તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના વાઇરસ:તમામ જિલ્લામાં કોરોના સર્વેલન્સ, સપ્તાહમાં 200 સેમ્પલ ફરજિયાત, ICMRનો વસ્તી આધારિત સરવે શરૂ

રાજકોટ9 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • 100 આરોગ્ય કર્મી, 50 ગર્ભવતી, 50 અન્યના સેમ્પલ લેવાશે

ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચે હવે આખા દેશમાં કોરોનાનો ચિતાર મેળવવા માટે નવી ગાઈડલાઈન તૈયાર કરી છે જેમાં તમામ જિલ્લાઓએ અનુસરીને રિપોર્ટ મોકલવાનો રહેશે. આ નવી ગાઈડલાઈન અંતર્ગત જિલ્લા દીઠ સપ્તાહના 200 અને મહિનાના 800 સેમ્પલ લેવાના રહેશે જેમાં શંકાસ્પદ કેસ તેમજ ઈન્ફ્લુએન્ઝા(આઇએલઆઈ) જેવા રોગ સિવાયના લોકોનો સમાવેશ થતો નથી. જે તે વિસ્તારોમાં સર્વેલન્સ ચાલી રહ્યું છે તે ઉપરાંત હવે વસ્તી આધારિત સિરો સરવે કરવામાં આવશે. સપ્તાહમાં આરોગ્યકર્મીના 100, સગર્ભાઓના 50 અને 50 કે જેમનામાં શરદી-તાવના લક્ષણો ન હોય તેવા અન્ય રોગના દર્દીઓના સેમ્પલ લેવાના રહેશે.

સ્વોબ અને બ્લડ સેમ્પલ લેવાના 
આરટીપીસીઆર ટેસ્ટ માટે ગળા અને નાકમાંથી સ્વેબ લીધા ઉપરાંત લોહીના નમૂના પણ લેવાના રહેશે જેનો ઉપયોગ આઈજીજી એન્ટિબોડી આધારિત એલાઈઝા ટેસ્ટ કરવા થશે. જો એલાઈઝા ટેસ્ટના રિઝલ્ટ સંતોષકારક હશે તો સર્વેલન્સ માટે આરટીપીસઆર ટેસ્ટનો ઉપયોગ થશે નહીં.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો