તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિર્ણય:કોરોનાગ્રસ્ત છેલ્લી કલાકમાં મતદાન કરી શકશે, જાણ કરવી ફરજિયાત

રાજકોટ11 દિવસ પહેલા
 • કૉપી લિંક

કોરોના પોઝિટિવ મતદારો કઈ રીતે મતદાન કરશે તે અસમંજસ હતી. વીડિયો કોન્ફરન્સમાં આ અંગે ચર્ચા થયા બાદ ગાઈડલાઈન જાહેર થઈ છે, છેલ્લી કલાકમાં પોઝિટિવ મતદારો આવી શકશે તેવો નિયમ બનાવાયો છે. જિલ્લા કલેક્ટર રેમ્યા મોહનના જણાવ્યા અનુસાર જે કોરોના પોઝિટિવ મતદારોને મત આપવાની ઈચ્છા હોય તેમણે ચૂંટણીના એક દિવસ પહેલા પોતાના વોર્ડના ચૂંટણી અધિકારીને જાણ કરવાની રહેશે.

આ સાથે તેમણે તબીબી પ્રમાણપત્ર પણ આપવાનું રહેશે જેમાં તબીબ પ્રમાણિત કરશે તે દર્દી ત્યાં જઈને મત આપવાની સ્થિતિમાં છે કે નહીં. મતદાનના દિવસે સૌથી છેલ્લી કલાક એટલે કે 5થી 6માં કોરોના પોઝિટિવ મતદાર આવી શકશે અને આ સમય દરમિયાન પોલીસથી માંડીને તમામ ચૂંટણીના સ્ટાફે પીપીઈ કિટ પહેરેલી હશે અને દર્દીએ પણ પોતાના ખર્ચે પીપીઈ કિટ પહેરીને આવવાનું રહેશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો