તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
રાજકોટમાં આજે સાંજ સુધીમાં નવા 67 કેસ નોંધાયા છે. કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 13531 પર પહોંચી છે. રાજકોટમાં સોમવારે 119 દર્દી કોરોના મુક્ત થતા ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. જ્યારે કોરોનાથી અત્યાર સુધીમાં 142 લોકોના મોત થયા હોવાનું તંત્રના ચોપડે નોંધાયું છે.
રાજકોટ જિલ્લામાં પોઝિટિવ કેસની સંખ્યા 19,700ને પાર
રાજકોટ સહિત જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 19 હજાર 700ને પાર પહોંચી ગઈ છે. શહેર અને ગ્રામ્ય સહિત કુલ 616 દર્દી હાલ સારવાર હેઠળ છે. જેમાંથી મોટાભાગના હોમ આઈસોલેશનમાં છે તેમજ કોરોનાની સારવાર માટે 2165 બેડ ખાલી હોવાનું તંત્રની યાદીમાં જાહેર કરાયું છે.
શહેરમાં 41 માઈક્રો કન્ટેઈમેન્ટ ઝોન
મનપાએ સંક્રમણ અટકાવવા માટે માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરે છે. જેમાં કોલેજવાડી સોસાયટી કાલાવડ રોડ, અંબિકાપાર્ક હનુમાન મઢી પાસે, અર્જુનપાર્ક અમીન માર્ગ, લાખાજીરાજ શ્રમજીવી સોસાયટી દૂધસાગર રોડ સહિતની સોસાયટીને માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાં મૂકતા શહેરમાં 41 માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોન થયા છે.
પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.