તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
રાજકોટમાં છેલ્લા એક સપ્તાહથી કોરોનાના કેસ 30ની આસપાસ જ રહે છે જોકે રવિવારે તેમાં વધારો નોંધાયો છે. રવિવારે શહેરમાં 35 અને ગ્રામ્ય વિસ્તારમાં 7 સહિત 44 નવા પોઝિટિવ કેસ આવ્યા છે જે સરેરાશ કરતા 5 વધુ છે. આ ઉપરાંત છેલ્લા 24 કલાકમાં 1 દર્દીનું મોત નીપજ્યું છે. શહેરમાં કોરોનાના કેસની સંખ્યા ઘટવા લાગી હતી પણ ફરીથી નજીવો ઉછાળો જોવા મળ્યો છે.
આ કારણે ચૂંટણી સમયે ફરીથી કોરોના માથું ન ઊંચકે તેવી તંત્રને ચિંતા સતાવી રહી છે. બીજી તરફ કોરોનાની વેક્સિનના પ્રથમ ડોઝને હવે 20 દિવસ વીતી ગયા છે અને 28મા દિવસ સુધીમાં બીજો ડોઝ પણ આપવો જરૂરી છે તેથી હવે આગામી સપ્તાહથી નવા લોકોને વેક્સિન આપવા કરતા બીજો ડોઝ આપવા પર વધારે ધ્યાન દેવાશે.
કોરોનાના સંદેશ આપતી સ્ક્રીનના વીજવાયર કાપવા ચીમકી
કોરાના સત્યાગ્રહ સમિતિ નામનું સંગઠન કોરોના વાઇરસને લઈને તંત્રએ લીધેલા પગલાંઓની સતત નિંદા કરી રહ્યું છે. આ મામલે તેઓએ નોટિસ આપી હોવાનું પણ રટણ કરે છે. આ તમામ કાર્યવાહીઓથી કોઇ અસર ન રહેતા સમિતિએ જણાવ્યું છે કે, રાજકોટમાં ઠેર ઠેર મોટી સ્ક્રીન અને લાઉડ સ્પીકર મારફત કોરોનાના સંદેશાઓ સતત ચાલુ રાખ્યા છે. જે પ્રજાના મગજમાં હથોડા મારવા સમાન છે. આ અંગે સમિતિના સભ્યો મનપાના ડે. કમિશનર સી. કે. નંદાણીને મળીને 7 દિવસમાં તમામ જાહેરાતો દૂર કરી સ્ક્રીન બંધ કરવા જણાવ્યું છે જો આમ નહિ કરાય તો તમામ સ્પીકર અને સ્ક્રીનના વીજવાયરો સમિતિ કાપી નાખશે તેવી ચીમકી ઉચ્ચારી છે.
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.