તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આત્મહત્યા:કોરોનાગ્રસ્ત દર્દીનો ચોથા માળેથી ઝંપલાવી આપઘાત

રાજકોટ9 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
 • રાજકોટ સિવિલમાં 6 દી’થી સારવારમાં હતા

રાજકોટની સિવિલ હોસ્પિટલના કોરોના વોર્ડમાં સારવાર લઇ રહેલા સાયપર ગામના જાગાભાઇ મોહનભાઇ ભલગામડિયા નામના પ્રૌઢે મંગળવારે સવારે ચોથા માળેથી પડતું મૂકી આપઘાત કરી લીધો છે. હોસ્પિટલમાં વહેલી સવારે બનેલા બનાવને પગલે પ્રદ્યુમ્નનગર પોલીસમથકના એએસઆઇ કનુભાઇ માલવિયા સહિતનો સ્ટાફ હોસ્પિટલ દોડી આવ્યો હતો. મૃતકના નાના ભાઇ સંજયભાઇની પૂછપરછમાં ત્રણ ભાઇમાં સૌથી મોટા જાગાભાઇ કોન્ટ્રાક્ટ બેઝથી પીજીવીસીએલમાં કામ કરતા હતા.

દરમીયાન ગત તા.28ના રોજ જાગાભાઇની તબિયત લથડતા બીજા દિવસે કોરોના રિપોર્ટ કરાવ્યો હતો. જે રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને તા.29ના રોજ સિવિલ હોસ્પિટલમાં કોરોના વોર્ડમાં સારવાર માટે દાખલ કર્યા હતા. સારવાર લઇ રહેલા ભાઇના ખબર અંતર પૂછવા સોમવારે જ વીડિયો કોલથી વાતચીત કરી હતી. તે સમયે જાગાભાઇ થોડા નર્વસ જણાતા હતા. ત્યારે આજે સવારે મોટાભાઇએ આપઘાત કરી લીધાની જાણ થઇ હતી. બીજી તરફ પોલીસે હોસ્પિટલના સીસીટીવી કેમેરા ચેક કરતા સવારે જાગાભાઇ વોર્ડમાંથી નીકળી લોબીમાં જતા જોવા મળે છે.

જાગાભાઇ વોર્ડમાંથી બહાર નીકળી લોબીમાં જઇ સીડી પાસેની ગેલેરીમાં ચડ્યા હતા. આ સમયે ત્યાં ફરજ પર રહેલા બે યુવાને તેમને બચાવવા દોટ પણ મૂકી હતી પરંતુ બંને યુવાન ત્યાં પહોંચે તે પહેલા જાગાભાઇએ નીચે કૂદકો મારી દીધો હતો. નીચે પટકાયેલા જાગાભાઇનું ગંભીર ઇજા થવાથી સ્થળ પર જ મોત નીપજ્યું હતું. પ્રાથમિક તપાસમાં પોતાને સારું નહિ થાય તો તે બીકે પગલું ભરી લીધાનું જાણવા મળ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો