તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના સૌરાષ્ટ્ર LIVE:રાજકોટમાં આજે બપોર સુધીમાં નવા 10 કેસ નોંધાયા,189 લોકોને વેક્સિનનો બીજો ડોઝ અપાયો

રાજકોટ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર.
  • રાજકોટમાં કુલ કેસની સંખ્યા 15723 પર પહોંચી

રાજકોટમાં કોરોના કેસની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. આજે બપોર સુધીમાં નવા 10 કેસ નોંધાયા છે. શહેરમાં કુલ કેસની સંખ્યા 15723 પર પહોંચી છે. આજે બપોર સુધીમાં 189 લોકોને વેક્સિનનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે.

બીજો ડોઝ લીધાના 10 દિવસ બાદ તમામ કોરોનાથી સુરક્ષિત બની જશે
તારીખ મુજબ લોકોએ પ્રથમ ડોઝ લીધો હશે તેવી જ રીતે તેમને બોલાવવામાં આવ્યા છે. એક મહિનામાં 20,000 જેટલા હેલ્થ વર્કર તેમજ કોરોના વોરિયર્સે વેક્સિન લીધી છે. જો કે તેમને બીજો ડોઝ દેવામાં આટલો સમય જશે નહીં. નિષ્ણાંતો જણાવે છે કે, રસી લીધાના બીજા ડોઝ પછી શરીરમાં એન્ટિબોડી બની જાય છે તેથી આગામી 10 દિવસ પછી આ તમામ લોકો કોરોનાથી સુરક્ષિત થઈ જશે.

બીજા ડોઝના 15 દી’ બાદ કોરોનાથી સુરક્ષિત ગણાય
​​​​​​​
ઈન્ડિયન મેડિકલ એસોસિએશનના પ્રમુખ ડો. જય ધીરવાણીના જણાવ્યા અનુસાર જે લોકોએ વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો છે ત્યારથી જ એન્ટિબોડી બનવાનું ચાલુ થઈ ગયું હોય પણ તેમનું પ્રમાણ ખૂબ ઓછું હોય તેમજ શરીરે શરીરે અલગ અસર હોય છે. પણ, સંપૂર્ણ એન્ટિબોડી માટે બીજો ડોઝ લેવો અનિવાર્ય છે. બીજા ડોઝના 15 દિવસ બાદ એન્ટિબોડી રોગ સામે લડવા તૈયાર થઈ જાય છે. આમ છતાં જ્યાં સુધી કોરોના સમાજમાંથી નાબૂદ ન થાય ત્યાં સુધી માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ તો રાખવું જ જોઈએ.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

વધુ વાંચો