તપાસ:કોટન કોર્પોરેશન ઓફ ઈન્ડિયાની ભળતા નામની વેબસાઈટ બનાવી ભરતીના નામે કૌભાંડ આચર્યું

રાજકોટ23 દિવસ પહેલા
  • કૉપી લિંક

કોટન કોર્પોરેશન ઓફ ઈન્ડિયાની વેબસાઈટ cotcorp.org.in છે પણ અમુક શખ્સોએ cotcorp.in નામની વેબસાઈટ બનાવી તેમાં કોટન ઈન્ડિયાની વેબસાઈટ જેવી જ નકલ કરી છે આ ઉપરાંત તેની ઉપર ભરતીની જાહેરાત પણ મૂકી હતી જેના પર ક્લિક કરતા બીજા વેબ પેજ પર રજિસ્ટ્રેશન કરવાનું અને વિગતો ભર્યા બાદ સીધી ફી ભરવા માટે કહે છે અને તેમાં 1000 રૂપિયાની માંગ કરાય છે.

આ કારણે ઘણા યુવાનોએ ફી ભર્યા બાદ કોઇ પહોંચ ન મળતા શંકા જતા સીધા કોટન કોર્પોરેશન ઓફ ઈન્ડિયાની કચેરીએ પહોંચતા મામલો સામે આવ્યો હતો. આ કારણે સીસીઆઈએ સ્પષ્ટતા કરી હાલ કોઈ ભરતી પ્રક્રિયા શરૂ ન કરાયાનું જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...