તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના પેટર્ન બદલી વધુ ઘાતક બન્યો:રાજકોટમાં એકસાથે આખા પરિવારોને ચેપ લાગવા લાગ્યો, 30 જેટલા ફેમિલિને પોઝિટિવ કર્યાં

રાજકોટ2 મહિનો પહેલા
  • શહેરના પોશ વિસ્તારમાં વોર્ડ નં.7, 8, 9, 10 અને 14માં નવી પેટર્નના વધુ કેસ

રાજકોટમાં અગાઉના બે રાઉન્ડમાં કોરોનાના પોઝિટિવ કેસ મળ્યા હોય તે પરિવારમાં ટેસ્ટ કરવામાં આવે તો એવું બનતું કે અન્ય કોઈ સભ્યોને કોરોના પોઝિટિવ ન હોય. પરંતુ હાલના ત્રીજા રાઉન્ડમાં રાજકોટ શહેરમાં કોરોનાએ ‘ફેમિલી બન્ચિંગ પેટર્ન’થી પૂરપાટ ઝડપ પકડી હોવાનું મહાપાલિકાના ગ્રાઉન્ડ ઝીરો લેવલે કામ કરતાં મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફના ધ્યાન પર આવ્યું છે. તાજેતરમાં ચાલુ મહિનામાં જ એવા 30 કિસ્સા ધ્યાને આવ્યા છે કે જેમાં સમગ્ર પરિવારના તમામ સભ્યો એક સાથે કોરોના પોઝિટિવ આવ્યા હોય! કોરોનાની આ નવી પેટર્નથી રાજકોટ ભાજપના પૂર્વ કોર્પોરેટરનો પરિવાર કોરોનાથી સંક્રમિત થયો છે. પૂર્વ કોર્પોરેટર રાજુ બોરીચાનો પરિવાર કોરોનાની ઝપેટમાં આવ્યો છે. કોર્પોરેટરના પુત્ર, પત્ની અને ભાભી કોરોનાગ્રસ્ત થયા છે.

મનપા માટે પણ આ પેટર્ન પડકારરૂપ બની છે
વિશેષમાં મહાપાલિકાની આરોગ્ય શાખાના સૂત્રોએ જણાવ્યું હતું કે, એકસાથે પરિવારના તમામ સભ્યોને કોરોના પોઝિટિવ આવે તેવા સંજોગોમાં હોમ આઈસોલેટ થવું પણ મુશ્કેલ બની જાય છે અને કોણ કોનું ધ્યાન રાખે તેવી સ્થિતિ સર્જાઈ છે. મહાપાલિકા તંત્ર માટે પણ આ પેટર્ન પડકારરૂપ બની રહી છે. ખાસ કરીને વોર્ડ નં.7, 14, 8, 9 અને 10 હેઠળના વિસ્તારોમાં આ પેટર્ન વિશેષરૂપે જોવા મળી રહી છે. વોર્ડ નં.7માં યાજ્ઞિક રોડ, ગોંડલ રોડ, ઢેબર રોડ, ટાગોર રોડ સહિતના વિસ્તારો તેમજ વોર્ડ નં.14માં કેનાલ રોડ, ગુંદાવાડી, કેવડાવાડી, જયરાજ પ્લોટ, વર્ધમાનનગર, કરણપરા, લક્ષ્મીવાડી, કોઠારિયા કોલોની સહિતના વિસ્તારોમાં આ પ્રકારના કેસ જોવા મળ્યાં છે.

એક ટાવરમાં મોટાભાગના પરિવારમાં જ એકસાથે કેસ આવ્યા
આ અંગે આરોગ્ય વિભાગના કર્મચારીએ જણાવ્યા મુજબ આ એક નવી પેટર્ન છે. એમાં પરિવારમાં બેથી વધુ સભ્યોને એકસાથે કોરોના થાય અને ફેમિલી બન્ચિંગ પેટર્ન કહેવાય. કોરોનાના એક વર્ષ દરમિયાન આવું આ વખતે વધુ જોવા મળી રહ્યું છે. તાજેતરમાં ભારદ્વાજ પરિવાર આજે પૂર્વ કોર્પોરેટરનો પરિવાર અને સાધુ વાસવાણી રોડ પર આવેલા એક ટાવરમાં મોટાભાગના પરિવારમાં જ એકસાથે કેસ આવ્યા હોય તેવું જોવા મળ્યું છે અને રાજકોટમાં 30થી વધુ પરિવારમાં આવા કિસ્સાઓ જોવા મળ્યાં છે.

કિસ્સો-1
કોરોનાની આ નવી પેટર્નથી રાજકોટ ભાજપના પૂર્વ કોર્પોરેટરનો પરિવાર કોરોનાથી સંક્રમિત થયો છે. પૂર્વ કોર્પોરેટર રાજુ બોરીચાનો પરિવાર કોરોનાની ઝપેટમાં આવ્યો છે. કોર્પોરેટરના પુત્ર, પત્ની અને ભાભી કોરોનાગ્રસ્ત થયા છે.

કિસ્સો-2
હાલ રાજ્યસભાના સાંસદ સ્વ. અભય ભારદ્વાજના પુત્રી અમૃતા, નાનાભાઇ નીતિન ભારદ્વાજના પત્ની વંદનાબેન અને મોટા પુત્ર નિયંતનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેથી તેઓ હોમ આઇસોલેટ થયા છે. જ્યારે નીતિન ભારદ્વાજ અને તેમના નાના પુત્ર મનનનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.

કિસ્સો-3
રાજકોટના રેસકોર્સ પાર્કમાં આવેલા ઓલ ઇન્ડિયા રેડિયો સ્ટેશનમાં કોરોના વિસ્ફોટ થયો છે. સુપ્રિટેન્ટેન્ડ એન્જિનિયર સહિત 5 અધિકારીઓ અને તેના પરિવારના સભ્યો મળીને કુલ 18 લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હાલ તમામ લોકોને હોમ આઇસોલેટ કરવામાં આવ્યા છે.

કિસ્સો-4
શહેરના પોશ વિસ્તાર ગણાતા સાધુ વાસવાણી રોડ પર આવેલા કોપર હાઇટ્સ એપાર્ટમેન્ટમાં એકસાથે 3 પરિવારના 10 લોકો કોરોના સંક્રમિત બન્યા છે. એકસાથે આટલા કેસ આવતા આરોગ્ય વિભાગના અધિકારીઓ દોડી ગયા હતા. મનપાની આરોગ્ય ટીમ દ્વારા 140 ફ્લેટ ધારકોનું ચેકિંગ કરવામાં આવ્યું હતું.

નવી પેટર્નથી આરોગ્ય વિભાગની ટીમ પણ મુંઝવણમાં મૂકાઇ છે.
નવી પેટર્નથી આરોગ્ય વિભાગની ટીમ પણ મુંઝવણમાં મૂકાઇ છે.

ચાર સભ્યોને એકસાથે કોરોના આવે તેવા કિસ્સા
એ જ રીતે વોર્ડ નં.8માં કાલાવડ રોડ અને અમિન માર્ગ તેમજ પંચવટી રોડ વિસ્તાર, વોર્ડ નં.9માં યુનિવર્સિટી રોડ અને સાધુ વાસવાણી રોડ તેમજ વોર્ડ નં.10માં કાલાવડ રોડ, યુનિવર્સિટી રોડ, નિર્મલા કોન્વેન્ટ રોડ, 150 ફૂટ રિંગરોડ સહિતના વિસ્તારોમાં ફેમિલી બન્ચિંગ પેટર્નના કેસ જોવા મળી રહ્યાં છે. આવા કેસ જોવા મળ્યા હોય ત્યાં આગળ વિશેષ સર્વેલન્સ કરવામાં આવી રહ્યું છે. મહાનગરપાલિકાના સૂત્રોએ જણાવ્યું હતું કે, માર્ચ મહિનામાં કોરોનાના કેસ સતત વધવાનું એક કારણ ફેમિલી બન્ચિંગ પેટર્ન પણ છે. એક જ પરિવારમાં એકથી પાંચ સભ્યોને એકસાથે કોરોના આવે તેવા કિસ્સા બહાર આવે છે જેના લીધે કેસની સંખ્યા પણ સતત વધી રહી છે.

સાધુ વાસવાણી રોડ પર કોપર હાઇટ્સ નામના એપાર્ટમેન્ટમાં 3 પરિવારના 10 સભ્યો કોરોના સંક્રમિત થયા છે.
સાધુ વાસવાણી રોડ પર કોપર હાઇટ્સ નામના એપાર્ટમેન્ટમાં 3 પરિવારના 10 સભ્યો કોરોના સંક્રમિત થયા છે.

હાલ કોરોનાનો ત્રીજો રાઉન્ડ ચાલી રહ્યો છે
રાજકોટ શહેરમાં કોરોનાનો ત્રીજો રાઉન્ડ શરુ થયો છે અને દિવસેને દિવસે કેસ વધી રહ્યાં છે. અગાઉ સપ્ટેમ્બર મહિનામાં કોરોના ટોચ પર પહોંચ્યો હતો. ત્યારબાદ ક્રમશ: કેસમાં ઘટાડો થયો હતો અને શિયાળામાં ડિસેમ્બર મહિનામાં ફરી કોરોનાનો બીજો રાઉન્ડ આવ્યો હતો. દરમિયાન મહાપાલિકાની ચૂંટણીઓ બાદ ચાલુ માર્ચ મહિનામાં કોરોનાનો ત્રીજો રાઉન્ડ આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

વધુ વાંચો