તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મનપાની તૈયારી:ચૂંટણીમાં જ્યાં મતદાન કર્યું તે બૂથ પર જ અપાશે કોરોનાની રસી

રાજકોટ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પ્રથમ બૂથવાઇઝ 50 વર્ષથી મોટા, ડાયાબિટીસ, બી.પી. સહિતના લોકોની યાદી તૈયાર થશે

રાજકોટ મહાનગરપાલિકા છેલ્લા એક સપ્તાહથી કોરોના વેક્સિન કેવી રીતે શહેરજનોને આપી શકાય તે માટે આયોજન કરી રહ્યું છે. જેમાં હાલ મતદારયાદીનો ઉપયોગ કરી બૂથવાઇઝ જે પ્રકારે મતદાન થાય છે તે મુજબ કોરોના વેક્સિન આપવામાં આવે તેવું આયોજન થઇ રહ્યું છે. રાજકોટ મહાનગરપાલિકાએ કોરોના વેક્સિન આપવા મતદારયાદીનો ઉપયોગ કરવા ચૂંટણીપંચ પાસે મંજૂરી માગી છે.

બૂથ મુજબ 50 વર્ષથી મોટી ઉંમરના શહેરીજનોના નામની યાદી તૈયાર થશે અને ત્યાર બાદ વેક્સિન આપવા માટે બૂથ પર જ વ્યવસ્થા ઊભી કરવા આયોજન થઇ રહ્યું છે. જો કે હાલ સમગ્ર વ્યવસ્થા પ્રાથમિક સ્તર પર છે. વેક્સિન કેટલા તાપમાનમાં રાખવી તે અંગે માહિતી ન આવી હોવાથી કોલ્ડ સ્ટોરેજ અને વેક્સિન આપવાના સ્થળ સુધી પહોંચાડવાની વ્યવસ્થા અંગે હાલ નક્કી થઇ શક્યું નથી.

રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના કર્મચારીઓ, મનપાના કર્મચારીઓ, પોલીસ કર્મી ત્યાર બાદ 50 વર્ષથી મોટી ઉંમરના વ્યક્તિઓ, ડાયાબિટીસ, બી.પી. સહિતની બીમારી ધરાવતા લોકોના નામની યાદી તૈયાર થઇ રહી છે. કર્મચારીઓની યાદી તૈયાર થઇ ચૂકી છે પરંતુ 50 વર્ષથી મોટી ઉંમરના વ્યક્તિઓની યાદી વોર્ડ વાઇઝ અને બુથ વાઇઝ તૈયાર કરવામાં આવી રહી છે.

શહેરીજનો સુધી વેક્સિન કેવી રીતે પહોંચાડવી તેની તૈયારીના ભાગરૂપે મનપાએ મતદાર યાદીનો ઉપયોગ અંગે વિચાર શરૂ કર્યો છે. મતદાર યાદીમાં ઉંમરની વિગત હોય છે તેથી તેનો આધાર લઇ બૂથ સ્તર પર જ વેક્સિન આપી શકાય કે કેમ તે અંગે વિચારણા ચાલતી હોવાનું મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

    વધુ વાંચો