તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Counting Of Votes At 6 Places In Rajkot Tomorrow, Picture Will Be Clear By 2 Pm, Patil Pattern Will Save Or Drown BJP! All Eyes

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી:રાજકોટમાં આવતીકાલે 6 સ્થળોએ મત ગણતરી, 2 વાગ્યા સુધીમાં ચિત્ર સ્પષ્ટ થશે, પાટીલ પેટર્ન ભાજપને તારશે કે ડૂબાડશે, સૌની નજર!

રાજકોટ7 દિવસ પહેલા
મત ગણતરી માટે 982 લોકોના સ્ટાફની નિમણુંક કરાઈ
  • અલગ અલગ 6 સ્થળે મત ગણતરી થશે
  • મત ગણતરી માટે 982 લોકોના સ્ટાફની નિમણુંક કરાઇ

રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ગઇકાલે 18 વોર્ડમાં 50.75 ટકા મતદારોએ મતદાન કરી ઉમેદવારોનું ભાવિ EVMમાં કેદ કર્યુ છે. રાજકોટમાં આવતીકાલે સવારથી અલગ અલગ 6 જગ્યાએ મત ગણતરી શરૂ થશે. જેનું ચિત્ર બપોરના 2 વાગ્યા સુધીમાં સ્પષ્ટ થઇ જાય તેવી શકયતા છે. ભાજપના પ્રમુખ પાટીલની નવી પેટર્ન આ મનપાની ચૂંટણીમાં ઉમેદવારોને તારશે કે ડૂબાડશે તેના પર ભાજપના સિનિયર નેતાઓ, આગેવાનો સહિત સૌ કોઇની મીટ મંડાયેલી છે.

અલગ અલગ 6 સ્થળે મત ગણતરી થશે
​​​
આવતીકાલે સવારથી મત ગણતરી શરૂ થવાની છે. જેમાં સૌપ્રથમ બેલેટ પેપરની મતગણતરી થશે અને ત્યારબાદ શહેરમાં અલગ અલગ 6 જગ્યાએ મત ગણતરી શરૂ થશે. વોર્ડ નંબર 1થી 3 ની મત ગણતરી વીરબાઇ મહિલા કોલેજ ખાતે, વોર્ડ નંબર 4થી 6ની મત ગણતરી એ.એસ.ચૌધરી હાઇસ્કૂલ ખાતે, વોર્ડ નંબર 7થી 9ની મત ગણતરી એસ.વી.વિરાણી હાઇસ્કૂલ ખાતે, વોર્ડ નંબર 10થી 12ની મત ગણતરી એ.વી.પી.ટી.આઇ. ખાતે, વોર્ડ નંબર 13થી 15ની મત ગણતરી પી.ડી.માલવીયા કોલેજ ખાતે અને વોર્ડ નંબર 16થી 18ની મત ગણતરી રણછોડદાસજી કોમ્યુનિટી હોલ ખાતે કરવામાં આવી છે.

સૌપ્રથમ બેલેટ પેપરની મતગણતરી થશે
સૌપ્રથમ બેલેટ પેપરની મતગણતરી થશે

મત ગણતરી માટે 982 લોકોના સ્ટાફની નિમણુંક કરાઇ
રાજકોટ મનપાની ચૂંટણી માટે 6 જગ્યા પર થનાર મત ગણતરીમાં 11થી 14 રાઉન્ડ સુધી સમાવેશ થાય છે. અને મત ગણતરી માટે 982 લોકોના સ્ટાફ નિમણુંક કરવામાં આવ્યો છે, જે આવતીકાલે સવારે મતગણરીમાં જોડાશે. રાજકોટમાં ગઇકાલે 50.75 ટકા જેટલું મતદાન થયું હતું. જે નેતાઓની અપેક્ષા કરતા ઓછું થયું છે. અપેક્ષા કરતા ઓછું મતદાન ભાજપ માટે નુકસાન સમાન માનવામાં આવી રહ્યું છે. જો વધુ મતદાન થયું હોત તો ભાજપને 45થી 47 બેઠક પર જીતની આશા હતી. હાલ તો ભાજપ અને કોંગ્રેસ બન્ને પક્ષ દ્વારા બહુમતિના દાવા કરવામાં આવી રહ્યાં છે, જેની સામે આપ દ્વારા સારા દેખાવનો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે.

સ્ટ્રોગરૂમની બહાર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત.
સ્ટ્રોગરૂમની બહાર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત.

રાજકોટમાં વોર્ડ વાઈઝ મતગણતરીની વિગતવાર માહિતી

વોર્ડ નંબરસ્થળ
વોર્ડ નંબર 1થી 3વીરબાઇ મહિલા કોલેજ
વોર્ડ નંબર 4થી 6એ.એસ.ચૌધરી હાઇસ્કુલ
વોર્ડ નંબર 7થી 9એસ.વી.વિરાણી હાઇસ્કુલ
વોર્ડ નંબર 10થી 12એ.વી.પી.ટી.આઇ. કોલેજ
વોર્ડ નંબર 13થી 15પી.ડી.માલવીયા કોલેજ
વોર્ડ નંબર 16થી 18રણછોડદાસજી કોમ્યુનિટી હોલ

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

વધુ વાંચો