ભાવ વધારો:સિંગતેલ કરતા કપાસિયા મોંઘું થયું, સાઈડ તેલમાં પણ તેજી

રાજકોટ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • કપાસિયા તેલના ડબ્બાના 2500, ચાર દી’માં રૂ. 55નો વધારો

30 જુલાઈના રોજ સિંગતેલ અને કપાસિયા તેલ વચ્ચે માત્ર રૂ.35નો જ તફાવત હતો. ત્યારે શનિવારે કપાસિયા તેલે સિંગતેલની સાઇડ કાપતા તેલનો ડબ્બો રૂ. 2500એ પહોંચી ગયો હતો. આ સાથે જ સિંગતેલ કરતા કપાસિયા મોંઘું થયું છે. તહેવાર સમયે જ તેલના ભાવ વધી રહ્યા છે. જેને કારણે મધ્યમ વર્ગના લોકોને વધુ એક માર લાગ્યો છે. ચાર દિવસમાં કપાસિયા તેલમાં રૂ.55નો વધારો થયો છે. મુખ્ય તેલની સાથે- સાથે સાઇડ તેલમાં પણ તેેજી જોવા મળી રહી છે.

શનિવારે સિંગતેલ લૂઝમાં રૂ.1425ના ભાવે સોદા થયા હતા. જ્યારે કપાસિયા વોશમાં રૂ.1425-1430ના ભાવે સોદા પડ્યા હતા. જોકે તેમાં સામાન્ય ટેન્કરના કામકાજ નોંધાયા હતા. ગુરુવારે સિંગતેલ અને કપાસિયા બન્ને તેલના ભાવ એકસરખા હતા. ત્યારે બન્ને વચ્ચે બહુ વધુ ફેર નહિ રહેતા લોકોએ સિંગતેલની ખરીદી વધારી હતી. જોકે વેપારીના જણાવ્યાનુસાર સિંગતેલમાં ડિમાન્ડ નહિ હોવાથી અને કપાસિયામાં કાચા માલની પડતર નહિ મળતા આ બન્ને તેલના ભાવમાં ચડ-ઉતર જોવા મળે છે.

એક બાજુ સાતમ- આઠમ અને રક્ષાબંધનના તહેવાર નજીક આવી રહ્યા છે. સામાન્ય દિવસો કરતા અહીં ખરીદી વધુ થતી હોય છે.તેવા સમયે ભાવમાં આવતી તેજી-મંદીને કારણે હાલ વેપારીઓની થતી ખરીદીમાં પણ બદલાવ જોવા મળી રહ્યો છે. ઘટતા જતા ભાવને કારણે વેપારીઓએ ખરીદીમાં બ્રેક મારી દીધી હતી અને તેજી આવતા જ પોતે સંગ્રહ કરેલો માલ વેચવા કાઢ્યો હતો. આમ સટ્ટાખોરીને કારણે લોકોને મોંઘા ભાવનું તેલ ખરીદવા મજબૂર બનવું પડ્યું છે.

અન્ય સમાચારો પણ છે...