તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આજે ખૂલશે 'રાઝ' કે કોનું 'રાજ'કોટ:રાજકોટના 6 સ્થળે મતગણતરી, ભાજપની બેઠક વધવાની શક્યતા

રાજકોટ2 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વિજય સરઘસ કાઢવા પર કોઇ પ્રતિબંધ નથી, પરંતુ વિજેતા ઉમેદવાર કે તેના પક્ષ દ્વારા વિજય સરઘસ કાઢતા પહેલા પોલીસની મંજૂરી મેળવવાની રહેશે, કોવિડના નિયમનું પાલન કરવું પડશે : પોલીસ કમિશનર

રાજકોટ મહાનગરપાલિકાના 18 વોર્ડ માટે 554863 મતદાતાએ મતદાન કર્યું છે. આ મતોની ગણતરી શહેરમાં મંગળવારે જુદા જુદા છ સ્થળ પર થશેે. મતગણતરીમાં 1થી 9 વોર્ડમાં 12 રાઉન્ડ, વોર્ડ નં.13થી 15માં 11 એન વોર્ડ નં.16થી 18માં 14 રાઉન્ડની ગણતરી થવાની છે. તેથી સૌ પ્રથમ 13થી 15 નંબરના વોર્ડની ગણતરી પૂર્ણ થશે. વોર્ડ નં.18નું પરિણામ મોડું આવશે.

રિટર્નિંગ ઓફિસર્સ સવારે 9 વાગ્યાથી ઇવીએમમાં પડેલા મતોની ગણતરી શરૂ થશે, તે પહેલા સર્વિસ વોટર્સ 1085 જેટલા પોસ્ટલ બેલેટના મતો અને ત્યારબાદ ઇવીએમની ગણતરી શરૂ થશે અને બપોરે 1 વાગ્યા બાદ ચિત્ર સ્પષ્ટ થઇ જશે પરંતુ ગણતરી બપોરે 3 વાગ્યા સુધી ચાલે તેવી સંભાવના છે.

ચૂંટણી શાખાએ મત ગણતરી માટે 982 કર્મચારીના ઓર્ડર કર્યા છે. રાજકોટમાં કુલ 1093991 મતદારમાંથી 39254 અને 245609 મહિલા મતદાર સાથે કુલ 554863 1થી 3ની વીરબાઇમાં મહિલા કોલેજ, નિર્મલા રોડ, વોર્ડ નં. 4થી 6ની ગણતરી એ.એસ.ચૌધરી હાઈસ્કૂલના સભાગૃહ, વોર્ડ નં. 7 થી 9ની ગણતરી -વિરાણી હાઇસ્કૂલ, વોર્ડ નં.10 થી 12ની ગણતરી એ.વી. પારેખ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી ઓલ્ડ બિલ્ડિંગ એવીપીટી, વોર્ડ નં. 13 થી 15ની ગણતરી પી.ડી.માલવિયા કોલેજ, અને વોર્ડ નં. 16 થી 18ની રણછોડદાસજીબાપુ કોમ્યુનિટી હોલ આનંદનનગર મેઇન રોડ વાણિયાવાડી ખાતે મત ગણતરી થશે. મતગણતરીમાં વોર્ડ નં.1થી 9માં 12 રાઉન્ડ, વોર્ડ નં.13, 14 અને 15માં 11 રાઉન્ડ, વોર્ડ નં.16, 17 અને 18માં 14 રાઉન્ડમાં ગણતરી થશે.

સ્ટ્રોંગરૂમમાં NAMO નામનું વાઈફાઈ પકડાઈ છે : કોંગ્રેસ
રવિવારે ચૂંટણી પૂર્ણ થયા બાદ ઇવીએમ સ્ટ્રોંગરૂમમાં સીલ કરીને મૂકવામાં આવ્યા છે, પરંતુ આ ઇવીએમ સુરક્ષિત ન હોવાનો આક્ષેપ કોંગ્રેસે કર્યો છે. એટલું જ નહીં ઇવીએમ જ્યાં રાખવામાં આવ્યા છે તે વિસ્તારમાં ‘NAMO’ નામનું વાઈફાઈ પકડાતું હોવાનું પણ કોંગ્રેસના આગેવાનોએ આક્ષેપો કર્યા છે અને આ અંગે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. રાજકોટના તમામ છ મતગણતરી સ્થળ પર જામર ચાલુ રાખવા કોંગ્રેસે માંગ કરી છે. રાષ્ટ્રપતિ સમક્ષ ભાજપ સિવાય તમામ રાજકીય પક્ષોએ ઇવીએમની વિશ્વસનીયતા ઉપર સવાલો ઉઠાવ્યા છે.

2015માં કોંગ્રેસના કોર્પોરેટર જ્યાં ચૂંટાયા ત્યાં મતદાન ઘટ્યું
​​​​​​​2015માં કોંગ્રેસના કોર્પોરેટર જે વોર્ડમાં ચૂંટાયા હતા તે વોર્ડ નં.11, 12, 15 અને 18 નંબરના વોર્ડમાં ઓછું મતદાન થયું છે. વોર્ડ નં.2, 4 અને 10માં મતદાન 4 ટકાથી વધુનો વધારો થયો છે. 2015માં વોર્ડ નં.11માં 53.48 ટકા મતદાન થયું હતું, જ્યારે 2021માં 4.02 ટકા ઘટાડા સાથે 49.46 ટકા મતદાન થયું છે. વોર્ડ નં.12માં 1.15 ટકા ઘટાડા સાથે 51.98 ટકા મતદાન થયું છે. જ્યારે વોર્ડ નં.15માં 3.49 ટકા ઘટાડા સાથે 58.18 ટકા અને વોર્ડ નં.18માં 0.54 ટકાના ઘટાડા સાથે 51.05 ટકા મતદાન થયું છે.

પ્રથમ રાઉન્ડ સવારે 9:00થી 11:00 : વોર્ડ નં.1, 4, 7, 10, 13 અને 16ના પરિણામ સૌ પ્રથમ જાહેર થશે.

બીજો રાઉન્ડ સવારે 11:00થી 2:00 : વોર્ડ નં. 2, 5, 8, 11, 14 અને 17ના પરિણામ 2 વાગ્યા સુધીમાં આવી જશે.

ત્રીજો રાઉન્ડ બપોરે 2:00થી 4:00 : વોર્ડ નં. 3, 6, 9, 12, 15 અને 18ના પરિણામ 4 સુધીમાં જાહેર થઈ જશે.

સૌથી વધુ મત મળે તો એક જ વોર્ડમાં બન્ને પક્ષના 4 મહિલા વિજેતા થઇ શકે ઉદાહરણ -1 : જે વોર્ડમાં એક સ્ત્રી પછાત વર્ગની બેઠક છે, એક સામાન્ય સ્ત્રી, એક પછાત અને એક સામાન્ય બેઠક છે 1. મતગણતરી થાય ત્યારે પછાત વર્ગની તમામ મહિલા ઉમેદવારો એક બીજા સાથે સ્પર્ધા કરશે. દા.ત. પછાત વર્ગની ચાર મહિલા ઉમેદવારમાંથી જેમને સૌથી વધુ મત મળે તે વિજેતા થશે. 2. બીજી બેઠક સામાન્ય સ્ત્રી છે : તેમાં પછાત વર્ગના સ્ત્રી ઉમેદવાર સહિત અન્ય તમામ મહિલા ઉમેદવારોના મતમાંથી સૌથી વધુ જેમને મત મળ્યા તે વિજેતા થશે. જો પછાત વર્ગની સ્ત્રીને વધુ મત મળ્યા હશે તો તે વિજેતા થઇ શકે. 3. ત્રીજી બેઠક પછાત વર્ગ અનામત: આ બેઠક પર બે પછાત વર્ગના પુરુષ ઉમેદવાર હોય અને તેમને અનુક્રમે 1800 અને 2000 મત મળ્યા હોય તો અહીં પછાત વર્ગની સ્ત્રીને 2000થી વધુ મત મળ્યા હોવાથી અહીં પછાત વર્ગની સ્ત્રી વિજેતા થશે. 4. સામાન્ય : આ બેઠક પર બાદમાં જે ઉમેદવાર વધ્યા તેમાં જેમને સૌથી વધુ મત મળ્યા હોય તે વિજેતા થશે. તેમાં મહિલા કે પુરુષ કોઇ પણ હોઇ શકે.

ઉદાહરણ-2 : જે વોર્ડમાં તમામ બેઠક સામાન્ય હોય તેમાં આ મુજબ ગણતરી થશે
1 અને 2 બેઠક સ્ત્રી અનામત હોવાથી સામાન્ય કે કોઇ પણ જ્ઞાતિની મહિલા ઉમેદવારો કે જેમને સૌથી વધુ મત મળ્યા તે બે મહિલા અહીં વિજેતા જાહેર થાય.
3 અને 4 આ બેઠક પર બાકી રહેલા તમામ એટલે કે સ્ત્રી અને પુરુષ ઉમેદવારોમાંથી જેમને સૌથી વધુ મત મળ્યા તે બે ઉમેદવાર વિજેતા જાહેર થશે. તેમાં બન્ને મહિલા પણ હોય શકે.

ઉદાહરણ-3 : બે બેઠક સામાન્ય સ્ત્રી, એક ઓબીસી અને એક સામાન્ય પુરુષ બેઠક
1 અને 2 બેઠક પર જે સ્ત્રીના સૌથી વધુ મત મળ્યા હશે તેમને વિજેતા જાહેર કરવામાં આવશે.
3 આ બેઠક પર ઓબીસી અનામત છે તેથી ઓબીસી સમાજમાંથી જે ઉમેદવાર આવતા હશે તે તમામ એટલે કે પુરુષ અથવા સ્ત્રી બન્ને વચ્ચે ફાઇટ થશે અને સૌથી વધુ મત મળ્યા હોય તે ઓબીસી ઉમેદવાર જીતશે.
4 આ બેઠક સામાન્ય હોવાથી બાદમાં જે ઉમેદવારો રહે છે તેમાંથી સૌથી વધુ મત મળે તે વિજેતા જાહેર થશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો