ભાસ્કર વિશેષ:કપાસ અને મગફળીના ભાવ ઓલટાઈમ હાઈ, યાર્ડમાં આવક વધી, સૌરાષ્ટ્રમાં દરરોજ મગફળીનો 40 હજાર ગુણીનો વેપાર

રાજકોટ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • એપ્રિલ- મે માસમાં મગફળીની આવક ઓછી હોય તેના બદલે આ વર્ષે ચિત્ર ઊલટું

આ વર્ષે કપાસનો ભાવ ઓલ ટાઈમ હાઈ રહ્યું હતું. જેને કારણે તે ખેડૂતો માટે ખરા અર્થમાં વ્હાઈટ ગોલ્ડ બન્યું છે. કપાસનો ભાવ ઊંચો રહેતા ખેડૂતોએ પોતાની પાસે રહેલી જૂની મગફળીના સ્ટોકનો નિકાલ કરવાનું શરૂ કર્યુ છે. જેને કારણે અત્યારે સૌરાષ્ટ્રના યાર્ડમાં મગફળીની આવક વધી છે અને તેમાં રોજની 40 હજાર ગુણીના વેપાર થઈ રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. સામાન્ય રીતે એપ્રિલ- મે માસમાં મગફળીની આવક ઓછી રહેતી હોય છે.તેના બદલે આ વખતે ચિત્ર બદલાયું છે અને અત્યારના સમયમાં મગફળીની આવક વધી રહી છે. બેડી યાર્ડમાં ચણા, મગફળીના પડતર માલનો નિકાલ થતા બે દિવસ બાદ તેની આવક સ્વીકારવામાં આવશે.

2590 રૂપિયા ભાવ રહેતા કપાસ વ્હાઈટ ગોલ્ડ સાબિત થયું 1200 રૂપિયા સિઝનમાં ભાવ મગફળીનો હતો અત્યારે રૂ.1300ની સપાટી કુદાવી 915થી 1750 રૂપિયા સુધીના ભાવ ચણાની હરાજીમાં બોલાય છે. 7000 ક્વિન્ટલ ચણાની આવક એક માત્ર બેડી યાર્ડમાં થઈ રહી છે.

નાફેડ મગફળી રિલીઝ કરે છે પણ કોઈ લેવાલી નથી
સૌરાષ્ટ્ર ઓઇલમિલ એસોસિએશનના પ્રમુખના જણાવ્યાનુસાર હાલ નાફેડ મગફળી રિલીઝ કરી છે. જેનો ક્વિન્ટલનો ભાવ રૂ.6800-7000 છે. જ્યારે એક મણનો ભાવ રૂ.1350-1400 સુધીનો છે. હાલ માર્કેટમાં પણ આ જ ભાવે મગફળી મળી રહેતા નાફેડની મગફળીનું કોઈ લેવાલ નથી.

ખેડૂતો સોયાબીન તરફ વળ્યા
સોાયાબીનમાં કોઈ રોગ આવતો નથી. તેમજ ગત વર્ષે તેના ઉંચા ભાવ મળી રહ્યા હતા અને આ વર્ષે પણ તેની ડિમાન્ડ રહેતા સૌરાષ્ટ્રના ખેડૂતો સોયાબીનના વાવેતર તરફ વળ્યા છે. આથી, સોયાબીનનું વાવેતર વધે તેવી સંભાવના સેવાઇ રહી છે. આ પાકને પશુ-પ્રાણી પણ બહુ નુકસાન પહોંચાડતા નથી.

ખાદ્યતેલ બજાર સ્થિર
છેલ્લા કેટલાક દિવસથી હવે પામતેલમાં સ્થિર વલણ છે. તેને કારણે મુખ્ય તેલ જેમકે સિંગતેલ, કપાસિયાના ભાવ પણ કાબૂમાં આવ્યા છે. શનિવારે સપ્તાહના અંતે સિંગતેલનો ભાવ રૂ. 2770, કપાસિયા તેલ રૂ. 2690 અને પામતેલ રૂ. 2570 એ સ્થિર રહ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...