તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

કોરોના સૌરાષ્ટ્ર LIVE:રાજકોટમાં એક જ દિવસમાં રેકોર્ડબ્રેક 114ને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા, 88 નવા પોઝિટિવ, 11 દર્દીનાં મોત

રાજકોટ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સૌરાષ્ટ્રમાં કોરોનાના કેસની સાથે મૃત્યુઆંક પણ વધ્યો
  • મૃતકોમાં 9 રાજકોટના, 337 લોકોએ સારવાર માટે ઘર પસંદ કર્યું
  • 12 ફેરિયાઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો

રાજકોટમાં કેસોની ભરમાર વચ્ચે પ્રથમ વખત એકસાથે 114 લોકોને એક જ દિવસમાં ડિસ્ચાર્જ કરાયા હોય તેવું બન્યું છે. જે રીતે કેસો વધ્યા છે તે રીતે ડિસ્ચાર્જની સંખ્યા પણ વધી શકે છે તેવી આશા બંધાઈ છે. બીજી તરફ 337 દર્દી હોમ આઈસોલેશનમાં રહીને કોરોના સામે જંગ લડી રહ્યા છે. રાજકોટમાંથી મંગળવારે કુલ 120ને ડિસ્ચાર્જ કરાયા છે જેમાં 6 અન્ય જિલ્લા અને 114 રાજકોટના છે. હજુ સુધી રાજકોટમાં એક જ દિવસનો કોરોના પોઝિટિવનો આંક 100ને વટ્યો નથી પણ પ્રથમ વખત 100 કરતા વધુ લોકોને ડિસ્ચાર્જ કરાયા છે. રાજકોટમાં 88 પોઝિટિવ આવ્યા છે જેમાંથી શહેરના 61, જ્યારે ગ્રામ્ય વિસ્તારના 27 છે. આ ઉપરાંત 11નાં મોત નીપજ્યા છે જેમાંથી 2 અન્ય જિલ્લાના છે, રાજકોટ શહેરના 5, જ્યારે 4 ગ્રામ્યના છે. આ સાથે રાજકોટમાં કુલ પોઝિટિવનો આંક 2180 થયો છે.

કેદીઓ માટે અલગ વોર્ડ બનાવવા નિર્ણય
રાજકોટની સિવિલ હોસ્પિટલમાં કોરોનાની સારવાર માટે દાખલ કરાયેલા કેદીઓ ભાગી જવાના કિસ્સા વધી રહ્યા છે, આ મુદ્ે જેલ અધિક્ષક બન્નો જોશી મંગળવારે કલેક્ટર રેમ્યા મોહનને મળ્યા હતા. જેથી કેદી માટે અલગ વોર્ડની વ્યવસ્થા ગોઠવવા તંત્રે નિર્ણય કર્યો છે. અલગ વોર્ડ ક્યાં બનાવવો તે અંગે બુધવાર સુધીમાં નિર્ણય થઇ જશે. - પરિમલ પંડ્યા, અધિક કલેક્ટર

કેસ વધતા તંત્ર વધુ એલર્ટ

  • દોશી, વોકહાર્ટ, જલારામ અને ગોકુલ હોસ્પિટલને 50 ટકા બેડ અનામત રાખવા કલેકટરની સૂચના
  • કામદાર વીમા યોજનાની હોસ્પિટલમાં કોવિડ કેર સેન્ટર બનાવાશે, 40 બેડની સુવિધા
  • જીઆઇસીસી સિવિલ હોસ્પિટલને ચાર મિનિ એમ્બ્યુલન્સ આપશે
  • ગોંડલ-જેતપુરમાં 48-48 બેડ અને ધોરાજીમાં 20 બેડની સુવિધા હોસ્પિટલમાં ગોઠવાઇ રહી છે.

6 જિલ્લામાં 94 કેસ, 9 મોત
જામનગર શહેર-જિલ્લામાં મંગળવારે કોરોનાના વધુ 21 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે મોરબીમાં સાત કેસ પોઝિટિવ આવ્યા હતા અને જિલ્લામાં ચાર દર્દીના મોત થયા હતા. જૂનાગઢ જિલ્લામાં 31 કેસ અને 4 મોત, ગિરસોમનાથ જિલ્લામાં 16 કેસ, એક મોત, અમરેલીમાં 18 કેસ અને પોરબંદર જિલ્લામાં 1 કેસ પોઝિટિવ નોંધાયો હતો.

ગોંડલમાં 18 કેસ નોંધાયા
ગોંડલમાં કોરોના બ્લાસ્ટ થયો હોય તેમ આજે એક દિવસમાં વધુ 18 કેસ નોંધાયા છે. ગોંડલ શહેર તેમજ ગ્રામ્યમાં અત્યાર સુધીનો આંકડો 200ને પાર થઈ ગયો છે. ગોંડલ શહેર તેમજ ગ્રામ્યમાં વધુ 18 પોઝિટિવ કેસ નોંધાયા છે. ગોંડલ શહેરમાં નારાયણ નગર, ભોજરાજપરા, સ્ટેશન પ્લોટ, આશાપુરા સોસાયટી, ખોડિયારનગર સહિતના અલગ અલગ વિસ્તારમાં પોઝિટિવ કેસ નોંધાયા છે. ગ્રામ્યમાં વસાવડ ગામમાં કોરોનાનો 1 પોઝિટિવ કેસ નોંધાયો છે. તંત્ર દ્વારા દર્દીના સંપર્કમાં આવેલા લોકોને કવોરન્ટીન કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

​​​​​​રાજકોટ જિલ્લામાં રોજના 450 ટેસ્ટ કરાઈ છેઃ જિલ્લા વિકાસ અધિકારી
રાજકોટ જિલ્લામાં કોરોના કેસ વધતા જિલ્લા વિકાસ અધિકારીએ જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લામાં ગોંડલ, ધોરાજી સહિતના તાલુકાઓમાં કેસ વધી રહ્યા છે અત્યાર સુધીમાં 700 કેસ થયા છે. જેમાંથી 200 કેસ એક્ટિવ છે. મુખ્યમંત્રીના આદેશ બાદ ટેસ્ટ વધારવામાં આવ્યા છે. પહેલા 200 કરવામાં આવતા હતા અને હવે 450 ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. વેપારીઓ અને ફેરિયાઓનું મેડિકલ ચેકઅપ કરવામાં આવી રહ્યું છે. રાજ્યમાં પ્રથમવાર રાજકોટ જિલ્લામાં ચા વેચનારા લોકોને ઉકાળો બનાવવાની તાલીમ આપવામાં આવી છે.

રાજકોટ કોંગ્રેસે પોલીસ કમિશનરને રજૂઆત કરી
રાજકોટમાં કોરોના પોઝિટિવ કેસના નામની યાદી જાહેર ન કરાતા કોંગ્રેસ આજે રાજકોટ શહેર પોલીસ કમિશનર પાસે રજૂઆત કરવા પહોંચ્યા હતા. કોંગ્રેસે એક અઠવાડિયા સુધી ધરણાંની મંજૂરી પોલીસ પાસે માગી હતી પરંતુ પોલીસે મંજૂરી ન આપતા કોંગ્રેસના કોર્પોરેટરો પોલીસ કમિશનર પાસે પહોંચ્યા હતા. કોંગ્રેસના આગેવાનોએ મીડિયા સાતે વાતચીત કરતા જણાવ્યું હતું કે, અમે ચોક્કસતી આવતીકાલીત ધરણાં કરીશું.

રાજકોટ મનપા કમિશનરે સમીક્ષા બેઠક યોજી
શહેરમાં કોરોના સંક્રમણ રોકવા માટે રાજકોટ મહાનગરપાલિકા અને ખાસ વોર્ડ પ્રભારી અને આરોગ્ય શાખાના તમામ સ્ટાફ દ્વારા અવિરત કામગીરી થઈ રહી છે. જેના ભાગરૂપે આજે મહાનગરપાલિકાની સેન્ટ્રલ ઝોન કચેરી, કોન્ફરન્સ હોલમાં સવારે 8 વાગ્યે તમામ વોર્ડના વોર્ડ પ્રભારી, આરોગ્ય અધિકારી લલિત વાંજા, નાયબ આરોગ્ય અધિકારીઓ ડો. પંકજ રાઠોડ, ડો. ચુનારા, ડો. હાર્દિક મહેતા અને RCHO ડો. ભૂમિ કમાણી તેમજ શહેરના તમામ હેલ્થ સેન્ટરોના મેડિકલ ઓફિસરો સાથે બેઠક યોજી મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલે વોર્ડ વાઈઝ તેમજ હેલ્થ સેન્ટર વાઈઝ થઇ રહેલી કામગીરીની સમીક્ષા કરી હતી.

રાજકોટમાં કોરોનાથી મોત
ક્રમનામઉં.વ.સ્થળ
1બાનુબેન ઈશાભાઈ ભાડુલા60રાજકોટ
2રશ્મિકાંત બારભાયા65રાજકોટ
3છેલાભાઈ વજુભાઈ પરમાર61રાજકોટ
4અશોકભાઈ નાનજીભાઈ સારીયા31રાજકોટ
5રાહિમાબેન ગનીભાઈ પરમાર65પડધરી
6દિલીપભાઈ ચંદ્રકાંતભાઈ દવે60સુરેન્દ્રનગર
7શૈલેષભાઈ જાદવભાઈ38ટંકારા
8હમીદાબેન કાસમભાઈ હાડા60ગોંડલ
9વિજયાબેન જેન્તીભાઈ કામરિયા49પડધરી
10કાથડભાઈ ધાંધલ60થાનગઢ

પોઝિટિવ કેસોના નામ જાહેર કરવા મુદ્દે કાલે સાગઠિયા ઉપવાસ કરશે
પોઝિટિવ આવેલા દર્દીઓના નામ જાહેર કરવાનું બંધ થતાં વિરોધપક્ષના નેતાએ નામ જાહેર કરવા માંગ કરી છે. ત્યારે ઉપવાસ આંદોલન કરવા માટે આજે વિપક્ષ નેતા વશરામ સાગઠિયાએ પોલીસ મંજુરી માંગી હતી. પરંતુ પોલીસે મંજુરી આપી નથી. તેમ છતાં આવતીકાલે વશરામ સાગઠિયા ઉપવાસ આંદોલન કરશે.

રાજકોટમાં 925 દર્દી સારવાર હેઠળ
રાજકોટ શહેર અને ગ્રામ્યના કુલ કેસ 2093 કેસ અત્યાર સુધીમાં નોંધાયા છે. રાજકોટ શહેરમાં જે નવા કેસ આવી રહ્યા છે ફક્ત તે વિસ્તારોના નામ જ જાહેર કરવામાં આવતા હતા જો કે બે દિવસથી તે પણ બંધ કરી દેવાયું છે. સોમવારે શહેરી વિસ્તારમાંથી 70 કેસ આવ્યા પણ ક્યા વિસ્તારમાંથી આવ્યા તે જાહેર કરાયું નથી. બીજી તરફ રાજકોટમાં હાલ 925 દર્દી સારવાર હેઠળ છે જેમાંથી મોટાભાગના લોકો હોમ આઈસોલેશનમાં છે, જ્યારે બાકીના કોવિડ કેર સેન્ટર અને હોસ્પિટલમાં છે. અન્ય જિલ્લાના દર્દીઓ સહિત 498 હોસ્પિટલાઈઝ છે જેમાંથી 45ની હાલત ગંભીર હોવાથી વેન્ટિલેટર પર મુકાયા છે. રાજકોટ જિલ્લાના 1037 ફેરિયાનું સ્ક્રિનિંગ કરાયું હતું જેમાંથી 76 શંકાસ્પદ જણાતાં તેમના રેપિડ ટેસ્ટ કરાતા એક પોઝિટિવ કેસ આવ્યો હતો.

અલગ અલગ વિસ્તારમાં ફેરિયાઓ માટે મેડિકલ કેમ્પ યોજાયો
કોરોનાનો સંક્રમણ અટકાવવા મનપાએ શાકભાજી વેચતા લોકો માટે રૈયાધાર વિસ્તારમાં મેડિકલ કેમ્પનું આયોજન કર્યું હતું. આ દરમિયાન કુલ 152 લોકોનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું. જ્યારે અમુક ફેરિયાઓમાં કોરોનાના લક્ષણો જણાતા 36 લોકોના ટેસ્ટ કરાયા હતાં. જેમાંથી એક પણ કેસ પોઝિટિવ મળેલ નથી.આ સાથે જ તમામ ફેરિયાઓને હેલ્થ કાર્ડ ઇશ્યુ કરવામાં આવ્યા હતા. જ્યારે જ્યુબિલી શાક માર્કેટ ખાતેના કેમ્પમાં કુલ 286 લોકોનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું .જ્યારે 212 લોકોના ટેસ્ટ કરાયા હતાં. જેમાંથી 11 કેસ પોઝિટિવ આવતા સારવાર માટે ખસેડવામાં આવ્યાં હતાં. લલુડી વોંકળી (કેનાલ રોડ) ખાતેના કેમ્પમાં કુલ 225 લોકોનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું, 82 લોકોના ટેસ્ટ કરાયા હતાં જેમાંથી 1 કેસ પોઝિટિવ આવતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમયની ગતિ તમારા પક્ષમાં રહેશે. સામાજિક સીમા વધશે. છેલ્લાં થોડાં સમયથી ચાલી રહેલી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી રાહત મળશે. કોઇ મોટું રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે. નેગેટિવઃ- બપોર પછી પરિસ્થિત...

વધુ વાંચો