તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Corona's One year Balance Sheet In Rajkot, 433 Staff Including Doctors Infected In Civil Hospital, More Than 14 Lakh Patients Registered

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના @1:રાજકોટમાં કોરોનાનું એક વર્ષનું સરવૈયુ, સિવિલ હોસ્પિટલમાં ડોકટરો સહિત 433નો સ્ટાફ સંક્રમિત થયો, 14 હજારથી વધુ દર્દીઓ નોંધાયા

રાજકોટ2 મહિનો પહેલા
  • પોલીસથી લઈને પેરામેડિકલ સ્ટાફ સુધીના કર્મચારીઓ ખડેપગે હાજર રહ્યા
  • રાજકોટ મનપા દ્વારા 1 વર્ષમાં 9 રાઉન્ડમાં ડોર ટુ ડોર સર્વે કરી 6.19 લાખ કોરોના ટેસ્ટ કર્યા

સૌરાષ્ટ્રના પાટનગર એવા રાજકોટ શહેરમાં કોરોનાનો પ્રથમ કેસ આવ્યાને આવતીકાલ તા.18ના રોજ એક વર્ષ થઇ રહ્યું છે. આ એક વર્ષમાં કોરોનાનાં સંક્રમણને અટકાવવાની સાથે લોકોમાં જાગૃતિ આવે તે માટે પોલીસથી લઈને પેરામેડિકલ સ્ટાફ સુધીના કર્મચારીઓ ખડેપગે હાજર રહ્યા. જ્યાં એક વર્ષમાં રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ડોકટરો સહિત 433નો સ્ટાફ સંક્રમિત થતા હતા તો 14 હજારથી વધુ દર્દીઓ નોંધાય હતા.

સિવિલમાં એક વર્ષમાં 14 હજારથી વધુ દર્દીઓ નોંધાયા
રાજકોટની સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સારવાર દરમ્યાન 162 રેસીડેન્ટ તબીબો, 146 નર્સીગ સ્ટાફ અને અન્ય સ્ટાફના 125 લોકો મળી કુલ 433 ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સોને કોરાનાનો ચેપ લાગ્યો હતો તો 13 તબીબ દંપતિ પણ સંક્રમિત થયા પણ સાજા થઇને સેવામાં લાગી ગયા.એક વર્ષમાં રાજકોડ કોવીડ હોસ્પિટલમાં કોરાના અને શંકાસ્પદ લાગતા લોકોની ઓપીડીની સંખ્યા 48,305 ની છે. જ્યાં કુલ 14,996 જેટલા દર્દીને સારવાર આપવામાં આવી હતી. ​​​​​​

જંગલેશ્વમાં SAFE રાજકોટ એપ દ્વારા કોરોનાનું સંક્રમણ અટકાવ્યું
18મી માર્ચ - ૨૦૨૦ માં ગુજરાતનો પ્રથમ કેસ રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાંથી આવ્યો હતો ત્યારે સંક્રમિત જંગલેશ્વર વિસ્તારને કોર્ડન કરવા માઇક્રો પ્લાનીંગ સાથે CPમનોજ અગ્રવાલના નેતૃત્વમાં ટીમનું ગઠન કરાયું. જેમાં કુલ 542 જવાનોનો કરફ્યુ વિસ્તારમાં બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. જંગલેશ્વર વિસ્તારમાં કર્ફ્યુ દરમિયાન કુલ 110 ગુના કરફ્યુનો ભંગ કરનાર ઉપર દાખલ કરવામાં આવેલા હતા. આ ઉપરાંત SAFE રાજકોટ એપ દ્વારા કોરોના પોઝીટીવ લોકોની હાજરી પુરાઈ તે માટે પોલીસ કમિશ્નર દ્વારા જરૂરી વ્યવસ્થા ઉપલબ્ધ બનાવવામાં આવી, જેથી કોરોનગ્રસ્ત વ્યક્તિ અન્ય કોઈ સ્થળે જઈ સંક્ર્મણ ફેલાવી ન શકે.

મનપા દ્વારા 1 વર્ષમાં 9 રાઉન્ડમાં ડોર ટુ ડોર સર્વે કરી 6.19 લાખ કોરોના ટેસ્ટ કર્યા
રાજકોટમાં કોરોનાના સંક્ર્મણને ફેલાતું અટકાવવામાં મનપા દ્વારા પણ મહત્વની ભૂમિકા ભજવવામાં આવી હતી આ અંગે વાત કરતા મનપાના આરોગ્ય અધિકારી ડો.વાંઝાએ જણાવ્યું હતું કે, આ એક વર્ષમાં અમે 9 રાઉન્ડમાં સર્વે કરવાની સાથે ત્રણેય ઝોનમાં કુલ 21 અર્બન પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં કોરોના સંબંધી કામગીરી સ્ટાફ દ્રારા 6.19 લાખ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. હાલ 48 ધન્વંતરી રથ, 36 ટેસ્ટીંગ બુથ, 20 સંજીવની રથ અને 12 જેટલી 140 હેલ્પલાઇન વાન કાર્યરત છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

વધુ વાંચો