• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Cost Potholes, Bad Roads Cause Bones, Cases Of Back Pain Increase By 25%, 2 Thousand Two Wheelers Need To Be Repaired Every Day

રાજકોટમાં ખર્ચના ખાડા:ખરાબ રોડથી હાડકાં, કમરના દુખાવાના કેસ 25% વધ્યા, રોજ 2 હજાર ટુ વ્હિલર રિપેર કરાવવા પડે છે

રાજકોટ5 દિવસ પહેલાલેખક: ધારા નગેવાડિયા
  • કૉપી લિંક
  • ગેરેજ સંચાલકોએ કહ્યું જમ્પર, બ્રેક, ટાયર, કલ્ચને સૌથી વધુ નુકસાન, રિપેરમાં આવતી અનેક કારમાં 5થી 50 હજારનો ખર્ચ

રાજકોટમાં દર વર્ષે સરેરાશ 70 હજાર નવા વાહનો ઉમેરાતા જાય છે. વાહનચાલકો મહાનગરપાલિકાને ટેક્સ પેટે રૂ. 18 કરોડ ચૂકવે છે. આમ છતાં રોડ- રસ્તાની સુવિધા મળતી નથી. સૌથી વધુ મુશ્કેલી ચોમાસાના ચાર મહિનામાં થાય છે. સામાન્ય દિવસો કરતા આ ચાર માસમાં ખરાબ રોડ રસ્તાને કારણે હાડકાં, કમર, ડોકના દુખાવાના કેસમાં 25 ટકા વધારો થાય છે. તેમ ઓર્થોપેડિક સર્જન ડોક્ટર હિરેન કોઠારી જણાવે છે. આ સમસ્યા લાંબા ગાળા સુધી રહેતી હોય છે. જોકે કેટલાક કિસ્સામાં તાત્કાલિક ખબર નથી પડતી લાંબા ગાળે ખબર પડે ત્યારે શરીરમાં ખામી જોવા મળે છે.

વધારે નુકસાન જમ્પર, બ્રેક, કલ્ચ, ટાયરમાં
વાહનોમાં સૌથી વધુ નુકસાન જમ્પર, બ્રેક, કલ્ચ, ટાયરમાં થાય છે. જેને કારણે ગેરેજમાં ગાડીઓનો ભરાવો થઈ જાય છે. એક અંદાજ મુજબ રાજકોટમાં રોજની સરેરાશ 200 ફોર વ્હિલર હાલમાં રિપેરિંગ જાય છે. જેમાં 100 કારમાં સામાન્ય નુકસાની હોય છે તો 100 કારમાં મોટા પ્રમાણમાં નુકસાની જોવા મળે છે. રિપેરિંગ માટે રૂ. 5 હજારથી લઇને રૂ. 50 હજાર સુધીનો ખર્ચ આવે છે.

રોજના 2 વ્હિલર, 200 રિક્ષા, રિપેરિંગમાં જાય છે
તેમ ગેરેજ સંચાલક ક્રિપાલસિંહ જાડેજા જણાવે છે. જ્યારે રોજના 2 વ્હિલર, 200 રિક્ષા, રિપેરિંગમાં જાય છે. આમ, ચોમાસાના ચાર મહિનામાં વાહનચાલકોને રિપેરિંગ માટે દૈનિક 30 લાખનો ખર્ચ કરવો પડે છે. તેમ ગેરેજ સંચાલકો જણાવી રહ્યા છે.રાજકોટમાં ઠેર- ઠેર રસ્તા પર ખાડા જોવા મળે છે. તો બીજી તરફ બ્રિજના કામ ચાલી રહ્યા છે. ત્યાં પણ ખરાબ રોડ- રસ્તા પર વાહન લઇને પસાર થવું વાહનચાલકો માટે સૌથી મોટો પડકાર સાબિત થાય છે.

વાહનચાલકો માટે માથાના દુખાવા રૂપ સાબિત થયું​​​​​​​
શહેરની કોઠારિયા ચોકડી, સ્વાતિ પાર્ક, કાલાવડ રોડ, ઉપલાકાંઠે, ગોંડલ ચોકડી, સહિતના વિસ્તારોમાં પસાર થવું વાહનચાલકો માટે માથાના દુખાવા રૂપ સાબિત થઇ રહ્યું છે. સ્વાતિ પાર્ક પરથી રોજના 10થી વધુ વાહનચાલકો નાના-મોટા અકસ્માતનો ભોગ બની રહ્યા છે. જેમ મચ્છરજન્ય રોગચાળાને કારણે શહેરની ખાનગી-સિવિલ હોસ્પિટલ ડેન્ગ્યુ, મેલેરિયાના કેસનો ભરાવો થાય છે. તેમ અત્યારે ખરાબ રોડ-રસ્તાથી શહેરની ઓર્થોપેડિક વિભાગમાં ઓપીડી ભરચક્ક જોવા મળી રહી છે.

ઘરે જતા હતા ત્યારે ખાડામાં પડ્યા, હાથ-પગ છોલાઇ ગયા અને હાડકામાં પણ ઈજા
ગત સપ્તાહે સ્વાતિ પાર્કમાં કામ પૂરું કરીને ઘરે આવવા માટે નીકળ્યો હતો. મારી પાસે ટુ વ્હિલર હતું. ખાડાને કારણે બેલેન્સ ચૂકાઈ ગયું અને ખાડામાં પડ્યો. ખાડામાં પડતા જ આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. ઈજા એટલી મોટી હતી કે, થોડીવાર માટે ઊભો જ ન થઇ શક્યો. બાદમાં લોકોએ મને ઊભો કરવામાં મદદ કરી હતી. પડી જવાને કારણે હાથ-પગ છોલાઇ ગયા હતા અને હાડકામાં પણ માર લાગ્યો હતો. આઠ દિવસ સુધીનો બેડરેસ્ટ આવ્યો. સ્વાતિ પાર્કમાં આવેલા આ ખાડાને કારણે અહીં રોજ નાના-મોટા અકસ્માતના બનાવો બને છે. -ભાવેશભાઈ કિયાડા, ઇજાગ્રસ્ત

સસ્પેન્શન, બ્રેકની આવરદા સરેરાશ 5 હજાર કિ.મી. ઘટે છે
ચોમાસાની સિઝનમાં ફોર વ્હિલર માટે સૌથી વધુ નુકસાન સસ્પેન્શન, જમ્પર, બ્રેકને જતું હોય છે. સામાન્ય રીતે નવા સસ્પેન્શન નખાવ્યા બાદ સરેરાશ 40થી 50 હજાર કિલોમીટર ગાડી ચાલતી હોય છે, પરંતુ ચોમાસાને કારણે નવા સસ્પેન્શન નખાવ્યા બાદ ગાડી 35 હજાર કિલોમીટર ચાલે ત્યાં જ નવા પાર્ટસ નખાવવા પડે છે તેમ ઓટોમોબાઈલ માર્કેટ એસોસિએશનના પ્રમુખ ગૌતમભાઈ ધમસાણિયા જણાવે છે.

મણકાને નુકસાની, વૃદ્ધોને વધુ સમસ્યા
હાડકાં પોચા હોય અને આંચકો લાગે તો તેમના મણકાને સૌથી વધુ નુકસાની જાય છે. સૌથી વધુ સમસ્યા સિનિયર સિટિઝનને થાય છે. હાલમાં પડી જતા લાગી જવાના કેસ, ફ્રેક્ચરના કેસ પણ વધ્યા છે. તેમ સિવિલ હોસ્પિટલના ઓર્થોપેડિક ડોક્ટર એસ.ડી. રામાવત જણાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...