તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પરિણામની આતુરતા:રાજકોટમાં પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મતગણતરી, ભાજપ-કોંગ્રેસના ઉમેદવારોએ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો, ખરાખરીનો ખેલ શરૂ

5 દિવસ પહેલા
રાજકોટ વોર્ડ નંબર 7ના ભાજપ કોંગ્રેસના ઉમેદવાર પહોંચ્યા કાઉન્ટિંગ સેન્ટર પર
  • મતગણતરી માટે 152 લોકોનો સ્ટાફ કાર્યરત, મોબાઇલ ફોન લઇ જવા પર પ્રતિબંધ

રાજકોટમાં મહાનગરપાલિકાની ચૂંટણીની મત ગણતરી થઈ રહી છે. પોલીસ અધિકારીઓના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મતગણતરી શરુ કરવામાં આવી છે અને મત ગણતરી શરૂ થઈ એ પહેલાં ઉમેદવાર અને તેમના એજન્ટની તપાસ કર્યા બાદ તેમને કાઉન્ટિંગ સેન્ટર પર મોકલવામાં આવ્યા હતા. આ તકે ભાજપ અને કોંગ્રેસ બન્ને પક્ષના ઉમેદવારોએ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. રાજકોટમાં મનપાની ચૂંટણીમાં ખરાખરીનો ખેલ શરૂ થયો છે.

વિવિધ મથકોમાં ઉમેદવારો એકત્રિત થયા
રાજકોટની વિવિધ મત ગણતરી સ્થળે કોંગ્રેસ અને ભાજપના ઉમેદવારો સહિત કાર્યકરોનો કાફલો પહોંચ્યો હતો અને બન્ને પક્ષોમાં જીતનો ઉત્સાહ જોવા મળ્યો હતો. ચુસ્ત પોલીસ બંદોબસ્ત હોવાથી કાઉન્ટિંગ સેન્ટરમાં દાખલ થવા માટે ઉમેદવાર અને તેમના એજન્ટની તપાસ કર્યા બાદ તેમના ફોન જપ્ત કર્યા બાદ તેમને અંદર જવાની પરવાનગી આપવામાં આવી હતી. આ સમયે સોશિયલ ડિસ્ટન્સ અને માસ્કનો સદંતર ભંગ થતો જોવા મળ્યો હતો.

સોશિયલ ડિસ્ટન્સ અને માસ્કનો સદંતર ભંગ થતો જોવા મળ્યો હતો.
સોશિયલ ડિસ્ટન્સ અને માસ્કનો સદંતર ભંગ થતો જોવા મળ્યો હતો.

ઉમેદવારોએ જંગી બહુમતીથી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો
આ તકે કાઉન્ટિંગ બુથ પર આવેલા ભાજપના પૂર્વ ધારાસભ્ય અને વોર્ડ નંબર 1ના ઉમેદવાર ભાનુબેન બાબરીયા અને કોંગ્રેસના ઉમેદવાર દુર્ગાબા જાડેજાએ જંગી બહુમતીથી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. સાથો સાથ વોર્ડ નંબર 16 થી 18 રણછોડદાસ કોમ્યુનિટી હોલ અને વોર્ડ નંબર 13, 14 અને 15ની મતગણતરી શરુ થવા જઈ રહી છે.

રાજકોટ વિરાણી હાઇસ્કૂલ ખાતે મત ગણતરી શરૂ.
રાજકોટ વિરાણી હાઇસ્કૂલ ખાતે મત ગણતરી શરૂ.

ભાજપ-કોંગ્રેસ ભાઇ-ભાઇના દ્રશ્યો જોવા મળ્યાં ​​​​​​​​​​​​​​રાજકોટના વોર્ડ નં.13, 14 અને 15ની મત ગણતરી પી.ડી. માલવીયા કોલેજ ખાતે થનાર છે ત્યારે કાઉન્ટિંગ સેન્ટર બહાર પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત જોવા મળી રહ્યો છે. વોર્ડ નં.13ના ભાજપના ઉમેદવાર નીતિન રામાણી અને કોંગ્રેસના ઉમેદવાર જાગૃતિબેન ડાંગરના પતિ એકબીજાને ગળે મળી શુભેચ્છા પાઠવી હતી. 2015માં નીતિન રામાણી કોંગ્રેસમાંથી ચૂંટાઇ અને કોર્પોરેટર બન્યા હતા. બાદમાં બળવો કરી ભાજપમાં જોડાયા હતા.

EVM સ્ટ્રોંગ રૂમને ઉમેદવારોની હાજરીમાં ખોલવામાં આવ્યો.
EVM સ્ટ્રોંગ રૂમને ઉમેદવારોની હાજરીમાં ખોલવામાં આવ્યો.
અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

વધુ વાંચો