તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કોરોના વાયરસ સામે વેક્સિનની તૈયારીઓ ગુજરાતમાં થઈ રહી છે. ત્યારે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પણ વેક્સિન આપવા મુદ્દે લિસ્ટ બનાવ્યું છે. આ અંગે આજે રાજકોટ મનપાના કમિશનર ઉદિત અગ્રવાલે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં તેઓએ જણાવ્યું હતું કે, હાલ હેલ્થ વર્કર, ખાનગી ડોક્ટરોની યાદી બનાવવામાં આવી છે. સામાન્ય લોકોને વેક્સિન કંઈ રીતે આપવી તેની કોઈ ગાઈડલાઈન હજુ આવી નથી. હાલ 1 હજાર લોકોની ટીમ કોરોનામાં કામ કરી રહી છે તેઓ જ રસી મુદ્દે કામ કરશે.
કોર્પોરેશનના હેલ્થ ફ્રન્ટ લાઈન વર્કરો છે તેની સંખ્યા 4655 છે
રાજકોટ મનપા કમિશનર ઉદિત અગ્રવાલે વધુમાં જણાવ્યું હતું કે, સરકારની માર્ગદર્શિકા અને માર્ગદર્શન દ્વારા હેલ્થ વર્કરની યાદી બનાવવામાં આવી છે. સાથોસાથ ખાનગી ડોક્ટરની પણ એક યાદી બનાવવામાં આવી છે. ટેમ્પલેટ ઈસ્યુ કરીને 8514 જેટલા ખાનગી ક્ષેત્રે આરોગ્યના વર્કર્સ છે જે કોરોના સામે લડત આપી રહ્યાં છે તેની યાદી બનાવવામાં આવી છે. શહેરની અંદર કોર્પોરેશનના હેલ્થ ફ્રન્ટ લાઈન વર્કરો છે તેની સંખ્યા 4655 છે. આ લોકોની યાદી બનાવવામાં આવી છે. આમ જોઈએ તો 13 હજાર જેટલા લોકોની યાદી અમારા દ્વારા તૈયાર કરવામાં આવી છે.
એક યાદી તૈયાર, બીજી યાદી બનાવવાની કામગીરી ચાલુ છે
હવે બીજી યાદી બનાવવામાં આવી રહી છે. તેમાં સફાઈ કામદારો, અમારી કોર્પોરેશનની અંદર આરોગ્ય ક્ષેત્રે કામ કરી રહ્યા છે તેનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ લોકોની યોદી બનાવવામાં આવી રહી છે. સાથોસાથ પોલીસ કર્મચારીઓની યાદી છે તે પોલીસ વિભાગ દ્વારા બનવવામાં આવશે. હાલ કોરોના વોરિયર્સ છે અને કોરોના ફ્રન્ટ લાઈન વર્કર્સ છે તે લોકોની યાદી બનાવવામાં આવી રહી છે.
કોર્પોરેશન ટાસ્ક ફોર્સ ઈમ્યુનાઈઝેશન કમ્યુનિટીની રચના કરવામાં આવી
સામાન્ય લોકોને રસી કેવી રીતે આપવામાં આવશે તેની માર્ગદર્શિકા આગામી સમયમાં આવશે. કોર્પોરેશન ટાસ્ક ફોર્સ ઈમ્યુનાઈઝેશન કમ્યુનિટીની રચના કરવામાં આવી છે. આ અલગ અલગ ક્ષેત્રના લોકો ડોક્ટર, ઈન્ડિયન મેડિકલ એસોસિએશન, કોર્પોરેશન, રાજકારણીઓનો સમાવેશ થાય છે. આમા આખી કમિટી બનાવવામાં આવી છે અને તેની બેઠક હવે થશે. યાદી બનાવવા માટે અમારા કક્ષાએ ત્રણવાર બેઠક થઈ ગઈ છે. હવે કેવી રીતે આગળ એડમિનિસ્ટ્રેશન થશે તે અમને સૂચના મળશે ત્યારે કરવામાં આવશે.
સામાન્ય લોકોની યાદી હજી બનાવવામાં આવી રહી નથી
સામાન્ય લોકોની યાદી હજી બનાવવામાં આવી રહી નથી. પ્રોસિજરમાં આધારકાર્ડની વાત છે તેની માહિતી અમારી પાસે આવી નથી. અમારી પાસે જેટલા પણ કોલ્ડ સ્ટોરેજના ઉપકરણો છે તેનું ઓડિટ કરવામાં આવી રહ્યું છે. જેમાં ડી ફ્રીજર, ILR એટલે કે આઈસ સ્કાઈન્ડ રેફ્રીઝરેટરની આખી ઈન્વન્ટરી બનાવવામાં આવી રહી છે. આ માહિતી રાજ્ય સરકાર સાથે શેર કરવામાં આવી રહી છે. 1 હાજરની ટીમ આજે જ કોવિડની સામે લડવા માટે તૈયાર છે. અત્યારે અમારી 1 હજાર કર્મચારીની ટીમ કામ કરી રહી છે તેના મારફત જ અમે આગળની યાદી બનાવીશું. આા રાજ્ય માટે જે પદ્ધતિ બનાવવામાં આવશે તે મુજબ જ આપણે ચાલીશું.
પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.