સહાયનું ફોર્મ:કોરોના સહાયનું ફોર્મ સાઈટ પર મુકાયું, દરેક મામલતદાર કચેરીમાં સ્વીકારાશે

રાજકોટ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • rajkot.gujarat.gov.in પરથી ફોર્મ ડાઉનલોડ થશે | મૃતકોના સ્વજનોને ધક્કા ન થાય તે માટે રાજકોટ જિલ્લા કલેક્ટરે સહાયના ફોર્મની સિસ્ટમનું સરળીકરણ કર્યું
  • ​​​​​​​કોઝ ઓફ ડેથ સર્ટિફિકેટ મળ્યા બાદ સહાય માટે ફોર્મ ભરી જમા કરાવ્યા બાદ જ મૃતકના પરિવારજનોને મળશે 50,000

રાજ્ય સરકારે કોરોનામાં જીવ ગુમાવનાર વ્યક્તિના પરિવારજનોને 50,000 રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી છે. આ માટે સૌથી પહેલા કોઝ ઓફ ડેથ એટલે કે મૃત્યુના કારણના આધાર પુરાવાઓ માટે અરજી કરવાની વિગતો જાહેર કરી હતી. જેમના મૃત્યુ પાછળ કોરોના જવાબદાર હોય તેમને જ આ સહાય અપાય તે માટે આ પ્રક્રિયા કરાઈ હતી. હજુ લોકો એ ફોર્મ ભરીને કોઝ ઓફ ડેથ સર્ટિફિકેટ કે તેને આનુસંગિક પુરાવાઓ મળ્યા બાદ કોરોનાની સહાય માટે જિલ્લા કલેક્ટર કચેરીએથી ફોર્મ મેળવી તેમાં આ તમામ પુરાવાઓ જોડીને જમા કરાવ્યા બાદ જ કોરોનાની સહાય માટે અરજી માન્ય ગણાય છે.

કલેક્ટર કચેરીમાંથી ફોર્મ મેળવવાનું હોવાથી શહેર અને જિલ્લાના તમામ લોકોને ફોર્મ લેવા તેમજ જમા કરવા માટે કલેક્ટર કચેરી સુધીના ધક્કા થવાના હતા અને તેથી લોકો અને કર્મચારીઓ બંનેને પરેશાની ભોગવવી પડે પણ તે સ્થિતિ સર્જાય તે પહેલા જ જિલ્લા કલેક્ટર અરૂણ મહેશ બાબુએ આખી પ્રક્રિયાનું સરળીકરણ અને વિકેન્દ્રીકરણ કરવા ફોર્મ વેબસાઈટ પર મુકાવ્યું છે તેમજ જમા કરવા માટે કલેક્ટર કચેરીને બદલે જે તે લાગુ તાલુકા મામલતદાર કચેરીએ કરવાની વ્યવસ્થા કરી છે જેથી લોકો પોતાની નજીકની જગ્યાએ ફોર્મ જમા કરાવી શકશે. કોરોનાની સહાયના ફોર્મ માટે આ પ્રકારની પહેલી વ્યવસ્થા સૌરાષ્ટ્રમાં ઊભી કરાઈ છે.

કોરોનાના સહાયના ફોર્મ માટે હવે આ સરળ પ્રક્રિયા અનુસરવી
સ્ટેપ- 1
: રાજકોટ કલેક્ટર કચેરીની વેબસાઈટ rajkot.gujarat.gov.in પર જવું
સ્ટેપ- 2 : હોમ પેજ પર જ ‘કોવિડ - 19નાં કારણે મૃત્યુ પામલે વ્યક્તિના વારસદારને સહાય મેળવવાની અરજીનો નમૂનો’ પર ક્લિક કરવાથી ફોર્મ ડાઉનલોડ થશે
સ્ટેપ-3 : ફોર્મની પ્રિન્ટ કાઢીને તેમાં અરજદાર એટલે કે મૃતકના સગાની વિગતો, મૃતકની વિગતો ભરવાની રહેશે
સ્ટેપ-4 : કોઝ ઓફ ડેથ સર્ટિફિકેટ સહિતના દસ્તાવેજો જોડી, લાગુ પડતી તાલુકા મામલતદાર કચેરીએ ફોર્મ આપવું

આ પુરાવા જોડવાના રહેશે
1)
અરજદારનો રહેઠાણનો પુરાવો
2) અરજદારના આધારકાર્ડની નકલ
3) મૃતકના આધારકાર્ડની નકલ
4) મૃત્યુનું કારણ દર્શાવતું તબીબી પ્રમાણપત્રની જન્મ-મરણ શાખાથી મળેલી પ્રમાણિત નકલ
5) એક કરતા વધુ વારસદાર હોય તો કોઇએકના નામે સહાય લેવા માટે અન્ય વારસદારોનું અસલ સોગંદનામું
6) જેના નામે સહાય લેવાની છે તે વારસદારની બેંક પાસબુકના પ્રથમ પાનાની નકલ

અન્ય સમાચારો પણ છે...