તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના સૌરાષ્ટ્ર LIVE:રાજકોટમાં 101 કેસ, 24 કલાકમાં 3ના મોત, ફાયર સેફ્ટીના અપુરતા સાધનોને લઈ 34 હોસ્પિટલને નોટિસ

રાજકોટ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાજકોટમાં શુક્રવારે 82 દર્દીને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો

રાજકોટમાં આજે બપોર સુધીમાં 35 કેસ નોંધાયા છે. 24 કલાકમાં 6 લોકોના કોરોનાથી મોત થયા છે. જ્યારે કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 11 હજાર 400ને પાર પહોંચી છે. જ્યારે રાજકોટની અલગ અલગ હોસ્પિટલમાં 815 દર્દી સારવાર હેઠળ છે. રાજકોટમાં શનિવારે 67 દર્દી કોરોના મુક્ત થતા ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા માટે રાજકોટ મનપાની આરોગ્ય ટીમ દ્વારા ઠેર-ઠેર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે.રાજકોટમાં ફાયર સેફ્ટીના અપુરતા સાધનોને લઈને ફાયર વિભાગે 34 હોસ્પિટલને નોટિસ ફટકારી છે.

રાજકોટની હોસ્પિટલને નોટિસ ફટકારી તેનું લિસ્ટ
રાજકોટની હોસ્પિટલને નોટિસ ફટકારી તેનું લિસ્ટ

રાજકોટમાં ફાયર સેફ્ટીના અપુરતા સાધનોને લઈ 34 હોસ્પિટલને નોટિસ
શહેરની ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલના અગ્નિકાંડ બાદ ફાયર એન્ડ ઈમરજન્સી વિભાગ દ્વારા હોસ્પિટલો સહિતના સ્થળોએ ફાયર સેફટી અંગે ચેકિંગ કરી નાની-મોટી ક્ષતિઓ અંગે નોટિસ આપવાનું શરૂ કર્યુ છે. જેમાં આજે ખુદ સરકારી તંત્રની નાના મોવા સર્કલ પાસે આવેલ અર્બન હેલ્થ સોસાયટીને પણ નોટીસ અપાઈ હતી. આજે વધુ 34 હોસ્પિટલને નોટિસ પાઠવવામાં આવી છે.

2600 કોવિડ બેડમાંથી 1900 ખાલી છે
રાજકોટમાં હોસ્પિટલાઈઝેશન તેમજ મોતના આંકડા જોતા શહેરમાં સ્થિતિ ગંભીર જણાય છે. છેલ્લા 5 જ દિવસમાં 38 દર્દીઓનાં મોત નીપજ્યાં છે. રાજકોટમાં હાલ 2600 કોવિડ બેડમાંથી 1900 ખાલી છે એટલે કે 600 દર્દી હજુ પણ દાખલ છે. આ ઉપરાંત કોવિડ કેર સેન્ટર તેમજ હોમ આઈસોલેશનનો આંકડો તેના કરતા પણ વધારે છે.

આ પણ વાંચો- સૌરાષ્ટ્રના 8 જિલ્લા અને 3 મહાનગરપાલિકામાં કોવિડની વેક્સિન આપવા માટે માસ્ટર પ્લાન તૈયાર

હોટલ-રેસ્ટોરન્ટમાં આરોગ્ય વિભાગનું ચેકિંગ
રાજકોટમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 11 હજારને પાર પહોંચી જતા ઠેર ઠેર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. સંક્રમણ અટકાવવા હોટલ-રેસ્ટોરન્ટમાં અને શહેરના એન્ટ્રી પોઈન્ટ પર ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. આ સાથે જ રાત્રિના સઘન કાર્યવાહી કરવામાં આવી રહી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

વધુ વાંચો