રાજકોટના અનોખા કોરોના વોરિયર્સ:કપરા સંજોગોમાં કોરોના વોરિયર્સ ખુદ પોઝિટિવ આવ્યા, પિતાને ગુમાવ્યા છતાં ફરજ પર રહી દર્દીને સાજા કર્યા

રાજકોટ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સિવિલમાં ફરજ બજાવતા કેટલાક ડોક્ટર કપરા સંજોગોનો સામનો કરી વોરિયર્સ સાબિત થયા

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા કેટલાક ડોક્ટર કપરા સંજોગોનો સામનો કરીને કોરોના વોરિયર્સ સાબિત થયા છે. ખુદ પોઝિટિવ આવ્યા, પરિવારના મોભી સમાન પિતા પણ પોઝિટિવ આવ્યા હતા. આમ છતાં પોતાની ફરજ નિભાવી છે. ડ્યૂટી પર રહી દર્દીને સાજા કર્યા તો ઘરે પરત ફરે ત્યારે પુત્ર બનીને પિતાની સેવા કરતા હતા. પરિવારમાં દુઃખદ પ્રસંગ બન્યા બાદ ફરજ પર હાજર થઈ ગયા અને બીજાના માતાપિતાને પોતાના જ માતાપિતા ગણી તેની સારવારની સાથે સેવા કરે છે, તો તેમને માનસિક સધિયારો આપીને તેને મજબૂત પણ બનાવે છે.

કિસ્સો-1 : ઘરે આવે ત્યારે બંને ભાઈ બહેન પિતાના ડોક્ટર બની જતા હતા
રાજકોટમાં રહેતા વિરાજભાઈ રાજકોટ હોસ્પિટલમાં અને તેના બહેન હિનલબેન અમદાવાદમાં ફરજ બજાવે છે. પિતા મહેન્દ્રભાઈ પોઝિટિવ આવતા સૌ પ્રથમ તેમને ઘરે રહીને સારવાર શરૂ કરી. વિરાજભાઈ પોતાની ડ્યૂટી પૂરી કરીને સાંજે ઘરે આવીને પિતાની સંભાળ લેતા હતા. પિતાની તબિયત ખરાબ થતા તેમને હોસ્પિટલમાં ખસેડ્યા પરંતુ એમને બે દિવસ પહેલા જ અંતિમવિદાય લીધી.

કિસ્સો-2 : પિતાનું મૃત્યુ થયું, હવે દર્દીને પોતાના પિતા માની સારવાર કરે છે
મૂળ રાજસ્થાનના અને હાલ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં કોવિડ વિભાગમાં ફરજ બજાવતા રૂપેશ શર્મા 1 એપ્રિલ પોતાના વતન ગયા.તેઓ ખુદ પોઝિટિવ આવ્યા અને પિતા પણ પોઝિટિવ હતા. રૂપેશ શર્મા પોતે કોરોના સામે જંગ જીતી ગયા, પરંતુ તેના પિતા કોરોના સામેની જંગ હારી ગયા. આમ છતાં 4 મેથી રૂપેશ શર્મા ફરી ફરજ પર હાજર થઈ ગયા છે. એક બાજુ પિતાને ગુમાવ્યાનો અફસોસ છે, પરંતુ હવે દરેક દર્દીમાં પોતાના પિતાને જોઈ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...