તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના સૌરાષ્ટ્ર LIVE:રાજકોટમાં 90 પોઝિટિવ 6નાં મોત, 48 લોકો સાજા થઈ જતાં ડિસ્ચાર્જ કરાયાઃ કુલ કેસ 2471 થયા

રાજકોટએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • રાજ્યના પહેલા પોઝિટિવ દર્દીએ રાજકોટમાં પ્લાઝમા ડોનેટ કર્યું
  • સિવિલમાં 8 અને ખાનગી હોસ્પિટલમાં 1નું સારવાર દરમિયાન મોત
  • પ્રોહિબીશનનના ગુનામાં ઝડપાયેલા આરોપીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ

રાજકોટમાં છેલ્લા ઘણા દિવસોથી દૈનિક પોઝિટિવ કેસની સંખ્યા 85થી 96ની વચ્ચે એટલે કે 90ની નજીક જ આવી રહી છે હજુ ક્યાંય પણ કેસ છૂપા ન રહી જાય તે માટે ટેસ્ટની સંખ્યા પણ વધારીને દૈનિક 1200 ટેસ્ટ કરાયા છે. શુક્રવારે નવા 90 કેસ આવ્યા તેની સામે 48ને ડિસ્ચાર્જ કરાયા છે જેમાં 6 દર્દીઓએ કોરોનાથી જીવ ગુમાવ્યો છે. રાજકોટમાં હાલની સ્થિતિઓ કોરોનાના કુલ કેસ 2471 થયા છે અને હજુ 579 હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. પ્લાઝમા થેરાપી માટે તંત્ર શક્ય તેટલા દાતાઓ શોધી રહ્યું છે. કોરોનાને મ્હાત આપનાર ડો. જીગરસિંહ જાડેજાઅે તેમજ રાજ્યના પ્રથમ કોરોના દર્દી નદીમે શુક્રવારે પ્લાઝમા ડોનેટ કર્યા હતા.

સૌરાષ્ટ્રના 6 જિલ્લામાં વધુ 161 પોઝિટિવ
મોરબીમાં જિલ્લામાં કોરોનાના શુક્રવારે વધુ 13 પોઝિટિવ કેસ નોંધાયા છે. જામનગર જિલ્લામાં 49 કેસ નોંધાયા હતા. જૂનાગઢ જિલ્લામાં 46, ગિર સોમનાથ જિલ્લામાં 23, અમરેલી જિલ્લામાં 21, પોરબંદર જિલ્લામાં 9 પોઝિટિવ કેસ નોંધાયા હતા.

રાજ્યના પહેલા કોરોના પોઝિટિવ દર્દી અને તબીબે પ્લાઝમા ડોનેટ કર્યું
રાજ્યમાં પહેલો કોરોનાનો કેસ નોંધાયો હતો તે નદીમે આજે પ્લાઝમા ડોનેટ કર્યું છે. તેમજ ગોકુલ હોસ્પિટલના ન્યૂરોસર્જન ડો.જીગરસિંહ જાડેજાએ આજે પ્લાઝમા ડોનેટ કર્યું છે. તેઓએ જણાવ્યું હતું કે, આજથી બે મહિના પહેલા કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. મેં સિવિલ હોસ્પિટલમાં 10 દિવસ સુધી સારવાર લીધી હતી. બાદમાં નેગેટિવ રિપોર્ટ આવતા મને રજા આપવામાં આવી હતી. સિવિલ હોસ્પિટલના તબીબ મિત્રનો ફોન આવ્યો કે કોરોના પોઝિટિવની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે તો તમે પ્લાઝમા ડોનેટ કરો. ત્યારે મેં અને મારા મિત્ર માકડિયાએ આજે પ્લાઝમા ડોનેટ કર્યું છે. અમારી હોસ્પિટલ સ્ટાફ પણ આવતીકાલે પ્લાઝમા ડોનેટ કરશે. આ ઉપરાંત રાજકોટમાં પહેલું પ્લાઝમા ડોનેટ બોલબાલા ટ્રસ્ટના જયેશ ઉપાધ્યાયે કર્યું હતું.

રાજકોટમાં કોરોનાથી મોત
ક્રમનામઉં.વ.સ્થળ
1હાજીભાઈ ઈસ્માઈલભાઈ પરમાર70રાજકોટ
2માલુબેન રઘુભાઈ56રાજકોટ
3જયાબેન નાનજીભાઈ પરમાર55રાજકોટ
4રામભાઈ રાઘવજીભાઈ કાપડીયા81રાજકોટ
5મનિષભાઈ ગુલાલભાઈ સવાણી40રાજકોટ
6હિતેષભાઈ પ્રભાશંકરભાઈ ઉપાધ્યાય70જેતલસર
7સતારભાઈ ઈસ્માઈલભાઈ બેલીમ70જેતલસર
8ગોમતીબેન પરષોતમભાઈ જાદવ50ધ્રાંગધ્રા
9દુધીબેન દેવશીભાઈ ગજેરા75જામકંડોરણા

શહેરમાં 20 સંજીવની રથ ચલાવવા સુધીનું આયોજન કર્યું
મહાનગરપાલિકાએ શહેરમાં એસિમ્ટોમેટિક કોરોના પોઝિટિવ દર્દીને ઘરે રહી સારવાર લેવી હોય તો તે માટે સંજીવની રથ શરૂ કર્યો છે. હોમ આઇસોલેશન માટે મનપા પાસે હાલ એક સંજીવની રથ છે અને 67 દર્દી તેનો લાભ લઇ રહ્યા છે. સંજીવની રથમાં ડોક્ટર, પેરામેડિકલ સ્ટાફ, બી.પી., પલ્સ ઓક્સિમીટર સહિતની સાધન સામગ્રી, દવા હોય છે. હવે દર્દીની સંખ્યા વધતા મનપા શુક્રવારથી બીજો સંજીવની રથ શરૂ કરવા જઇ રહ્યું છે. ત્યાર બાદ જેમ જેમ જરૂર પડશે તેમ સંજીવની રથની સંખ્યામાં વધારો કરવામાં આવશે. મનપાએ શહેરમાં 20 સંજીવની રથ ચલાવવા સુધીનું આયોજન કરી લીધું છે અને તેના માટે જરૂરી સ્ટાફની ભરતી પણ કરી રહ્યું છે.

આરોગ્ય વિભાગે કોન્ટેક્ટ ટ્રેસિંગની કામગીરી હાથ ધરી
આરોગ્ય વિભાગની ટીમે કોરોના દર્દીના સંપર્કમાં આવેલા લોકોને ક્વોરન્ટીન કરવાની અને કોન્ટેકટ ટ્રેસીંગની કામગીરી હાથ ધરી છે. આ સાથે જ કોરોના પોઝિટિવ આવેલા વિસ્તારને સેનિટાઈઝ કરવાની કાર્યવાહી કરવામાં આવી રહ્યાં છે.