કોરોના પ્રત્યે જાગૃતિ:રાજકોટમાં આઠ માળની બિલ્ડિંગમાં કોરોના થીમ પર પેઇન્ટિંગ બનાવવામાં આવ્યું

રાજકોટ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • મવડી વિસ્તારમાં સ્માર્ટ ઘરની બિલ્ડિંગમાં પેઇન્ટિંગ બનાવાયું

રાજકોટ મવડી વિસ્તારમાં સ્માર્ટ ઘરની બિલ્ડિંગમાં બે દીવાલ પર કોરોનાની થીમ પર પેઇન્ટિંગ કરવામાં આવ્યું છે. એક દીવાલમાં કોરોનાથી સાવચેત રહેવા માટેના સુત્રો લખવામાં આવ્યા છે. જ્યારે બીજા પેઇન્ટિંગમાં કોરોના સામે લડી રહેલા વોરિયર્સનો આભાર માનવામાં આવ્યો છે. જેમાં પોલીસ, ડોક્ટર, ઓરોગ્ય અધિકારીઓના સિમ્બોલિક ફોટા દોરવામાં આવ્યા છે. આ પેઇન્ટિંગ આઠ માળની બિલ્ડિંગમાં બનાવવામાં આવ્યું છે. દૂરથી લોકો આ પેઇન્ટિંગ જોઇ શકે તે રીતે બનાવવામાં આવ્યું છે. જેને લઇ લોકોમાં પણ કોરોના અંગે જાગૃતિ આવે.