તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કોરોના વેક્સિન આપતા પહેલા તેનુ ડ્રાય રન શરૂ કરવામાં આવ્યું છે. રાજ્યમાં માત્ર ગાંધીનગર અને રાજકોટમાં જ ડ્રાય રનની પરવાનગી આપવામાં આવી છે. ત્યારે રાજકોટમાં આજે ડ્રાય રનની પ્રોસેસ શરૂ કરવામાં આવી છે.
જ્યાં કોરોના રસી આપવા માટેની સમગ્ર કામગીરીનું રિહર્સલ કરવામાં આવી રહ્યું છે. ત્યારે Divyabhaskarની ટીમ આજે સ્થળ પર પહોંચી હતી જ્યાં સ્થળ પર વેક્સિન આપવા સિવાયની તમામ પ્રોસેસ કરવામાં આવી રહી છે.
શહેરના 5 સ્થળ પર ડ્રાય રનની પ્રોસેસ કરવામાં આવી રહી છે
નાયબ આરોગ્ય અધિકારી પી.પી.રાઠોડે જણાવ્યું હતું કે બે દિવસ માટે એટલે 28 અને 29 તારીખ ડ્રાય રનની કામગીરી રાખવાની હતી. જેમાં ગઈકાલે શહેરના જે 5 સ્થળ નક્કી કરવામાં આવ્યાં હતાં. ત્યાં અમે સાધન સામગ્રી, સ્ટાફની ટ્રેનિંગ વગેરે કરવામાં આવ્યું હતું. આજે અમે આ ડ્રાય રનનું અમલીકરણ ચાલુ કર્યું છે. પહેલા તબક્કામાં આરોગ્ય કર્મચારી છે તેને સિલેક્ટ કરવામાં આવ્યાં છે. કોવિડ એપ્લીકેશન દ્વારા જે લોકોને વેક્સિન માટે બોલાવવાના છે તેને જાણ કરવામાં આવશે. જેથી તે લોકો જ સ્થળ પર પહોંચશે. દરેક જગ્યા પર 25 લોકોને બોલાવવામાં આવ્યાં છે.
જાણો સ્ટેપ બાય સ્ટેપ વેક્સિનનું પ્રોસેસ
સ્થળ પર આવતા લોકોનું પહેલા આઈડી કાર્ડ અને મોબાઈલમાં આવેલો મેસેજ ચેક કરવામાં આવે છે. જે બાદ તે વ્યક્તિને વેઈટિંગ રૂમમાં બેસાડવામા આવશે. ત્યાંથી તેને વેક્સિનેશન વાળા રૂમમાં લઈ જવામાં આવશે. જ્યા વેક્સિન આપ્યા સિવાયની તમામ કાર્યવાહી કરવામાં આવશે. વેક્સિનેસન આપ્યા બાદ તેને અડેધો કલાક સુધી ઓબઝર્વેશનમાં રાખવામાં આવશે. એક વ્યક્તિને આ પ્રોસેસમાંથી પસાર થતાં 30થી 35 મિનિટનો સમય લાગશે.
ત્રણ તબક્કામાં ડ્રાય રન યોજાયો
મનપા દ્વારા સર્વે કરી એકત્ર કરાયેલા ડેટા પ્રમાણે લોકોને બોલાવવામાં આવ્યા હતા. પસંદગી કરાયેલ પાંચ સ્થળોએ ત્રણ રૂમમાં વ્યવસ્થા રાખવામાં આવી હતી. પ્રથમ વેઇટિંગ રૂમ, બીજો વેક્સિનેશન રૂમ અને ત્રીજો ઓબ્ઝર્વેશન રૂમ, જેમાં પ્રથમ રૂમમાં આવનાર વ્યક્તિના ડોક્યુમેન્ટ ચકાસણી કરવામાં આવ્યા અને વ્યક્તિએ SMS (S-સેનીટાઈઝ, M-માસ્ક, S-ફીઝીકલ ડિસ્ટન્સ)નું પાલન કરાવ્યું હતું. બીજા રૂમમાં વેક્સિન આપવાની પ્રક્રિયા અને ખાસ બનાવેલા કોવિન સોફ્ટવેરમાં એન્ટ્રી કરવામાં આવી હતી અને ત્યારબાદ ત્રીજા રૂમમાં વેક્સિન લેનારને 30 મિનીટ ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા હતા. ત્યાં પણ વ્યક્તિએ SMS (S-સેનિટાઈઝ, M-માસ્ક, S-ફિઝીકલ ડિસ્ટન્સ)નું પાલન કરાવ્યું હતું.
મને કાલે ડ્રાય રન વેક્સિન માટે મેસેજ આવ્યો હતો- બગડા જાનવી
સૌ પ્રથમ જે યુવતી પર વેક્સિન માટે ડ્રાય રન કરવામાં આવ્યું તે બગડા જાનવીએ જણાવ્યું હતું કે મને મેસેજ આવ્યો હતો કે ડ્રાય રન વેક્સિનેશન માટે આજે આવવાનું છે. હું શ્યામનગર પહોંચી હતી. અહિંયા તમામ નિયમોનું પાલન કરવામાં આવે છે. પહેલા મને વેઈટિંગ રૂમમાં રાખવામાં આવી હતી. વેક્સિન માટે નોંધણી કરવામાં આવી જે બાદ મને વેક્સિન આપવા માટે લઈ જવામાં આવી હતી. વેક્સિન અપાયા બાદ મને અડધો કલાક માટે ઓબઝર્વેશનમાં રાખવામાં આવી હતી. આ પ્રોસેસમાં 45 મિનિટ જેવો સમય લાગ્યો હતો.
વેક્સિન કેટલા સમયમાં સ્થળ પર પહોંચે છે તેનું રિહર્સલ કરવામાં આવી રહ્યું છે
કોરોના ટ્રાયલ રનમાં થનારી કાર્યવાહીમાં જે વાહન કોરોના રસી લઈને નીકળશે, તે વાહન જે તે હેલ્થ સેન્ટરમાં કેટલા સમયમાં પહોંચે છે તે સહિતની નોંધ લેવામાં આવશે. આ વાહનમાં જીપીએસ સીસ્ટમ લગાવવામાં આવી હશે. આ વાહનમાં રસી નહીં હોય પરંતુ રિહર્સલના ભાગરૂપે નિયત સમય મર્યાદામાં હેલ્થ સેન્ટર ખાતે રસી લઈ જતુ વાહન પહોંચે છે કે કેમ તેનો સમયગાળો નોંધવામાં આવશે. કોલ્ડ સ્ટોરેજથી રસી લઈને જે તે હેલ્થ સેન્ટરે વાહન નીકળશે તેનો નીકળવાનો અને પહોંચવાનો સમય નોંધવામાં આવશે.
ગોંડલમાં પાંચ જગ્યાએ કોરોના વેકસિન ડ્રાય રન સફળતાપૂર્વક યોજાયો
રાજકોટની સાથોસાથ ગોંડલ શહેર અને તાલુકામાં પાંચ જગ્યાએ કોરોના વેક્સિન ડ્રાય રનનું આયોજન થયું હતું. સરકાર અને આરોગ્ય વિભાગ દ્વારા કોરોના વેક્સિનને લઇ દેશભરમાં ડ્રાય રનનું આયોજન કરવામાં આવ્યું હોય જેના ભાગરૂપે ગોંડલ શહેરના સરકારી હોસ્પિટલ, અર્બન હેલ્થ સેન્ટર , શ્રી રામ સાર્વજનિ હોસ્પિટલ, ભગવતપરા શાળા નં. 5 તેમજ તાલુકામાં મોવિયા તેમજ ગોમટામાં ડ્રાય રન યોજાયો હતો. જેમાં 25-25 લોકોને મેસેજ કરી બોલાવાયા હતા. આ ડ્રાય રનમાં જિલ્લા આરોગ્ય ઓફિસર ડો.મિતેષ ભંડેરી, એકેડેમિક મેડિકલ ઓફિસર ડો.નિલેશ રાઠોડ સહિતના આરોગ્ય અધોકારીઓ જોડાયા હતા. જેમાં વેક્સિન સ્થળ તેમજ વેક્સિન લાભાર્થીઓને વેક્સિન અંગે અપાતી માહિતી, સોફ્ટવેરમાં થતી તમામ એન્ટ્રીનું ચેકિંગ હાથ ધરાયુ હતું. ડો.જી.પી. ગોયેલ આરોગ્ય અધિકારી ગોંડલ અર્બન હેલ્થ, નીરવ વ્યાસ કોરોના સુપરવાઈઝરે નિરીક્ષણ કર્યું હતું.
પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.