તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શિક્ષણ:વિદ્યાર્થીઓમાં બોર્ડની પરીક્ષા-કોરોનાનો તણાવ દૂર કરવા 13 સ્કૂલમાં કાઉન્સેલિંગ સેન્ટર શરૂ કરાશે

રાજકોટ16 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • વિદ્યાર્થીઓ માટે ‘ઉજાસ’ સ્ટુડન્ટસ કાઉન્સેલિંગ અભિયાનનો પ્રારંભ

રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવન સાથે એમ.ઓ.યુ. કરી ’ઉજાસ’ સ્ટુડન્ટ કાઉન્સેલિંગ પ્રોગ્રામ ઘડવામાં આવ્યો છે. સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ ડી.વી. મહેતાએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવન સાથે એમ.ઓ.યુ. કરાર કરવામાં આવ્યો છે અને ’ઉજાસ’ સ્ટુડન્ટ કાઉન્સેલિંગ પ્રોગ્રામ ઘડવામાં આવ્યો છે.

ઉજાસના અર્થ મુજબ જે અંધકારમાંથી બહાર લાવે, તેમ આ કાર્યક્રમ થકી જો કોઇ વિદ્યાર્થી માનસિક તણાવ કે દબાણના અંધકારમાં ધકેલાઇ ગયા હોય તેનું મનોવૈજ્ઞાનિક રીતે કાઉન્સેલિંગ કરી તેને ઉજાસમાં લાવવાનું કામ સ્વનિર્ભર શાળાના શિક્ષકો અને મનોવિજ્ઞાન ભવનના વિદ્યાર્થીઓ અને પ્રાધ્યાપકો દ્વારા કરવામાં આવશે.આ પ્રોગ્રામ લગભગ એક મહિનાથી લઈને ત્રણ મહિના સુધી ચાલશે.

આ પ્રોગ્રામ હેઠળ રાજકોટના વિવિધ ઝોનમાં 13 કાઉન્સેલિંગ સેન્ટર સ્થપાશે. જેમાં જે-તે ઝોનમાંથી પસંદ કરાયેલ 36 સિનિયર શિક્ષકો અને મનોવિજ્ઞાન ભવનના વિદ્યાર્થીઓની ટીમ બનાવી તેમને મનોવિજ્ઞાન ભવનના વડા ડો. યોગેશ જોગસણ અને તેમના પ્રાધ્યાપકોની ટીમમાં આસિ. પ્રોફેસર ડો. ધારાબેન દોશી, ડો. ડિમ્પલબેન રામાણી, અને ડો. હસમુખભાઈ ચાવડા દ્વારા તાલીમબધ્ધ કરવામાં આવ્યા છે. આ તમામ કાઉન્સેલિંગ સેન્ટરો તબક્કાવાર તા. 3 થી 9 એપ્રિલ સુધીમાં શરૂ થઈ જશે.

આ હેલ્પલાઈન નંબર પર થશે મૂંઝવણનું નિરાકરણ કાઉન્સેલિંગ સેન્ટર હેલ્પલાઈન નંબર ભૂષણ સ્કૂલ 9898990060 શુભમ સ્કૂલ 9824841292 પંચશીલ સ્કૂલ 8800114411 તપોવન સ્કૂલ 9978941696 ભરાડ સ્કૂલ 9825478120 શક્તિ સ્કૂલ 9824216856 ન્યૂ એરા સ્કૂલ 8320446727 પુરુષાર્થ સ્કૂલ 9980809055 ક્રિસ્ટલ સ્કૂલ 7359991111 જીનિયસ સ્કૂલ 9638289048 ઉદગમ સ્કૂલ 8000555550 સર્વોદય સ્કૂલ 9925099199 નવયુગ સ્કૂલ 9924084184

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો