એ દરમિયાન વૉર્ડ નં.7માં જંગી બહુમતી મેળવ્યા બદલ CM વિજય રૂપાણીએ કશ્યપ શુક્લને જીત બદલ ટેલિફોનિક શુભેચ્છા આપી અભિનંદન પાઠવ્યા હતા. આ સાથે જ શહેરના વોર્ડ નંબર 10ની મત ગણતરી પણ 10.30 કલાક સુધીમાં પૂર્ણ થઈ હતી અને અહીં પણ ભાજપની પેનલ જંગી બહુમતીથી વિજેતા બની હતી.

કશ્યપ શુક્લએ ભાજપનો ઝાંડો ફરકાવીને લોકોને ટ્રાફિક દૂર કરવા કહ્યું હતું
કશ્યપ શુક્લએ ભાજપનો ઝાંડો ફરકાવીને લોકોને ટ્રાફિક દૂર કરવા કહ્યું હતું

વિજય સરઘસથી શહેરમાં ટ્રાફિક સર્જાયો
રાજકોટમાં અનુક્રમે 17 વોર્ડમાં ભાજપના ઉમેદવારોની જીત થતા તુરંત વિજેતા ઉમેદવારો અને કાર્યકર્તાઓએ વિજય સરઘસ કાઢ્યું હતું, જે શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થયું હતું. એ દરમિયાન નગરજનોને ટ્રાફિકની સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. વિજય સરઘસ દરમિયાન કશ્યપ શુક્લએ ભાજપનો ઝાંડો ફરકાવીને લોકોને ટ્રાફિક દૂર કરવા કહ્યું હતું. આ ઉપરાંત એક એમ્બ્યુલન્સ પણ આ વિજય સરઘસને કારણે ફસાઈ હતી.

ભાજપવાલા, જીત ગયા’ના સુત્રોચાર સાથે ફટાકડા ફોડ્યા
ભાજપવાલા, જીત ગયા’ના સુત્રોચાર સાથે ફટાકડા ફોડ્યા

ભાજપના દબાણથી પરિણામો ફર્યા - કોંગી ઉમેદવાર
રાજકોટમાં ફરી ભાજપ સામે કોંગ્રેસની કંગાળ હાર થઈ છે, આ અંગે ભાજપ પર આક્ષેપ કરતા વોર્ડ 13ના કોંગ્રેસના ઉમેદવાર જાગૃતિબેન ડાંગરે કહ્યું હતું કે, અમને પ્રજાનો ચુકાદો શિરો માન્ય છે, પરંતુ એ નક્કી છે કે ભાજપ સત્તાધારી પક્ષ છે અને તેના દબાણથી જ પરિણામો ફર્યા છે, હવે આગામી ચૂંટણીમાં સુધારો કરવામાં આવશે.

કોરોનાની માર્ગદર્શિકાનો છડેચોક સંપૂર્ણ પણે ભંગ
કોરોનાની માર્ગદર્શિકાનો છડેચોક સંપૂર્ણ પણે ભંગ

આ છે ભાજપના વિજેતા ઉમેદવારો

ક્રમ

વિજેતા ઉમેદવાર

વોર્ડ નં. 1

નં.1

દુર્ગાબા જાડેજા

નં.2

ભાનુ બાબરિયા

નં.3

હિરેન ખિમાણિયા

નં.4

ડો. અલ્પેશ મોરઝરિયા

વોર્ડ નં. 2

નં.1

ડો.દર્શિતા શાહ

નં.2

મીતા જાડેજા

નં.3

મનીષ રાડિયા

નં.4

જૈમિન ઠાકર

વોર્ડ નં. 3

નં.1

અલ્પા દવે

નં.2

કુસુમ ટેકવાણી

નં.3

નરેન્દ્રસિંહ જાડેજા

નં.4

બાબુ ઉધરેજા

વોર્ડ નં. 4

નં.1

કંકુ ઉધરેજા

નં.2

નયના પેઢડિયા

નં.3

પરેશ પીપળિયા

નં.4

કાળુ કુંગરસિયા

વોર્ડ નં. 5

નં.1

વજી ગોલતર

નં.2

રસીલા સાકરિયા

નં.3

દિલીપ લુણાગરિયા

નં.4

હાર્દિક ગોહિલ

વોર્ડ નં. 6

નં.1

દેવુ જાદવ

નં.2

મંજુ કુંગસિયા

નં.3

પરેશ પીપળિયા

નં.4

ભાવેશ દેથરિયા

વોર્ડ નં. 7

નં.1

દેવાંગ માંકડ

નં.2

નેહલ શુકલ

નં.3

વર્ષા પાંધી

નં.4

જયા ચાવડા

વોર્ડ નં. 8

નં.1

ડો.દર્શના પંડ્યા

નં.2

પ્રીતિ દોશી

નં.3

અશ્વિન પાંભર

નં.4

બિપિન બેરા

વોર્ડ નં. 9

નં.1

દક્ષા વાસાણી

નં.2

આશા ઉપાધ્યાય

નં.3

પુષ્કર પટેલ

નં.4

જિતુ કાટોડિયા

વોર્ડ નં. 10

નં.1

જયોત્સ્ના ટીલાળા

નં.2

રાજેશ્વરી ડોડિયા

નં.3

ચેતન સુરેજા

નં.4

નરેન્દ્રસિંહ વાઘેલા

વોર્ડ નં. 11

નં.1

ભારતી પાડલિયા

નં.2

લીલુ જાદવ

નં.3

વિનુ સોરઠિયા

નં.4

રણજિત સાગઠિયા

વોર્ડ નં.12

નં.1

અસ્મિતા દેલવાડિયા

નં.2

મીતલ લાઠિયા

નં.3

પ્રદીપ ડવ

નં.4

મગન સોરઠિયા

વોર્ડ નં.13

નં.1

જયા ડાંગર

નં.2

સોનલ સેલારા

નં.3

નીતિન રામાણી

નં.4

સુરેન્દ્રસિંહ વાળા

વોર્ડ નં.14

વોર્ડ નં.14 નં.1

ભારતી મકવાણા

નં.2

વર્ષા રાણપરા

નં.3

નિલેશ જલુ

નં.4

કેતન ઠુંમર

વોર્ડ નં. 16

નં.1

કંચન સિદ્ધપુરા

નં.2

ઋચિતા જોશી

નં.3

સુરેશ વસોયા

નં.4

નરેન્દ્ર ડવ

વોર્ડ નં. 17

નં.1

અનિતા ગોસ્વામી

નં.2

કીર્તિબા રાણા

નં.3

વિનુ ઘવા

નં.4

રવજી મકવાણા

વોર્ડ નં. 18

નં.1

દક્ષા વાઘેલા

નં.2

ભારતી પરસાણા

નં.3

સંજયસિંહ રાણા

નં.4

સંદીપ ગાજીપરા

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

વધુ વાંચો