તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના સૌરાષ્ટ્ર LIVE:રાજકોટમાં આજે બપોર સુધીમાં 20 કેસ નોધાયા, 24 કલાકમાં 1નું મોત, કુલ કેસની સંખ્યા 13551 પર પહોંચી, 377 દર્દી સારવાર હેઠળ

રાજકોટ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર
  • રાજકોટ શહેરમાં 43 અને ગ્રામ્યમાં 96 વિસ્તાર માઇક્રો કન્ટેઈનમેન્ટ ઝોન હેઠળ

રાજકોટમાં આજે બપોર સુધીમાં 20 નવા કેસ નોંધાયા છે. 24 કલાકમાં કોરોનાને કારણે 1 દર્દીનું મોત નીપજ્યું છે. શહેરમાં અત્યાર સુધીમાં કુલ કેસની સંખ્યા 13551 પર પહોંચી છે. અલગ અલગ હોસ્પિટલમાં 377 દર્દી સારવાર હેઠળ છે. મંગળવારે 81 દર્દી કોરોના મુક્ત થતા ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

રાજકોટ જિલ્લામાં કુલ કેસની સંખ્યા 19793 પર પહોંચી
રાજકોટમાં કોરોનાના કેસની સંખ્યા સતત ઘટી રહી છે અને જેથી દૈનિક કેસનો કુલ આંક 100ની નીચે આવી રહ્યો છે. મંગળવારે પણ શહેર અને ગ્રામ્ય વિસ્તાર બંને સહિત નવા કુલ કેસ 91 જ આવ્યા છે. શહેરી વિસ્તારમાં 67 અને ગ્રામ્ય વિસ્તારમાં 24 કેસ આવ્યા છે. શહેરમાં કેસની સંખ્યામાં વધ-ઘટ થઈ રહી છે. જ્યારે ગ્રામ્યમાં 20થી 30ની વચ્ચે કેસ નોંધાઈ રહ્યા છે. હાલની સ્થિતિએ રાજકોટ જિલ્લામાં કુલ કોરોના કેસની સંખ્યા 19793 થઈ છે અને સપ્તાહ પૂરું થતા પહેલા 20000 સુધી પહોંચી જાય તેવી શક્યતા છે.

રાજકોટો ગ્રામ્યમાં 222 દર્દી સારવાર હેઠળ છે
બીજી તરફ કેસની સંખ્યા ઘટવાની સામે ડિસ્ચાર્જ રેશિયો વધી રહ્યો છે. હાલ રાજકોટ શહેરના 377 અને ગ્રામ્ય વિસ્તારના 222 સહિત કુલ 599 દર્દી સારવાર હેઠળ છે. રાજકોટ શહેરમાં હાલ 43 એકટિવ માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોન છે. તેમાં આનંદ પાર્ક મોરબી રોડ, સ્વાતિ પાર્ક કોઠારીયા રોડ, મેઘમાયાનગર નાના મૌવા રોડ, ખોડીયાર સોસાયટી સહકાર મેઈન રોડનો પણ સમાવેશ થાય છે. બીજી તરફ ગ્રામ્ય વિસ્તારમાં 96 ઝોન છે જેમાં ગોંડલ, જેતપુર, ઉપલેટા, જામકંડોરણાના અમુક વિસ્તારો ઉમેરાયા છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

વધુ વાંચો