કોરોના રાજકોટ LIVE:આજે નવા 5 કેસ નોંધાયા, ગોંડલમાં 1 વર્ષ પહેલા મૃત્યુ પામેલા વૃદ્ધનું વેક્સિનનો બીજો ડોઝ લીધાનું પ્રમાણપત્ર જનરેટ થયું

રાજકોટ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
1 વર્ષ પહેલા મૃત્યુ પામેલા વ્રજલાલ વસોયાની ફાઈલ તસવીર - Divya Bhaskar
1 વર્ષ પહેલા મૃત્યુ પામેલા વ્રજલાલ વસોયાની ફાઈલ તસવીર
  • ટતા કેસ વચ્ચે તંત્રની બેદરકારી યથાવત, 81 વર્ષના વૃદ્ધનું ગત 13 એપ્રિલ 2021ના રોજ અવસાન થયું હતું

રાજકોટ શહેર અને જિલ્લામાં કોરોના ખતમ તરફ છે. શહેરમાં આજે નવા 2 અને ગ્રામ્યમાં 3 પોઝિટિવ કેસ નોંધાયો છે. ઘટતા કેસ વચ્ચે તંત્રની બેદરકારી યથાવત છે. જ્યાં ગોંડલમાં 1 વર્ષ પહેલા મૃત્યુ પામેલા વૃદ્ધનું વેક્સિનનો બીજો ડોઝ લીધાનું પ્રમાણપત્ર જનરેટ થયું છે.

વૃદ્ધના પરિવારજનો પણ ચોકી ઉઠયા
ગોંડલ ખાતે 4- મહાદેવ વાડી, રામજી મંદિરની બાજુમાં રહેતા વ્રજલાલ માવજીભાઈ વસોયા નામના 81 વર્ષના વૃદ્ધનું એક વર્ષ અગાઉ એટલે કે ગત તારીખ 13 એપ્રિલ 2021ના રોજ અવસાન થયું હતું. આ વૃધ્ધને તારીખ 28 ફેબ્રુઆરીના રોજ વેક્સિનેશનનો બીજો ડોઝ આપવામાં આવ્યો હોવાનું સર્ટિફિકેટ જનરેટ થતા આ વૃદ્ધના પરિવારજનો પણ ચોકી ઉઠયા હતા.

ટેસ્ટીંગ અને વેક્સિનેશન બુથ પણ બંધ
રાજકોટ શહેરમાં છેલ્લા 10 દિવસથી કોરોનાના એકલ-દોકલ પોઝેટીવ કેસ આવતા મહાનગરપાલિકાએ પણ એક સપ્તાહ પહેલા કોરોનાની ફીલ્ડ લક્ષી કામગીરી બંધ કરવાની જાહેરાત કરી હતી.જેથી ગઈકાલે રાજકોટ શહેરના તમામ વોર્ડમાં ફરતા ધનવંતરી રથ અને સંજીવની રથ તેમજ 104 ને બંધ કરી દેવામાં આવ્યા છે. સાથો સાથ સાત સ્થળે તેમજ શાળાઓ સહિતના સ્થળે શરૂ કરવામાં આવેલ ટેસ્ટીંગ અને વેક્સિનેશન બુથ પણ બંધ કરી દેવાયા છે. જ્યારે ટેસ્ટીંગ અને વેક્સિનેશનની કામગીરી આરોગ્ય કેન્દ્ર ખાતે ચાલુ રાખવામાં આવી છે.

સમરસ હોસ્ટેલમાં પણ હોસ્પિટલ બંધ
સમરસ હોસ્ટેલ હાલ કોવિડ હોસ્પિટલ તરીકે અનામત રાખવામાં આવી છે પણ હવે ત્યાં એકપણ દર્દી દાખલ ન હોવાથી તેમાં પણ હોસ્પિટલ બંધ કરવા માટે આદેશ અપાયો છે.ત્રીજી લહેરમાં રસીને કારણે લોકોમાં રોગપ્રતિકારક શક્તિમાં વધારો થયો હોવાથી ગંભીર દર્દીઓની સંખ્યા નહિવત હતી તેથી દાખલ દર્દીઓમાં ઘટાડો જોવા મળ્યો હતો. ત્રીજી લહેર દરમિયાન સિવિલમાં એકસાથે મહત્તમ 99 દર્દી દાખલ થયા હતા.