તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના સૌરાષ્ટ્ર LIVE:રાજકોટમાં 24 કલાકમાં 6ના મોત, 38 કેસ પોઝિટિવ, કુલ કેસની કેસની સંખ્યા 11 હજાર 450ને પાર, 815 દર્દી સારવાર હેઠળ

રાજકોટ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાજકોટમાં શનિવારે 67 દર્દીને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો

રાજકોટ શહેરમાં રવિવારે રજાના દિવસે કોરોનાના કેસનો એકદમથી ઉછાળો આવ્યો છે. શનિવારે 145 નવા કેસ નોંધાયા હતા અને બીજા દિવસે 164 કેસ આવ્યા છે. બીજી તરફ છેલ્લા સપ્તાહમા મૃતાંક ખૂબ વધ્યો હતો પણ રવિવારે સવારની સ્થિતિએ છેલ્લા 24 કલાકમાં 3નાં મોત નીપજ્યા છે.

રાજકોટમાં કોરોના કેસ જાહેર કરવા ઉપરાંત હવે એક્ટિવ કેસની સંખ્યામાં પણ ભારે વિસંગતતાઓ જોવા મળી રહી છે. રાજકોટ જિલ્લા પંચાયત અને રાજકોટ મહાનગરપાલિકાએ જાહેર કરેલા રવિવાર સુધીના એક્ટિવ કેસનો સરવાળો 1214 થાય છે. જ્યારે રાજ્યના આરોગ્ય વિભાગના કોવિડ ટ્રેકરમાં શનિવારે જ એક્ટિવ કેસનો આંક 1550 બતાવાયો છે. આ બંને આંકડા વચ્ચે 300 કેસનું અંતર છે તેથી સાચો આંક ક્યો છે તે મુદ્દે ફરી પ્રશ્ન સર્જાયો છે.

એક્ટિવ કેસની સંખ્યા ઉપરાંત હોસ્પિટલાઈઝેશનમાં વધારો થઈ રહ્યો છે. રાજકોટમાં હવે 1856 કોવિડ બેડ ખાલી છે. વહીવટી તંત્રે સિવિલ હોસ્પિટલ પર વધુ ભારણ આવે તે પહેલા ફરીથી કિડની હોસ્પિટલનું કોવિડ હેલ્થ સેન્ટર શરૂ કરવાનું આયોજન કર્યું છે અને સોમવારે કાર્યરત થઈ જાય તેવી શક્યતા છે.

રાજકોટમાં કોવિડની ક્ષમતા વાળા 1866 બેડ ખાલી છે
રાજકોટમાં કેસની સંખ્યા ભલે સતત સ્થિર રહે પણ હોસ્પિટલમાં કોવિડ બેડની સંખ્યા ઘટી રહી છે. રાજકોટમાં 2600 કોવિડની ક્ષમતા છે જેમાંથી 1900 બેડ શુક્રવાર સુધી ખાલી હતા અને શનિવારની સ્થિતિએ 1866 ખાલી છે એટલે કે બેડની સંખ્યા સતત ઘટતી જાય છે. જે હોસ્પિટલમાં દર્દીઓ વધી રહ્યા હોવાનો સ્પષ્ટ નિર્દેશ કરે છે. બીજી તરફ તંત્રના સત્તાવાર ચોપડે 1203 દર્દી સારવારમાં હોવાનું નોંધાયું છે. હાલ કોવિડ હોસ્પિટલોમાં પણ ખાલી બેડની સંખ્યા વધી રહી છે. જેમાં અત્યારે 1866 જેટલા બેડ ખાલી જોવા મળે છે. તંત્ર આ તમામ મુદ્દાઓને ધ્યાને લઈ રહ્યું છે.

આ પણ વાંચો- રાજકોટમાં CM વિજય રૂપાણીએ કહ્યું- વેક્સિનના આગમનની તૈયારીઓ ચાલી રહી છે

ગુજરાતમાં 4 તબક્કામાં વેક્સિન આપવામાં આવશે
દેશમાં વેક્સિન ઝડપથી આવી રહી છે તેવા સંકેત મળી રહ્યા છે. ત્યારે ગુજરાતમાં કોલ્ડ ચેઈન તેમજ લાભાર્થીઓની યાદી બનાવાઈ છે. રાજકોટમાં ખાનગી કાર્યક્રમમાં આવેલા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતમાં ચાર તબક્કામાં રસી અપાશે તેવી મહત્ત્વની જાહેરાત કરી છે.વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે ‘વડાપ્રધાન થોડા જ સપ્તાહોમાં વેક્સિન લાવવા માટે સતત પ્રયત્નશીલ છે ગુજરાતે વેક્સિન માટે પૂરી તૈયારી કરી લીધી છે. સ્ટોરેજ ફેસિલિટી હોય કે કોલ્ડ ચેઈન બધું જ તૈયાર છે. જેને વેક્સિન આપવાની છે તેનો પણ ડેટા છે. આ વેક્સિન ચાર તબક્કામાં અપાશે. સૌથી પહેલા હેલ્થ વર્કર જેવા કે ડોક્ટર અને નર્સિંગ સ્ટાફને અપાશે.

રાજકોટ સિવિલ કોવિડ હોસ્પિટલમાં ચોથા માળે આગ લાગી, બાદમાં મોકડ્રિલ જાહેર કરાઈ
રાજકોટમાં 9 દિવસ પહેલા ખાનગી કોવિડ હોસ્પિટલમાં આગથી 6 દર્દીના મોત થયા હતા. જે પછી તંત્ર સતત કોવિડ હોસ્પિટલોમાં ફાયર સેફ્ટી સહિતનું ચેકિંગ કરી રહી છે. ત્યારે આજે સવારે સિવિલ હોસ્પિટલના કોવિડ સેન્ટરના ચોથા માળે આગ ભભૂકી ઉઠતાં દોડધામ મચી ગઇ હતી. પોલીસ અધિકારીઓ અને ફાયર બ્રિગેડની ટીમો દોડી ગઈ હતી. જો કે અધિકારીઓ સ્થળ પર પહોંચે તે પહેલાં સિક્યુરિટી અને સ્થાનિક સ્ટાફે બચાવ કામગીરી શરૂ કરી હતી. જો કે અંતે આ મોકડ્રિલ હોવાનું જાહેર થયું હતું.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

વધુ વાંચો