બાવળિયા આવ્યા મેદાને:દર્દીના ભોજનમાં થતો ભ્રષ્ટાચાર અસહ્ય, મુખ્યમંત્રીને પત્ર લખીશ

રાજકોટએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • અગાઉ ખાનગી એજન્સીને કોન્ટ્રાક્ટ અપાયો ત્યારે કોંગ્રેસના સાંસદ બાવળિયાએ ધરણાં કરી કોન્ટ્રાક્ટ રદ કરાવ્યો હતો

રાજકોટ સિવિલ હોસ્પિટલનું રસોડું બંધ કરી હોટેલને કોન્ટ્રાક્ટ આપવાના કમિશનકાંડ બાદ  કેબિનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળિયા મેદાને આવ્યા છે. દર્દીઓના ભોજનમાં થતાં ભ્રષ્ટાચારને અસહ્ય ગણાવી મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરવાના હોવાનું દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું. કોરોનાની આપત્તિને સિવિલ હોસ્પિટલના તબીબી અધિક્ષકે અવસર બનાવ્યો હતો, કલેક્ટર રેમ્યા મોહને કોરોના વોર્ડમાં દાખલ દર્દી અને તે વોર્ડના તબીબી અને નર્સિંગ સ્ટાફ માટે હોટેલમાંથી ભોજન પૂરું પાડવાની સૂચના આપી હતી, પરંતુ તબીબી અધિક્ષક ડો.મનીષ મહેતાએ કલેક્ટરને ઊંધા ચશ્માં પહેરાવી હોસ્પિટલના તમામ દર્દીઓ માટે ભોજન પૂરું પાડવાનો કોન્ટ્રાક્ટ હોટેલને આપી દીધો હતો. 

આ બાબતે મુખ્યમંત્રીનું પત્ર લખીને ધ્યાન દોરીશ
તબીબી અધિક્ષકે માત્ર કોરોના જ નહીં કાયમ માટે હોસ્પિટલ હોટેલને હવાલે કરવાના કારસા રચી નાખ્યા હતા અને ટેન્ડર પણ બહાર પાડી દીધું છે અને તે પણ ચોક્કસ હોટેલને જ કોન્ટ્રાક્ટ મળે તેવા નિયમનો બનાવ્યા છે. સમગ્ર ઘટનાનો દિવ્ય ભાસ્કરે પર્દાફાશ કર્યો હતો. આ મામલામાં રાજ્યના ગ્રામ ગૃહ નિર્માણ અને પશુપાલન મંત્રી કુંવરજીભાઇ બાવળિયાએ જણાવ્યું હતું કે, ગરીબ દર્દીના ભોજનમાં થતો ભ્રષ્ટાચાર અસહ્ય છે, આવી પ્રવૃત્તિ બંધ થવી જોઇએ, તેમજ વર્તમાન સ્થિતિમાં સરકારી તિજોરી પર કરોડો રૂપિયાનું ભારણ વધારવું પણ અયોગ્ય છે. આ બાબતે મુખ્યમંત્રીનું પત્ર લખીને ધ્યાન દોરીશ.

અન્ય સમાચારો પણ છે...