કોરોના રાજકોટ LIVE:આજે એક કેસ નોંધાયો, 33 સેશન સાઇટ પર વેક્સિનેશનની કામગીરી

રાજકોટ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
  • ગઇકાલે 5 કલાકમાં 5 પોઝિટિવ કેસ મનપાએ સત્તાવાર રીતે જાહેર કર્યા હતા

રાજકોટમાં છેલ્લા એક મહિનાથી રોજ 0થી લઇને 1 કેસ નોંધાય રહ્યાં હતા. ઓગસ્ટ મહિનાના 8 દિવસમાં કુલ 6 કેસ નોંધાયા હતા. પરંતુ ગઇકાલે 9 ઓગસ્ટે કોરોના વિસ્ફોટ થયો હોય તેમ એકસાથે 5 કેસ નોંધાતા આરોગ્ય વિભાગમાં પણ દોડધામ મચી ગઇ છે. ગઇકાલે 5 કલાકમાં 5 પોઝિટિવ કેસ મનપાએ સત્તાવાર રીતે જાહેર કર્યા હતા. જોકે આજે એક જ કેસ નોંધાયો છે. આથી શહેરમાં કુલ કેસની સંખ્યા 42801 પર પહોંચી ગઈ છે. તેમજ અલગ અલગ હોસ્પિટલમાં 17 દર્દી સારવાર હેઠળ છે. આજે શહેરમાં 33 સેશન સાઇટ પર વેક્સિનેશનની કામગીરી હાથ ધરાઇ છે.

ઓગસ્ટ મહિનાના 8 દિવસમાં માત્ર 6 કેસ નોંધાયા હતા
એપ્રિલ અને મે મહિનામાં કોરોનાની ઘાતક બીજી લહેરમાં મોટી સંખ્યામાં લોકોના મૃત્યુ થયા હતા. જોકે, ત્રીજી લહેર ઓગષ્ટના અંતમાં આવે તેવી શક્યતા ડોક્ટરો વ્યક્ત કરી રહ્યાં છે. હવે નાગરિકોની ભીડ વધતા કોરોના રોકવા અનિવાર્ય એવું સોશિયલ ડિસ્ટન્સ કોરાણે મુકાય રહ્યું છે. શહેરની પરાબજાર, ગુંદાવાડી, ધર્મેન્દ્ર રોડ સહિતની બજારો, મંદિરે ભારે ભીડ જોવા મળી રહી છે. આ ભીડને રોકવી અનિવાર્ય છે તેવી ચર્ચા લોકોમાં ઉઠી છે. રાજકોટમાં છેલ્લા એક માસથી કેસો તળિયે ગયા હતા અને રિકવરી રેટ 99 ટકાએ પહોંચ્યો હતો. ઓગસ્ટમાં પણ તા.1થી 3 સુધી રોજ 1-1, તા.4 અને 5ના રોજ ઝીરો કેસ, તા.6,7 અને 8ના રોજ ફરી એક-એક કેસ નોંધાયા હતા. ત્યારે ગઇકાલે બપોર પછી એકસાથે 5 કેસ નોંધાતા આરોગ્ય વિભાગ ચિંતિત બન્યું છે.

ત્રીજી વેવને રોકવા સિવિલ તંત્ર સજ્જ.
ત્રીજી વેવને રોકવા સિવિલ તંત્ર સજ્જ.

ત્રીજી વેવને રોકવા સિવિલ હોસ્પિટલ સજ્જ
કોરોનાની બીજી લહેરમાં એપ્રિલ-મે મહિનામાં 22 હજાર કેસ નોંધાયા હતા. જેમાં 8 હજારથી વધુ કોરોનાના અને તેના પગલે 1000 મ્યુકોરમાઈકોસિસના દર્દીઓ સિવિલ હોસ્પિટલમાં દાખલ થયા હતા. મહામારીની આ અતિ ગંભીર સ્થિતિ ધ્યાને લઈ હવે કોરોનાની ત્રીજી લહેર આવે તેવું જોખમ છે. આથી સિવિલમાં બેડની સંખ્યા 840થી વધારીને 1020 બેડની કરવા અને દૈનિક ઓક્સિજન ક્ષમતા 42 ટનથી વધારીને 62 ટન કરવા તંત્રએ તૈયારી કરી લીધાનું જણાવાયું છે.

વેક્સિનેશનની કામગીરીને વેગ આપવા તંત્રની મથામણ.
વેક્સિનેશનની કામગીરીને વેગ આપવા તંત્રની મથામણ.

આજે 31 સેશન સાઇટ પર કોવિશીલ્ડ આપવામાં આવી રહી છે
1) સિવિલ હોસ્પિટલ
2) પદ્મકુંવરબા હોસ્પિટલ
3) શ્યામનગર આરોગ્ય કેન્દ્ર
4) ચાણક્ય સ્કુલ– ગીત ગુર્જરી સોસાયટી
5) નંદનવન આરોગ્ય કેન્દ્ર
6) શિવશક્તિ સ્કૂલ
7) નાનામવા આરોગ્ય કેન્દ્ર
8) મવડી આરોગ્ય કેન્દ્ર
9) શાળા નં. 84, મવડી ગામ
10) આંબેડકરનગર આરોગ્ય કેન્દ્ર
11) શાળા નં.28, વિજય પ્લોટ
12) સિટી સિવિક સેન્ટર– અમીન માર્ગ
13) સદર આરોગ્ય કેન્દ્ર
14) અખિલ હિન્દ મહિલા પરિષદ આરોગ્ય કેન્દ્ર
15) શેઠ હાઈસ્કૂલ
16) રામનાથપરા આરોગ્ય કેન્દ્ર
17) ન્યુ રઘુવીર આરોગ્ય કેન્દ્ર
18) શાળા નં.61, હુડકો
19) શાળા નં.20 બી, નારાયણનગર
20) જંક્શન આરોગ્ય કેન્દ્ર
21) માધાપર આરોગ્ય કેન્દ્ર
22) રેલ્વે હોસ્પિટલ
23) મોરબી રોડ, કોમ્યુનિટી હોલ
24) ભગવતી પરા આરોગ્ય કેન્દ્ર
25) આદિત્ય સ્કૂલ– 32 (IMA આરોગ્ય કેન્દ્ર)
26) સરદાર સ્કૂલ, સંત કબીર રોડ
27) રામપાર્ક આરોગ્ય કેન્દ્ર
28) શ્રી ચંપકભાઈ વોરા આરોગ્ય કેન્દ્ર
29) પ્રણામી ચોક આરોગ્ય કેન્દ્ર
30) કોઠારીયા આરોગ્ય કેન્દ્ર
31) તાલુકા શાળા (BRC) ભવન

2 સેશન સાઈટ પર કોવેક્સિનનો બીજો ડોઝ અપાય રહ્યો છે
1) શાળા નં. 47, મહાદેવ વાડી, લક્ષ્મીનગર
2) શાળા નં. 49 બી, બાબરીયા કોલોની, અયોધ્યા ચોક

અન્ય સમાચારો પણ છે...