સાચા રાષ્ટ્રરક્ષક / કોરોના પેશન્ટને તપાસતા તબીબે ગર્વભેર કહ્યું, ‘અમને પરિવાર કહે છે 20 દિવસ ઘરમાં રહો, પણ અમે બોર્ડર અંદરના સૈનિક છીએ’

કોરોના વાઇરસના શંકાસ્પદ કેસને તપાસતા ગોકુલ હોસ્પિટલના ડાયરેક્ટર ડો. તેજસ કરમટા
X

  • કોરોનાના દર્દીઓની સેવા કરતા તબીબો-પેરામેડિકલ સ્ટાફનો તિરસ્કાર ન કરવા, ઘર ખાલી ન કરાવવા સોસાયટીના લોકોને હાકલ

દિવ્ય ભાસ્કર

Mar 26, 2020, 08:01 PM IST

જીગ્નેશ કોટેચા, રાજકોટ: કોરોના વાઇરસની મહામારીમાં તબીબો અને પેરા મેડિકલ સ્ટાફ દિવસ-રાત જોયા વિના દર્દીઓની સારવાર કરી રહ્યા છે. પરંતુ આખો દિવસ દર્દીઓનું સ્કેનિંગ-ઈલાજ કરીને ઘરે જતાં તબીબોને આજુબાજુના લોકો અને સોસાયટીના લોકો જે શંકા અને તિરસ્કારની નજરે જુએ છે તેમ ન કરવા રાજકોટના અગ્રણી તબીબે એક વીડિયો મેસેજ DivyaBhaskarને મોકલ્યો છે. ગોકુલ હોસ્પિટલના ડાયરેક્ટર અને કન્સલટન્ટ ઇન્ટેનસીવીસ્ટ અને IMA રાજકોટના સેક્રેટરી ડો. તેજસ કરમટાએ આ વીડિયોમાં ગર્વભેર કહ્યું છે કે, અમે રોજેરોજ અસંખ્ય દર્દીઓનું સ્કેનિંગ કરવાનું જોખમી કામ કરીએ છીએ. અમને પણ ઘરના કહે છે કે, 20 દિવસ ઘરમાં પૂરાઇને રહો ને. પરંતુ અમે બોર્ડર અંદરના સૈનિક છીએ.

ઘરની બહાર નિકળીએ તો પત્ની-બાળકો પૂછે છે સેનિટાઈઝરથી હાથ ધોયા?
ડો. કરમટાએ આ વીડિયોમાં ઉમેર્યું હતું કે, અમે ઘરની બહાર નિકળીએ તો અમારી પત્ની-બાળકો-ભાઈઓ બધા અમને પૂછે છે કે તમે સેનિટાઈઝરથી હાથ ધોયા, ગ્લોવ્ઝ પહેર્યા, હોસ્પિટલે શુંકામ જાવ છો, હોસ્પિટલે જવાની ક્યાં જરૂર છે, ભગવાને ઘણું દીધું છે, ઘરમાં પૂરાઈ રહો.. આમ છતાં અમે એક સૈનિકની જેમ સમાજની સેવામાં લાગી જઈએ છીએ, કોના માટે.. સમાજ માટે... તમારા માટે અમે લડીએ છીએ, તમને નમ્ર વિનંતી કે પેરામેડિકલ મેડિકલ અને ડોક્ટરો, સરકારી મશીનરી જે કોવિડ સામેની લડાઈમાં બધું સમર્પિત કરે છે, સમય આપે છે, એવા એરિયામાં જાય છે. 

ઘરે આવીએ એટલે પત્ની કહે છે કે કપડા ગરમ પાણીમાં નાંખી સીધા બાથરૂમમાં જાવ
ઘરે જઇએ ત્યારે પત્ની કહે છે કપડા ગરમ પાણીમાં નાંખીને સીધા બાથરૂમમાં જતા રહો. વિશ્વ એક કોવીડ-19 કોરોના વાઇરસની મહામારીમાંથી પસાર થઇ રહ્યું છે. જેમાં ભારત, ગુજરાત અને રાજકોટ પણ તેમાંથી બાકાત નથી. આ એક એવો સમય છે કે ઘરમાં પૂરાઇને રહેવું પડે છે. આપણે સમજણ શક્તિનો ઉપયોગ નહીં કરીએ તો આ લડાઇ બંદુક, ભાલા કે તલવારથી લડાશે નહીં. આ લડાઇને આપણે એકદમ સમજણપૂર્વક લડવી પડશે. મિત્રો 15-20 દિવસ ઘરમાં પૂરાઇને રહોને. અમે એક સૈનિકની જેમ સેવામાં નિકળી પડીએ છીએ. અમે બહાર શેના માટે નિકળી પડીએ છીએ. સમાજ માટે નિકળી પડીએ છીએ.તમારા માટે નિકળી પડીએ છીએ.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી