તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Corona Will Probably Dominate The Peace Of The City; Corona Spreads In Just Two Hours Of The Night ?, Difficult To Run A Restaurant, Should Agitate

રાજકોટવાસીઓ વિફર્યા:શહેરની શાંતિ પર કોરોના કદાચ હાવી થશે; રાત્રીના બે કલાકમાં જ કોરોના ફેલાય છે?, રેસ્ટોરન્ટ ચલાવવા મુશ્કેલ, આંદોલન કરીશું

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • આજથી રાત્રીના 10 વાગ્યાથી રાત્રિ કર્ફ્યૂ અમલી બનતા રાજકોટ ફૂડ એન્ડ બેવરેજ એસોસિએશનના હોદ્દેદારોમાં આક્રોશ
  • ગુરુવારે શહેરના તમામ લારી, ફૂડટ્રેક, રેસ્ટોરન્ટ અને હોટેલ સંચાલકોની બેઠક, દિવસે પણ બંધ પાળી વિરોધ કરવાનો ઘડાતો તખ્તો

નાઇટ કર્ફ્યૂનો સમય વધારીના રાત્રીના 12ને બદલે રાત્રીના 10 વાગ્યાનો કરવામાં આવતા ખાણીપીણીના ધંધાર્થીઓની હાલત કફોડી બની છે. રાજકોટ ફૂડ એન્ડ બેવરેજ એસોસિએશને આ નિર્ણય સામે સવાલો ઉઠાવી આગામી દિવસોમાં આંદોલનનું રણશિંગું ફૂંકવાની વાત કરી છે.

રાજકોટ ફૂડ એન્ડ બેવરેજ એસોસિએશનના પ્રમુખ શેખરભાઇ મહેતાએ જણાવ્યું હતું કે, 19 માર્ચ 2020ના રાજકોટમાં કોરોનાનો પ્રથમ કેસ આવ્યો હતો અને ત્યારબાદ થયેલી વિકટ સ્થિતિમાં લોકડાઉન લાગ્યું, ત્યારબાદ સ્થિતિ કાબૂમાં આવતા લોકડાઉન હટાવીને રાત્રિ કર્ફ્યૂ લગાવાયો હતો, અગાઉ રાત્રીના 8 અને 10 વાગ્યાથી કર્ફ્યૂ શરૂ થતો હતો તે વખતે પણ ખાણીપીણીના ધંધા ભાંગી પડ્યા હતા અને આ ધંધા સાથે જોડાયેલા હજારો લોકોની આર્થિક સ્થિતિ કથળી ગઇ હતી અને લોકોએ નોકરી-ધંધા ગુમાવ્યા હતા, પરંતુ આ આપત્તિમાં સહુએ સાથ નિભાવ્યો હતો.

ચૂંટણી વખતે તમામ નિયમો નેવે મુકાતા ફરીથી કોરોના વિફર્યો છે અને કેસ વધી રહ્યા છે આ સંજોગોમાં માસ્ક પહેરવું, સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવું અને સેનિટાઇઝરનો ઉપયોગ કરવો સહિતની તકેદારી આવશ્યક છે, પરંતુ આ તમામ નિયમોનું દિવસ દરમિયાન પાલન થતું નથી, દિવસે બજારો અને મોલમાં ભીડ જોવા મળે છે, રાત્રીના 12ને બદલે 10 વાગ્યે કર્ફ્યૂ લગાવવા પાછળનો તર્ક શું છે તે સમજાતું નથી, માત્ર 10 થી 12 દરમિયાન જ કોરોના ફેલાય છે? જો રાત્રીના 10નો કર્ફ્યૂનો સમય બદલાવવામાં નહીં આવે તો ખાણીપીણીનો ધંધો બંધ થઇ જશે, આ સંજોગોમાં આ ઇન્ડસ્ટ્રી ટકાવવી મુશ્કેલ છે.

આગામી ગુરુવારે બપોરે 12 વાગ્યે રેસકોર્સમાં આવેલા શિવાજીના સ્ટેચ્યૂએ શહેરના ખાણીપીણીના ધંધા સાથે જોડાયેલા તમામ લારી-ગલ્લાં, રેસ્ટોરન્ટ અને હોટેલ સંચાલકોની મિટિંગ કરવામાં આવશે અને તેમાં આ નીતિનો વિરોધ કરવામાં આવશે અને જો રાત્રીના 12 વાગ્યાથી કર્ફ્યૂનો સમય કરવામાં નહીં આવે તો બંધ પાળી વિરોધ કરાશે.

અન્ય સમાચારો પણ છે...