તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના સૌરાષ્ટ્ર LIVE:રાજકોટમાં 93 કેસ નોંધાયા, 24 કલાકમાં 12ના મોત, 5 કોવિડ હોસ્પિટલ પાસે કેન્ટીનમાં ફૂડ લાઈસન્સ ન હોવાથી નોટિસ ફટકારી, ભાવનગરમાં 25 કેસ નોંધાયા

રાજકોટ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાજકોટમાં ગુરૂવારે 91 દર્દીને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો
  • ગોંડલમાં માસ્ક વગર બહાર નીકળતા લોકોનો રેપિટ ટેસ્ટ કરાશે

રાજકોટમાં આજે સાંજ સુધીમાં 93 કેસ નોંધાયા છે. 24 કલાકમાં 12 દર્દીના કોરોનાથી મોત થયા છે. જ્યારે કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 11,315 પર પહોંચી છે. જ્યારે રાજકોટની અલગ અલગ હોસ્પિટલમાં 781 દર્દી સારવાર હેઠળ છે. રાજકોટમાં ગુરુવારે 91 દર્દી કોરોના મુક્ત થતા ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. કોરોના સંક્રમણ અટકાવવા હોટલ-રેસ્ટોરન્ટમાં આરોગ્ય વિભાગ ચેકિંગ કરશે. આ સાથે જ સુપર સ્પ્રેડરના કોરોના ટેસ્ટ કરવામાં આવશે. ગોંડલમાં માસ્ક વગર જોવા મળતા લોકોનો ફરજીયાત રેપિડ ટેસ્ટ કરવામાં આવશે. ભાવનગર જિલ્લામાં આજે નવા 25 પોઝિટિવ કેસ અને 17 દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે..

કોવિડ-19 ગાઈડલાઈન અંગે ફૂડ વિભાગ દ્વારા હોસ્‍પિટલમા કેન્‍ટીન ચેકિંગ ઝુંબેશ
કોરોના વાયરસની પરિસ્થિતિની રોગચાળા અટકાયત માટે સરકારની ગાઈડલાઈન મુજબ રાજકોટ મહાનગરપાલિકા ફૂડ વિભાગની ટીમ દ્વારા રાજકોટ શહેરમાં જુદા-જુદા વિસ્‍તારમા આવેલી હોસ્‍પિટલમા આવેલી કેન્‍ટીનની ચકાસણી ઝુંબેશ હાથ ધરી હતી. જેમા પી.ડી.યુ. હોસ્‍પિટલ, પરમ હોસ્‍પિટલ, સ્‍ટાર સીનર્જી હોસ્‍પિટલ, શ્રેયાંશ હોસ્‍પિટલ, જયનાથ હોસ્‍પિટલ, ઓરેન્‍જ હોસ્‍પિટલ (ઓલમ્‍પસ), આયુશ હોસ્‍પિટલ, સત્‍કાર હોસ્‍પિટલ, શાંતિ હોસ્‍પિટલ (સુરભી હોટલ), દોશી હોસ્‍પિટલ, નીલકંઠ હોસ્‍પિટલ (લોન્‍જ બોય્‍ઝ હોસ્‍ટેલ), હોપ કોવિડ હોસ્‍પિટલ, ક્રિષ્‍ના હોસ્‍પિટલ, રત્‍નદીપ કોવિડ હોસ્‍પીટલ ખાતે કેન્‍ટીનમા સ્‍વચ્‍છતા તથા કોવિડ ગાઇડલાઈન્‍સનું પાલન કરવા જરૂરી સુચના આપી હતી. ચકાસણી કરેલી હોસ્‍પિટલ પૈકી આશાપુરા રોડ પર પરમ હોસ્‍પિટલ, ભક્તિનગર સર્કલ પાસે જયનાથ હોસ્‍પિટલ, રજપુતપરા ચોક પાસે ઓરેન્‍જ હોસ્‍પિટલ, કાલાવડ રોડ પર નીલકંઠ હોસ્‍પિટલ અને રાષ્‍ટ્રીય શાળા સામે રત્‍નદીપ હોસ્‍પિટલના ફૂડ સપ્‍લાયસર પાસે લાયસન્‍સ નહીં હોવાથી નોટિસ આપવામાં આવી હતી.

ભાવનગરમાં બેકરીમાં કામ કરતા 20 કર્મચારીઓ માસ્ક વગર જોવા મળતા રેપિડ ટેસ્ટ કરાયો
ભાવનગરમાં મહાનગરપાલિકાની ટીમ ચિત્રા GIDCમાં આવેલી એ વન બેકરીમાં તપાસ અર્થે પહોંચી હતી. અહીં 20થી વધુ કર્મચારીનો સ્ટાફ માસ્ક વગર ઝડપાયો હતો. આથી સ્થળ પર તમામનો રેપિડ ટેસ્ટ કરવામાં આવ્યો હતો. એ વન બેકરીમાં 50 લોકોનો સ્ટાફ હોવાનું જાણવા મળ્યું છે. જેમાંથી 20થી વધુ કર્મચારી માસ્ક વગર જોવા મળ્યા હતા. તમામનો રેપિડ ટેસ્ટ થયા બાદ દંડનાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી.

ગોંડલ શહેર-તાલુકાના લોકો જો માસ્ક વગર બહાર નીકળ્યા તો સરકારી તંત્ર કોરોના રેપીડ ટેસ્ટ કરશે
ગોંડલ સબ ડિવિઝનમાં સમાવિષ્ટ થતા ગોંડલ તાલુકાનાં શહેરી વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તારનાં લોકો માસ્ક પહેર્યા વિના બહાર નીકળે છે અને સરકાર દ્વારા કોવીડ-19ની ગાઈડલાઈન પાલન કરતા નથી તેવા તમામ લોકો, તેઓનાં ઘરમાંથી બહાર નીકળતી વખતે બિનચૂક રીતે માસ્ક પહેરે તથા સરકાર દ્વારા કોવીડ–19નાં સંક્રમણને અટકાવવા બાબતે નિયત કરાયેલ ગાઈડલાઈનનું સંપૂર્ણ રીતે બિનચૂક પાલન કરે અન્યથા તાલુકા વહીવટીતંત્રની નિયત કરવામાં આવેલ ટીમ દ્વારા માસ્ક પહેર્યા વિના ફરતા લોકોના આરોગ્ય વિભાગની ચકાસણી ટીમ દ્વારા ફરજીયાત રીતે કોરોના રેપિડ ટેસ્ટ કરવામાં આવશે.

રાજકોટ સહિત જિલ્લામાં પોઝિટિવ કેસની સંખ્યા 16,600ને પાર પહોંચી
રાજકોટ સહિત જિલ્લામાં કુલ કેસ 16672 થયા છે. રાજકોટમાં બે દિવસ સુધી રોજના 10 મોત બાદ ગુરુવારે 6નાં મોત નોંધાયા હતાં. મનપાની આરોગ્ય શાખાએ સુપર સ્પ્રેડરને શોધીને ચેપ અટકાવવાના ભાગરૂપે ફેરિયાઓ અને વધુ લોકો આવતા હોય તેવા ધંધાર્થીઓના સ્ક્રીનિંગ શરૂ કર્યા છે. ગુરુવારે ચંદ્રેશનગર, એસ. કે. ચોક અને ગુરુપ્રસાદ ચોકના હોકર ઝોનમાં સ્ક્રીનિંગ અને ટેસ્ટ કરાયા હતા. ચંદ્રેશનગરમાં 116ના ટેસ્ટ કરાતા 1, જ્યારે એસ. કે. ચોકમાં 114ના ટેસ્ટ કરાતા 2 પોઝિટિવ નીકળ્યા હતા. ગુરુપ્રસાદ ચોકમાં 35ના ટેસ્ટ કરાયા પણ કોઈ પોઝિટિવ કેસ આવ્યા ન હતા. આ રીતે કુલ 300નું સ્ક્રીનિંગ અને 243ના ટેસ્ટ કરાતા 3 પોઝિટિવ મળ્યા હતા.

આ પણ વાંચો- રાજકોટમાં સુપર સ્પ્રેડર 243 શાકભાજીવાળાનો કોરોના ટેસ્ટ, 3નો રિપોર્ટ પોઝિટિવ

હોટલ-રેસ્ટોરન્ટમાં આરોગ્ય વિભાગનું ચેકિંગ
રાજકોટમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 11 હજારને પાર પહોંચી જતા ઠેર ઠેર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. સંક્રમણ અટકાવવા હોટલ-રેસ્ટોરન્ટમાં અને શહેરના એન્ટ્રી પોઈન્ટ પર ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. આ સાથે જ રાત્રિના સઘન કાર્યવાહી કરવામાં આવી રહી છે.

જામનગરની ગુરૂ ગોવિંદસિંહજી સરકારી હોસ્પિટલના 88 નર્સોએ કોરોનાને હરાવ્યો
જામનગરની ગુરૂ ગોવિંદસિંહજી સરકારી હોસ્પિટલમાં કોરોનાની સરવાર કરતી નર્સો પૈકીનો 88 નર્સિંગ સ્ટાફ કોરોના પોઝિટિવ આવ્યો હતો. જે તમામે કોરોનાને હરાવીને ફરી કોરોનાગ્રસ્ત દર્દીઓના સારવારમાં લાગી ગયા છે. આ 88 નર્સ સ્ટાફ પૈકી ગુરૂ ગોવિંદસિંહજી સરકારી હોસ્પિટલમાં કોવિડ હોસ્પિટલમાં 23 નર્સિંગ સ્ટાફે સારવાર લઇને કોરોના મુકત બન્યા હતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

વધુ વાંચો