તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના સૌરાષ્ટ્ર LIVE:રાજકોટમાં 128 કેસ, 24 કલાકમાં 10 દર્દીનાં મોત

રાજકોટ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શહેરી વિસ્તારમાં કન્ટેઈનમેન્ટ ઝોનની વિગત જાહેર કરવાનું તંત્રે બંધ કર્યું

રાજકોટમાં કોરોનાના કેસ 160 પર પહોંચ્યા બાદ અચાનક ફરી ઘટાડો આવ્યો છે અને બીજા જ દિવસે 128 નવા કેસ નોંધાયા છે જેમાં શહેરમાં 89 અને ગ્રામ્યમાં 39 કેસ થયા છે. નાટકીય રીતે બંને વિસ્તારમાં કેસ રવિવારની સરખામણીએ ઘટી ગયા છે. બીજી તરફ મૃતાંક એકદમથી વધ્યો છે. સોમવારની સવારની દ્દષ્ટિએ છેલ્લા 24 કલાકમાં 10નાં મોત નીપજ્યા છે. 1181 લોકો હજુ પણ સારવાર હેઠળ છે.

મનપાએ આ દરમિયાન શહેરી વિસ્તારમાં કન્ટેઈનમેન્ટ ઝોન નવા કેટલા આવ્યા તેમજ કાર્યરત કેટલા છે તે વિગત જાહેર કરવાની બંધ કરી દીધી છે. ગ્રામ્ય વિસ્તારમાં 180 કન્ટેઈનમેન્ટ ઝોન હોવાનું જાહેર કરાયું છે તેમાં પણ અડધોઅડધ ઘટાડો આવ્યો છે તેથી હવે કેસની સંખ્યા ઘટી રહી છે તેવું પ્રતિત થઇ રહ્યું છે. રાજકોટમાં કોરોનાની સારવાર માટે 2600 જેટલા કોવિડ બેડ છે જેમાંથી હાલ 1829 બેડ સારવાર માટે ખાલી છે. એટલે કે 750 કરતા વધુ દર્દીઓ રાજકોટની હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

વધુ વાંચો