તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના સૌરાષ્ટ્ર LIVE:રાજકોટમાં સાંજ સુધીમાં 18 કેસ નોંધાયા, 24 કલાકમાં 1નું મોત, આજે 19 સ્થળ પર બપોર સુધીમાં 473 ફ્રન્ટલાઇન વોરિયર્સને વેક્સિન આપવામાં આવી

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર. - Divya Bhaskar
ફાઇલ તસવીર.
  • રાજકોટમાં બુધવારે 33 દર્દી કોરોનામુક્ત થતા ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો

રાજકોટમાં સાંજ સુધીમાં 18 કેસ નોંધાયા છે. કુલ કેસની સંખ્યા 15367 પર પહોંચી છે. રાજકોટમાં 24 કલાકમાં કોરોનાથી એક દર્દીનું મોત નીપજ્યું છે. શહેરમાં અલગ અલગ હોસ્પિટલમાં 142 દર્દી સારવાર હેઠળ છે. બુધવારે 33 દર્દી કોરોનામુક્ત થતા ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. રાજકોટ જિલ્લામાં 51 માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોન છે. જેમાં ગોંડલના પાટીદડ, કુવાડવા, જસદણમાં હરિદર્શન, ઉપલેટા, જેતપુરમાં રાધેશ્યામનગર, પડધરીના ખજુરડીને માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાં રાખવામાં આવ્યા છે. આજ દિવસ સુધીમાં કુલ 5,72,255 નાગરિકોના ટેસ્ટ કરાયા છે. જેમાં પોઝિટિવિટી રેટ 2.68 ટકા રહ્યો છે. શહેરમાં આજે બપોર સુધીમાં 19 સ્થળ પર 225 ફ્રન્ટલાઇન કોરોના વોરિયર્સને વેક્સિન આપવામાં આવી છે.

બુધવારે 12 સ્થળ પર 473 ફ્રન્ટલાઇન વોરિયર્સને વેક્સિન આપવામાં આવી
રાજકોટ શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસમાં ઘટાડો થઇ રહ્યો છે. બુધવારે શહેર અને જિલ્લામાં 41 કેસ નોંધાયા હતા. હોસ્પિટલમાં ફરી ગઇકાલે બુધવારે શૂન્ય મોત નોંધાયું છે. બીજી તરફ આરોગ્ય વિભાગ અને ફ્રન્ટલાઇન કોરોના વોરિયર્સને વેક્સિન આપવામાં આવે છે તેમાં 19 સ્થળ પર 473 કર્મચારીને વેક્સિન આપવામાં આવી હતી. રાજકોટ જિલ્લામાં દૈનિક કોરોના પોઝિટિવની સીંગલ ડિઝીટમાં એટલે કે બુધવારે જિલ્લામાં 8 કેસ નોંધાયા હતા, પરંતુ માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાં ઘટાડો થતો નથી.

રાજકોટમાં કાર્યરત કોરોના ટેસ્ટિગ બંધ કરાયા
હાલ કોરોનાના કેસમાં ઘટાડો થયો છે જેના કારણે જાહેર સ્થળો પર રહેલા કોરોના ટેસ્ટિંગ બૂથ પર કોઇ નાગરિક ટેસ્ટ કરાવવા જતું નથી. જેના પગલે રાજકોટ મહાપાલિકાએ રાજકોટ શહેરમાં સાત સ્થળ પર કોરોના ટેસ્ટિંગ બૂથ કાર્યરત હતા તે બંધ કરવાનું નક્કી કર્યું છે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

વધુ વાંચો