Corona Update LIVE Rajkot / રાજકોટમાં વધુ બે પોઝિટિવ કેસ સાથે જંગલેશ્વરની એક જ શેરીમાં કુલ 3 કેસ નોંધાયા, 66 નેગેટિવ અને એક રિપોર્ટ આવવાનો બાકી

જંગલેશ્વરમાં કોરોના પોઝિટિવ વિસ્તારોને પ્રતિબંધિત જાહેર કરાયા અને બેનર લગાડવામાં આવ્યા
જંગલેશ્વરમાં કોરોના પોઝિટિવ વિસ્તારોને પ્રતિબંધિત જાહેર કરાયા અને બેનર લગાડવામાં આવ્યા
X
જંગલેશ્વરમાં કોરોના પોઝિટિવ વિસ્તારોને પ્રતિબંધિત જાહેર કરાયા અને બેનર લગાડવામાં આવ્યાજંગલેશ્વરમાં કોરોના પોઝિટિવ વિસ્તારોને પ્રતિબંધિત જાહેર કરાયા અને બેનર લગાડવામાં આવ્યા

  • રાજકોટમાં 50 અને 35 વર્ષની બે મહિલાને કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો
  • જંગલેશ્વર વિસ્તારમાંથી આજે 51સેમ્પલ લાવામાં આવ્યા હતા જેમાં બે પોઝિટિવ

દિવ્ય ભાસ્કર

Apr 10, 2020, 02:20 AM IST

રાજકોટ. રાજકોટમાં વધુ બે પોઝિટિવ કેસ નોંધાયા છે. આજે 69 સેમ્પલ લેવામાં આવ્યા હતા જેમાં 66 નેગેટિવ અને 2 પોઝિટિવ તથા એક રિપોર્ટ આવવાનો બાકી છે. પોઝિટિવ કેસમાં 50 અને 35 વર્ષની બે મહિલાનો સમાવેશ થાય છે. આ બંને મહિલાઓ જંગલેશ્વર શેરી નં. 27માં રહે છે. આથી જંગલેશ્વર વિસ્તારમાં કુલ 4 કેસ પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગ દોડતું થયું છે. ગત મંગળવારે યુવાનને પોઝિટિવ કેસ આવ્યો હતો તે પણ જંગલેશ્વર શેરી નં.27માં રહે છે. આથી એક શેરીમાં ત્રણ કેસ પોઝિટિવ નોંધાયા છે. જ્યારે રાજકોટના પ્રથમ પોઝિટિવ કેસ પણ જંગલેશ્વર વિસ્તારમાં નોંધાતા એક જ વિસ્તારમાં 4 પોઝિટિવ કેસ નોંધાયા છે. પ્રથમ પોઝિટિવ દર્દી સાજો થઇ જતા તેને રજા આપી દેવામાં આવી છે અને હાલ હોમ ક્વોરન્ટીન છે.

યુવાનના પોઝિટિવ કેસ બાદ જંગલેશ્વરમાંથી કુલ 51 સેમ્પલ લેવામાં આવ્યા હતા 

રાજકોટ શહેરમાં જંગલેશ્વર-27 વિસ્તારમાં ગત બે દિવસ પહેલા 7 એપ્રિલના રોજ એક યુવાનને કોરોના પોઝિટિવ લક્ષણો જોવા મળ્યા બાદ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા યુદ્ધના ધોરણે વિવિધ પગલાંઓ લેવાનું શરૂ કરાવી દીધું હતું. જેમાં જંગલેશ્વર વિસ્તારમાં સામુહિક ધોરણે કુલ 51 સેમ્પલ લઇ લેબોરેટરીમાં ચકાસણી માટે મોકલવામાં આવ્યા હતા. જે પૈકી વધુ બે વ્યક્તિઓને કોરોના પોઝિટિવ હોવાનું નિદાન થયું છે.

રાજકોટમાં શહેરમાંથી આજે 68 સેમ્પલ લેવામાં આવ્યા હતા

આ અંગે મનપા કમિશનર ઉદિત અગ્રવાલે  જણાવ્યું હતું કે, જંગલેશ્વર -27 માં રહેતા 35 વર્ષની મહિલા અને તેમના મકાનની સામે રહેતા 50 વર્ષની મહિલાને કોરોના પોઝિટિવ હોવાનું  નિદાન થયું છે. આ બે પૈકી એક દર્દીને ગઈકાલે જ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યારે અન્ય દર્દીને આજે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.રાજકોટ મહાનગરપાલિકાએ જંગલેશ્વર વિસ્તારમાંથી કુલ 51 વ્યક્તિઓના સેમ્પલ લીધા હતાં. જ્યારે શહેરના અન્ય જુદા જુદા વિસ્તારોમાંથી 17 સેમ્પલ એમ કુલ મળીને 68 લોકોના સેમ્પલ લઇ લેબોરેટરીમાં મોકલ્યા હતાં. જે પૈકી 66 સેમ્પલ નેગેટિવ હોવાનું અને જંગલેશ્વરના બે કેસ પોઝિટિવ હોવાનું જાહેર થયું છે.

રાજકોટમાં 70 જેટલા અર્બન હેલ્થ સેન્ટર શરૂ કરવામાં આવશે

ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું કે, છેલ્લે જે પોઝિટિવ કેસ આવ્યો હતો ત્યાં જંગલેશ્વરમાં ફરીથી કલસ્ટર કન્ટીન્યૂ સ્ટ્રેટરજી લાગુ કરી દીધી છે. આ વિસ્તારમાં 341 લોકોને લોકડાઉન કરી દેવામાં આવ્યા છે. આ વિસ્તારમાં કોઇ માણસ બહાર નહીં જઇ શકે અને અંદર જઇ શકશે નહીં. આ લોકોને કંઇ પણ જરૂર પડશે તો ચીજવસ્તુઓ અમે પૂરી પાડીશું. આજની તારીખે 70 જેટલા પરિવારો હોમ ક્વોરન્ટીન છે. 1268 લોકોએ હોમ ક્વોન્ટીન પૂરૂ કરી દીધું છે. મેડિકલ સ્ટોર અને સુપર માર્કેટના નંબર અમારી વેબસાઇટ પર જાહેર કરી દેવામાં આવ્યા છે.  જે માણસ પાસ નથી તેને પોલીસ બહાર ફરવા દેશે નહીં. રાજકોટમાં 70 જેટલા અર્બન હેલ્થ સેન્ટર શરૂ કરવામાં આવશે.  હાલ અમે જંગલેશ્વર વિસ્તાર પર જ ફોકસ કરી રહ્યા છીએ.
જંગલેશ્વરમાં મેગા સેમ્પલ લેવાનું શરૂ 

રાજકોટમાં પ્રથમ પોઝિટિવ કેસ જંગલેશ્વરમાં નોંધાયો હતો. આ દર્દીને સારૂ થઇ જતા તેને રજા પણ આપી દેવામાં આવી છે. પરંતુ આ જ વિસ્તારમાંથી બીજો પોઝિટિવ કેસ નોધાતા આરોગ્ય વિભાગની ટામ ડોર ટુ ડોર મુલાકાત લઇ રહી છે. આજથી આ વિસ્તરમાંથી મેગા સેમ્પલ લેવાનું શરૂ કર્યું છે. આજે આ વિસ્તારમાંથી 51 સેમ્પલ લેવામાં આવ્યા હતા. હજુ 100 જેટલા સેમ્પલ લેવાનું શરૂ છે. તેમજ રાજકોટમાં ફરજિયાત માસ્કનું પણ અમલીકરણ કરાવવામાં આવશે.

જંગલેશ્વરમાં તંત્રની ખાસ નજર

કોરોના વાઇરસનો પહેલો પોઝિટિવ કેસ નોંધાયો હતો તે જંગલેશ્વર વિસ્તારમાં તંત્રની નજર છે. તંત્ર દ્વારા સેમ્પલ સાઇઝ વધારવામાં આવી છે. એક જ વિસ્તારમાંથી 2 કેસ પોઝિટિવ આવતા તંત્ર એલર્ટ બન્યું છે. આજ રોજ 68 સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમા 68 પૈકી 65 સેમ્પલનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. જ્યારે ત્રણની રાહ જોવાઇ રહી છે. ભાવનગરમાં આજે 119 સેમ્પલના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.

રાજકોટ પોલીસનું ફ્લેગમાર્ચ

લોકડાઉનને સફળ બનાવવા માટે રાજકોટ પોલીસ દ્વારા ફ્લેગમાર્ચ કર્યું હતું. પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. શહેરના અલગ અલગ વિસ્તારોમાં ફ્લેગમાર્ચ કરવામાં આવ્યું છે. નવા રાજકોટ અને જૂના રાજકોટમાં ફ્લેગમાર્ચ કરવામાં આવ્યું હતું. શહેરના રાજમાર્ગો પર લોકડાઉનને સફળ બનાવવા માટે પોલીસ પ્રયત્નશીલ છે.

ગોંડલ નાયબ પોલીસ અધિક્ષક દ્વારા પોલીસ કાફલા સાથે ફ્લેગ માર્ચ કરાયું

બુધવાર ના દિવસે હનુમાન જ્યંતી અને શબે બારાત બન્ને સાથે હોય, કોરોના નો કહેર અને લોકડાઉન ના ચૂસ્ત બંદોબસ્ત ને ધ્યાનમાં લઈ ગોંડલ નાયબ પોલીસ અધિક્ષક પ્રતિપાલસિંહ ઝાલા દ્વારા સાંજે પોલીસ કાફલા સાથે ફ્લેગ માર્ચ કરવામાં આવ્યું હતું અને હિન્દૂ - મુસ્લિમ લોકોને મંદિર કે મસ્જિદ પાસે એકઠા ન થવા સૂચના આપવામાં આવી હતી તદુપરાંત શહેરમાં કેટલાક લોકો દ્વારા આંટાફેરા કરવામાં આવી રહ્યા હોય તેઓની જાહેરનામા ભંગ બદલ અટકાયત કરવામાં આવી હતી તેમજ ઘણા વાહનો ડિટેઇન કરવામાં આવ્યા હતા.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી