તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચેકિંગ:રાજકોટમાં મનપાના ડે.કમિશનર ખુદ ચેકિંગમાં નીકળ્યા, સોશિયલ ડિસ્ટન્સ અને માસ્કના નિયમનો ભંગ કરનારને દંડ ફટકાર્યો

રાજકોટ2 મહિનો પહેલા
મનપા ડેપ્યુટી કમિશનર ખુદ ચેકિગમાં ઉતર્યા.
  • 5 દિવસમાં 250 જેટલા વેપારીને માસ્ક વગર ઝડપી પાડી કડક કાર્યવાહી કરવામાં આવી

રાજકોટ મનપા દ્વારા સતત વધતા સંક્રમણને અટકાવવા માટે માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ અંગે ચુસ્ત પણે પાલન કરાવવામાં આવી રહ્યું છે. આજ રોજ રવિવારના દિવસે મનપાના ડેપ્યુટી કમિશનર ખુદ શહેરની પરાબજારમાં ચેકિંગમાં નીકળ્યા હતા અને વેપારીઓ તેમજ લોકો માસ્ક તેમજ સોશિયલ ડિસ્ટન્સ પાલન કરે છે કે કેમ તે અંગે પોલીસને સાથે રાખી ચેકિંગ હાથ ધર્યુ હતું. જેમાં જે વેપારીઓ માસ્ક ન પહેર્યુ હોય તેમને હાજર દંડ આપી આગળના દિવસોમાં નિયમોનું પાલન નહીં થાય તો કડક કાર્યવાહીની ચેતવણી આપવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે છેલ્લા 5 દિવસમાં રાજકોટ મનપા દ્વારા 250 જેટલા વેઓરીઓને માસ્ક વગર ઝડપી પાડી કડક કાર્યવાહી કરવામાં આવી છે.

રાજકોટમાં માસ્ક વગર 827 લોકો પાસેથી દંડ વસુલાયો
રાજકોટમાં કોરોનાની બીજી લહેરમાં માસ્ક વગર ફરતા લોકો સામે પોલીસ અને મનપાની ટીમ દ્વારા અલગ અલગ સ્થળે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. ગઇકાલે એક જ દિવસમાં રાજકોટ પોલીસે માસ્ક વગરના 827 લોકોને પકડી તેમની પાસેથી 8.27 લાખનો દંડ વસુલ્યો હતો. તેમજ કર્ફ્યૂ ભંગના 115, જાહેરનામા ભંગના 149 કેસ નોંધવામાં આવ્યા હતા. જરૂર ન હોય તો બહાર ન નીકળો, માર્ગદર્શિકાનું પાલન કરો તેવું પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે જણાવ્યું છે.

માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના નિયમ ભંગ બદલ ગઇકાલે ચા-પાનની 30 દુકાન સીલ કરી હતી
રાજકોટ મહાનગરપાલિકા અને રાજકોટ શહેર પોલીસ દ્વારા વ્યવસાયિક એકમો ખાતે આવતા ગ્રાહકો અને વેપારીઓ માસ્ક પહેરી જ રાખે તે સુનિશ્ચિત કરવા સતત ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. જેમાં ગઇકાલે ચેકિંગ દરમિયાન જે વેપારી માસ્ક પહેર્યા વગરના ગ્રાહકોને માલ સમાન વેચતા હતા અને પોતે પણ માસ્ક નહોતું પહેર્યુ તેમજ સોશિયલ ડિસ્ટન્સ ન જાળવ્યું હોય તેવા ચા-પાનની હોટેલો સહિત કુલ 30 વ્યવસાયિક એકમોને સાત દિવસ સુધી સીલ કરી દેવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...