રાજકોટની સ્કૂલોમાં ઝડપથી કોરોના પ્રસરી રહ્યો હોય તેમ ગઇકાલે એકસાથે બે સ્કૂલમાં 6 વિદ્યાર્થી અને એક શિક્ષક સંક્રમિત બન્યા હતા. શહેરમાં ગઇકાલે બીજી લહેર બાદ હાઇએસ્ટ 13 પોઝિટિવ કેસ નોંધાયા હતા. આથી કુલ કેસની સંખ્યા 42988 પર પહોંચી ગઇ છે. હાલ શહેરની અલગ અલગ હોસ્પિટલમાં 65 દર્દી સારવાર લઇ રહ્યા છે.
ગઇકાલે 6 વિદ્યાર્થી અને 1 શિક્ષણનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો
ગઇકાલે મહાત્મા ગાંધી શાળામાં અભ્યાસ કરતા એક જ પરિવારના 15 વર્ષના ભાઈ-બહેન સંક્રમિત થયા હતા. તેમની ટ્રાવેલ હિસ્ટ્રી દહેરાદૂનની છે. જ્યારે એસએનકે શાળામાં અભ્યાસ કરતા ચાર વિદ્યાર્થી અને એક 36 વર્ષીય શિક્ષક સંક્રમિત થયા હતા. તેમની ટ્રાવેલ હિસ્ટ્રીમાં ઉત્તરાખંડ અને ચોપરા ગામની છે. સંપર્કમાં આવેલા હાઈરિસ્કવાળા પરિવારના સભ્ય તેમજ અન્ય લોકોના આરોગ્ય વિભાગ દ્વારા સેમ્પલ લેવામાં આવ્યા છે.
રાજકોટમાં 13 અને ગ્રામ્યમાં 2 કેસ નોંધાયા
આ ઉપરાંત મુંબઈથી આવેલ 16 વર્ષીય કિશોર પોઝિટિવ આવ્યો છે. તેમજ મેરેજ ફંક્શનમાંથી પરત આવેલા એક જ પરિવારના 67 વર્ષીય વૃદ્ધ અને ત્રણ વર્ષની બાળકી પોઝિટિવ આવ્યા છે. જ્યારે અન્ય કેસમાં ભક્તિનગર વિસ્તારમાં રહેતા 29 વર્ષીય યુવાન, સ્ટેશન વિસ્તારમાં રહેતા 18 વર્ષીય યુવાન, યુનિવર્સિટી વિસ્તારમાં રહેતા 47 વર્ષીય મહિલા સંક્રમિત થયા છે. જિલ્લામાં બે પોઝિટિવ કેસ રાજકોટ જિલ્લામાં કોટડાસાંગાણીના અરડોઈ ગામના 65 વર્ષીય વૃદ્ધ સંક્રમિત થયા છે. જ્યારે જામકંડોરણાના 80 વર્ષીય વૃદ્ધને પણ કોરોના હોવાનું સ્પષ્ટ થયું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.