તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લક્ષણો વગરના દર્દી:રાજકોટમાં કોરોનાની ઊથલપાથલ, જંગલેશ્વરમાં માસ સેમ્પલની ઉપેક્ષાને કારણે તબક્કાવાર નીકળી રહ્યા છે કેસ

રાજકોટ10 મહિનો પહેલા
  • કૉપી લિંક
સાપ સીડી રમતથી સમજો કોરોનાની શકુનિ ચાલઃ 10 એપ્રિલે 17 કોરોના પોઝિટિવ હતા ત્યારબાદ કેસ વધ્યા હતા. 14 મેએ 11 પોઝિટિવ આવતા ફરી એક મહિના પહેલાની સ્થિતિએ પહોંચી ગયા. - Divya Bhaskar
સાપ સીડી રમતથી સમજો કોરોનાની શકુનિ ચાલઃ 10 એપ્રિલે 17 કોરોના પોઝિટિવ હતા ત્યારબાદ કેસ વધ્યા હતા. 14 મેએ 11 પોઝિટિવ આવતા ફરી એક મહિના પહેલાની સ્થિતિએ પહોંચી ગયા.
  • 7 કરાયા અને 2 વર્ષના બાળક સહિત 11 નવા પોઝિટિવ
  • 7 મેના રોજ પોઝિટિવ આવેલી યુવતીના સંપર્કોને ક્વોરન્ટીન કરાયા તેમાંથી જ બધા કેસ નીકળ્યા, ટેસ્ટ વધારવા જરૂરી

રાજકોટમાં પ્રથમ વખત એકસાથે 11 પોઝિટિવ કેસ આવ્યા છે. તે પણ એ દિવસે જ્યારે શહેરના 7 દર્દીઓને સિવિલમાંથી રજા અપાઈ હતી અને માત્ર 3 જ સારવાર હેઠળ હતા. 94 ટકા સુધી રિકવરી રેટ પહોંચ્યો હતો પણ માત્ર ગણતરીની કલાકોમાં જ 11 પોઝિટિવ આવતા કુલ આંક 80 થયો છે ચિત્ર ફરી બદલાઈ ગયું છે. ક્વોરન્ટાઈન ફેસિલિટીમાં પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવેલા લોકોને રાખવામાં આવે છે. તેમને રજા આપતા પહેલા ફરજિયાત કોરોના ટેસ્ટ થાય છે અને રાજકોટમાં મોટાભાગના દર્દીઓ તેમાંથી જ પોઝિટિવ નીકળ્યા છે. સતત આરોગ્ય તપાસ થાય છે છતાં કોઇમાં લક્ષણો નથી દેખાતા અને રજા આપતી વખતે નિયમ મુજબ સેમ્પલ લેવાય ત્યારે જ કેસ આવે છે. આવું ફરીવાર બન્યું છે. 7મીએ મુસ્કાનબેન વેદ નામની યુવતીને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેમના પરિવારને ક્વોરન્ટાઈન કરાયા હતા. તે તમામના સેમ્પલ લેવાતા 11 પોઝિટિવ નીકળ્યા છે. આ સાથે રાજકોટમાં 18 માર્ચે નોંધાયેલા પહેલા કેસ બાદ અત્યાર સુધીમાં પ્રથમ વખત એક જ દિવસમાં 11 કેસ સામે આવ્યા છે જેમાં માત્ર 2 વર્ષના બાળકનો પણ સમાવેશ થાય છે. ગુરુવારે સવારે 6 લોકોને રજા અપાઈ ત્યારે ફક્ત 3 જ દર્દી રહ્યા તેની તંત્રએ રાહત લીધી હતી પણ બપોર પછી આખું ચિત્ર જ ફરી ગયું હતું. આવું પહેલીવાર નથી બન્યું જ્યારે પણ રાજકોટમાં સ્થિતિ સુધરે ત્યારે અચાનક જ કેસ સામે આવી જાય છે.  રાજકોટમાં સૌથી વધારે રિકવરી રેટનું કારણ એસિમ્ટોમેટિક દર્દીઓનું છે. ડિસ્ચાર્જ કરતી વખતે એસિમ્ટોમેટિકની પરિભાષા સમજાય છે પણ એવું માનવા તૈયાર નથી કે આવા દર્દીઓને શોધવા માસ સેમ્પલિંગ કરવું જોઈએ. મનપા, આરોગ્ય વિભાગ અને  વહીવટી તંત્ર બેવડી નિતી અપનાવી રહ્યા છે. 

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

    વધુ વાંચો