તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગણેશોત્સવને કોરોનાનું વિઘ્ન:રાજકોટના મૂર્તિકારે કહ્યું, ‘દર વર્ષે 300 મૂર્તિના ઓર્ડર મળે, આ વર્ષે 50 મળ્યા!’

રાજકોટ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 4 ફૂટ સુધીની મૂર્તિનું સ્થાપન કરવા આદેશ: ગાઈડલાઈનનું પાલન ફરજિયાત

કોરોના મહામારીમાંથી મહદંશે રાહત મળતા સરકારે છૂટછાટ આપી છે ત્યારે આગામી તારીખ 10 સપ્ટેમ્બરથી શરૂ થઇ રહેલા ગણેશ મહોત્સવને આડે હવે થોડા જ દિવસો બાકી રહ્યા છે, પરંતુ કેસ ઘટવા છતાં ગણેશ મહોત્સવને આડે હજુ પણ જાણે કોરોનાનું વિઘ્ન હોય તેમ મંજૂરી મળી પરંતુ મૂર્તિકારો પાસે ગણેશ મૂર્તિ બનાવવાના કોરોના પહેલાની સરખામણીમાં માત્ર 20 ટકા જ ઓર્ડર મળ્યા છે.

રાજકોટના મૂર્તિકારે કહ્યું કે, કોરોના પહેલા ગણેશ મહોત્સવ દરમિયાન 300 જેટલી મૂર્તિ બનાવવાના ઓર્ડર મળતા હતા પરંતુ આ વર્ષે માંડ 50 જ મળ્યા છે. એકબાજુ ગણેશ મહોત્સવની મંજૂરી મોડી મળી જ્યારે બીજી બાજુ લોકો પણ કોરોનાને કારણે સાદગીથી ઉજવણી કરી રહ્યા હોવાને લીધે ઓર્ડર ઓછા છે. સરકારે ગણેશ મહોત્સવના આયોજકોને પણ કોવિડ-19ની ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરવા અને વધુમાં વધુ 4 ફૂટ સુધીની જ પ્રતિમાનું સ્થાપન કરવાની મંજૂરી આપી છે અને વિસર્જનમાં 15 વ્યક્તિઓને જવાની છૂટ આપી છે. સાંસ્કૃતિક કાર્યક્રમો યોજી શકાશે નહીં.

આ વર્ષે 20% જ વેપાર
કોરોનાને કારણે સાવ ધંધો જ થયો ન હતો જ્યારે આ વર્ષે પણ છેલ્લી ઘડીએ ગણેશ મહોત્સવ ઉજવવાની મંજૂરી અપાતા કામગીરી પણ મોડી શરૂ કરી છે અને ધંધો પણ માત્ર 20 ટકા જેટલો જ છે. કોરોનાને લીધે લોકો આર્થિક તંગીમાં છે, ગણેશ મહોત્સવ સાદગીથી મનાવશે. > પાલભાઈ મૂર્તિવાળા, બાલભવન

1 હજારથી વધુ પંડાલ નખાય છે
રાજકોટ શહેરમાં દર વર્ષે મુખ્ય મોટા કહી શકાય તેવા 25થી વધુ આયોજન થાય છે અને ઘર, સ્કૂલ, સોસાયટી કે ઓફિસમાં થતા હોય તેવા અંદાજિત 1000 જેટલી જગ્યા પર ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવતું હોય છે. ત્યારે આ વર્ષે સરકાર દ્વારા સાર્વજનિક ગણેશ મહોત્સવને લઇને જે ગાઇડલાઈન આપવામાં આવી છે તે પ્રમાણે આયોજકોએ તૈયારી કરી છે, જેમાં ભીડ ન થાય તે માટે જાહેર કાર્યક્રમો નહીં યોજાય, સાદગીથી મહોત્સવનું આયોજન કરવાનું આયોજકો જણાવે છે.

અન્ય સમાચારો પણ છે...