તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુર્ઘટના:કોરોનાગ્રસ્ત દિવ્યાંગ યુવાનનો ટ્રેન હેઠળ પડતું મૂકી આપઘાત

રાજકોટ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હોમ ક્વોરન્ટાઇનથી કંટાળી આપઘાત કરી લીધાનો શહેરમાં 5મો બનાવ બન્યો

કોરોનાની મહામારીને કારણે લોકો શારીરિકની સાથે માનસિક રીતે પણ ભાંગી પડ્યા છે. જેનાથી કંટાળી કોરોના સંક્રમિત લોકો આપઘાત કરી રહ્યાં છે. ત્યારે વધુ એક સંક્રમિત દિવ્યાંગ યુવાને આપઘાત કરી લેતા શહેરમાં પાંચમો બનાવ બન્યો છે.

ગોંડલ બ્રિજ આગળ રિદ્ધિસિદ્ધિના નાળા નજીક રેલવે ટ્રેક પરથી પસાર થયેલી રાજકોટ-વેરાવળ ટ્રેન હેઠળ એક યુવાને પડતું મૂકી આપઘાત કરી લીધાની રવિવારે સવારે ભક્તિનગર રેલવે સ્ટેશનના માસ્તર જિતેન્દ્રસિંહ ઝાલાએ આજી ડેમ પોલીસને જાણ કરી હતી. જાણ થતાંની સાથે જ આજી ડેમ પોલીસના હેડ કોન્સ.સવજીભાઇ બાલાસરા સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયા હતા. ઘટનાસ્થળેથી પોલીસને માનવ શરીરના બે કટકા મળી આવ્યા હતા.

પોલીસ મૃતકની ઓળખ મેળવવા તપાસ શરૂ કરતા ગોવિંદનગર-7માં રહેતો પરિવાર બનાવ સ્થળે દોડી આવ્યો હતો અને મૃતદેહ મનીષ લાલજીભાઇ વસોયાનો હોવાનું જણાવ્યું હતું. પરિવારજનોની પૂછપરછ કરતા મનીષ દિવ્યાંગ હતો. મજૂરીકામ કરી પરિવારને મદદરૂપ થતો મનીષ કોરોના સંક્રમિત થતા તે છેલ્લા નવ દિવસથી હોમ ક્વોરન્ટાઇન હતો. નવ દિવસથી ઘરમાં રહીને કંટાળી ગયેલો મનીષ આજે સવારે સાડા સાત વાગ્યાના અરસામાં ઘરેથી નીકળી ગયો હતો. ત્યાર બાદ તેને અંતિમ પગલું ભરી લીધાનું પરિવારજનોએ જણાવ્યું છે. આજી ડેમ પોલીસે જરૂરી કાર્યવાહી કરી છે.

અન્ય સમાચારો પણ છે...