તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીને લઇ વિવિધ વોર્ડોમાં અલગ અલગ પ્રકારના મૂડ જોવા મળી રહ્યા છે, ક્યાંક લોકોમાં નીરસતા છે તો ક્યાંક લોકોમાં ઉત્સાહ પણ છે, તો બીજી તરફ એવા ઘણા લોકો છે કે જેનામાં જુસ્સો પણ છે. આ તમામ મુદ્દાઓને ધ્યાને લઇ ભાસ્કરની વોર્ડ યાત્રા વોર્ડ નં. 3માં પહોંચી હતી. મહાનગરપાલિકામાં વોર્ડ નં. 3 સૌથી મોટો વોર્ડ છે જ્યાં 70 જેટલા પોલિંગ બૂથ છે અને 77 હજાર જેટલા કુલ મતદારો છે. સ્થાનિકો સાથે વાતચીત કરતા જાણવા મળ્યું હતું કે, ચૂંટાયેલા કોર્પોરેટર્સ અત્યંત ગરજુડા છે અને કામ કરવા માટે તેઓની અપોઈન્ટમેન્ટ પણ લેવી પડે છે.
મહિલાઓએ વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, જે કાર્યો મહિલાઓને ધ્યાને લઇ કરવામાં આવ્યા હશે તેના આધારે મતદાન કરાશે. તેઓના મત મુજબ હાલ વોર્ડમાં જે નેતાની જરૂર છે તે વ્યવસ્થિત હોવા જોઈએ અને જાગૃત પણ હોવા જોઈએ. વધુમાં તેઓએ કહ્યું હતું કે, સ્થાનિકોની જરૂરિયાત અને અટકેલા કાર્યો પૂર્ણ કરે તોજ ચૂંટાયેલા સભ્યો લોકોનો વિશ્વાસ અંકે કરી શકશે.લાઈટ, પાણી, ગેસના પ્રશ્નોનું નિરાકરણ કોર્પોરેટર દ્વારા ન આવતા આપમેળે તેનો ઉકેલ લાવવામાં આવે છે.
તો બીજી તરફ વોર્ડમાં લોકોની સવલત માટે કોમ્યુનિટી હોલની સાથે આરોગ્ય સેવાઓ પણ વિકસાવવા માંગ કરી છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ રેલનગર બ્રિજમાં પાણી ભરાવાનો પ્રશ્ન, તો બીજી તરફ મચ્છરના ઉપદ્રવથી પણ લોકો કંટાળી ગયા છે.
ભારે વાહનોની અવરજવરથી માધાપર ધૂળિયું ગામ બન્યું
માધાપરના રહેવાસીઓએ કહ્યું હતું કે, જ્યાં સુધી ગામ ગ્રામપંચાયતમાં હતું ત્યાં સુધી ગામનો વિકાસ પુરઝડપે થયો છે. કોર્પોરેશનમાં ભળતાં જ જાણે માધાપરનો વિકાસ રૂંધાઇ ગયો હોય તેવું લાગી રહ્યું છે. બિસ્માર રોડ રસ્તાની સાથે ખૂંટિયાઓનો ત્રાસ પણ ખૂબજ વધી ગયો છે, અને ભારે વાહનોની અવરજવરથી ગામ પણ ધૂળિયુ બની ગયુ છે જે અંગે રજૂઆત કરી છે.
આ છે લોકોની અપેક્ષા
લાગણીશીલ અને લોકો સાથે રહી મુશ્કેલીનો હલ લાવે તેવા નગરસેવક જોઈએ છે.
વોર્ડનું કોઈ કામ અપાઈ તો તેને જવાબદારીપૂવર્ક પૂર્ણ કરવું જોઈએ.
વેપારીઓ સાથે ચર્ચા કરી તેઓને સાંભળે તેવા કોર્પોરેટર જોઈએ છે.
વોર્ડ નં. 3ના મતદારો | |
પુરુષ મતદાર | 39654 |
મહિલા મતદાર | 37283 |
ટ્રાન્સજેન્ડર | 4 |
કુલ મતદાર | 76941 |
કુલ બૂથ | 70 |
ગત મહાનગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નં. 3ની તમામ બેઠક કોંગ્રેસ પક્ષે જીતેલી હતી
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.