તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના રાજકોટ LIVE:કોરોનાનો કહેર યથાવત, 24 કલાકમાં 4 દર્દીના મોત, આજે નવા 159 કેસ નોંધાયા,કુલ કેસની 18559 સંખ્યા પાર

રાજકોટએક મહિનો પહેલા
પ્રતીકાત્મક તસ્વીર
  • સિવિલમાં 10 દિવસ પહેલા 60 દર્દી હતા હાલ 218 દાખલ

રાજકોટમાં કોરોના કેસની સાથોસાથ મોતમાં પણ વિસ્ફોટ થયો છે. શહેરમાં 24 કલાકમાં 4 દર્દીના મોત નીપજ્યા છે.જ્યાં આજે નવા 159 કેસ નોંધાયા હતા. શહેરમાં કુલ કેસની 18559 સંખ્યા પાર પહોંચી ગઈ છે. જોકે, અંતિમ નિર્ણય ડેથ કમિટી દ્વારા લેવામાં આવશે. ગઇકાલે કોરોનાથી 6 દર્દીના મોત થયા હતા. જો કે એક પણ દર્દનું કોરોનાથી મોત થયાનો રિપોર્ટ ડેથ ઓડિટ કમિટી દ્વારા જાહેર કરવામાં આવ્યો નથી. હાલ કેસની સાથોસાથ મેતનો આંકડો ઉંચો આવતા આરોગ્ય વિભાગ મુંઝવણમાં મૂકાયું છે. ઉલ્લેખનીય છે કે શહેરમાં ત્રણ દિવસથી 20 જેટલા દર્દીના કોરોનાથી મોત થયા છે. શુક્રવારે 80 દર્દી કોરોનામુક્ત થતા ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. અત્યાર સુધીમાં રાજકોટમાં 150 દર્દીના કોરોનાથી મોત નીપજ્યાનું મનપાએ સત્તાવાર જણાવ્યું છે.

સિવિલમાં 10 દિવસ પહેલા 60 દર્દી હતા હાલ 218 દાખલ, રોજ 50નો ઉમેરો
રાજકોટની સિવિલ હોસ્પિટલમાં 10 દિવસ પહેલા 60 દર્દી દાખલ હતા અને તેમાં પણ ગંભીર કેસ ખૂબ ઓછા હતા. જોકે હવે સ્થિતિ તેનાથી ઊંધી થઈ છે અને રોજના 50 દર્દી દાખલ થઈ રહ્યા છે. આ કારણે દાખલ દર્દીની સંખ્યા 218 થઈ છે. જે પૈકી બીજા માળે ICU ફુલ થઈ ગયું છે. જેથી ત્રીજા અને ચોથા માળે પણ એડમિશન શરૂ કરાયા છે. હાલ 200માંથી 130 જેટલા ઓક્સિજન પર છે જ્યારે બાઈપેપ અને વેન્ટિલેટર પર 30 દર્દી છે જેમની હાલત ગંભીર થઈ રહી છે. શરૂઆતમાં એવું લાગતું હતું કે, હવે જે કેસ આવે છે તેમાં મોટાભાગે નજીવા જ હોય છે પણ તે માન્યતાનું ખંડન થયું છે.

4 મહિના બાદ આજથી સમરસ અને કેન્સર હોસ્પિટલ શરૂ
સમરસ હોસ્ટેલ અને કેન્સર હોસ્પિટલમાં ડેડિકેટેડ હેલ્થ સેન્ટર શરૂ કરાયા હતા જે દર્દીઓની સંખ્યા ઘટતા 15 નવેમ્બરે બંધ કરાયા હતા. કેસની સંખ્યા વધતા બે જ દિવસમાં આ બંને સ્થળોએ વ્યવસ્થા કરવા આદેશ કરાયો હતો અને તેના ભાગરૂપે શુક્રવારથી જ સમરસ અને કેન્સર હોસ્પિટલમાં દર્દીઓ દાખલ કરાશે. જે દર્દીઓને ઓક્સિજનની જરૂરિયાત છે તેમને કેન્સર જ્યારે જે લોકોની તબિયત સારી છે અને ઓછા કિસ્સામાં ક્યારેક જ ઓક્સિજનની જરૂર પડી શકે છે તેમને સમરસ હોસ્ટેલમાં શિફ્ટ કરાશે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

વધુ વાંચો