કોરોના સૌરાષ્ટ્ર LIVE:રાજકોટમાં કોરોનાથી 1નું મોત-59 કેસ પોઝિટિવ, કુલ કેસની સંખ્યા 9 હજારને પાર, 443 દર્દી સારવાર હેઠળ

રાજકોટએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • રાજકોટમાં રવિવારે 62 દર્દીને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો
  • ભાવનગર જિલ્લામાં આજે નવા 8 પોઝિટિવ કેસ નોંધાયા અને 2 દર્દીને ડિસ્ચાર્જ કરાયા

રાજકોટમાં 24 કલાકમાં 1નું કોરોનાથી મોત થયું છે. જ્યારે શહેરમાં આજે 59 કેસ પોઝિટિવ નોંધાયા છે. રાજકોટમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 9 હજારને પાર પહોંચી છે. જ્યારે રાજકોટની અલગ અલગ હોસ્પિટલમાં 443 દર્દી સારવાર હેઠળ છે. રાજકોટમાં રવિવારે 62 દર્દી કોરોના મુક્ત થતા ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. મહત્વનું છે કે રાજકોટમાં કોરોનાના કેસ ફરી વધી રહ્યાં હોય તેવી સ્થિતિ સર્જાઇ છે.

ગ્રામ્યના 202 સહિત જિલ્લામાં 243 માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોન સક્રિય
નવા કેસની સંખ્યા ગત સપ્તાહે ઘટીને 60 અને 80ની વચ્ચે આવી ગઈ હતી પણ છેલ્લા ત્રણ દિવસથી તેમાં ફરી ઉછાળો આવ્યો છે તેથી દિવાળી પછી આ સંખ્યામાં પહેલા કરતા પણ વધારો આવશે તેવી ચિંતા તંત્રમાં ફેલાઈ છે. નવા કેસની સંખ્યા વધતા હોસ્પિટલાઈઝેશનમાં પણ વધારો નોંધાયો છે 2200 કરતા વધુ બેડ પહેલા ખાલી હતા જેની સંખ્યા રવિવારે 2190ની નજીક આવીને ઊભી કરી છે. ગ્રામ્યના 202 સહિત 243 માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોન સક્રિય હોવાનું તંત્રે જાહેર કર્યું છે.

છેલ્લા બે દિવસથી પોઝિટિવ કેસની સંખ્યામાં ઉછાળો
શહેરમાં કોરોનાના પોઝિટિવ કેસની સંખ્યા ઘટી રહી છે. જો કે, છેલ્લા બે દિવસથી તેમાં અચાનક જ ઉછાળો આવ્યો છે ત્યારે તહેવારો દરમિયાન લોકો વધુ સતર્ક નહીં રહે તો નવા ગુજરાતી વર્ષમાં કેસની સંખ્યા વધશે.

અન્ય સમાચારો પણ છે...