તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના સૌરાષ્ટ્ર LIVE:શહેર-જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 98 કેસ નોંધાયા, 647 દર્દીઓ સારવાર હેઠળ, 89 દર્દીને ડિસ્ચાર્જ કર્યા

રાજકોટ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
રાજકોટ જુના માર્કેટ યાર્ડમાં કોરોના ટેસ્ટિંગ કેમ્પ યોજાતા 2 વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો - Divya Bhaskar
રાજકોટ જુના માર્કેટ યાર્ડમાં કોરોના ટેસ્ટિંગ કેમ્પ યોજાતા 2 વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો
  • માર્કેટિંગ યાર્ડમાં ગઈકાલે 247 લોકોના કોરોના ટેસ્ટિંગ કરાતા બે વ્યક્તિ પોઝિટિવ આવ્યા હતા
  • ગત રાત્રે રાજકોટમાં રાત્રિ કર્ફ્યૂમાં જાહેરનામાનો ભંગ કરનાર 103 લોકો સામે ગુનો નોંધાયો

રાજકોટમાં કોરોના સંક્રમણમાં વધારો થયો છે. શહેરમાં આજે સાંજ સુધીમાં 98 કેસ નોંધાયા છે અને કુલ કેસની સંખ્યા 10681 પર પહોંચી છે. 647 દર્દી સારવાર હેઠળ છે. રાજકોટમાં 24 કલાકમાં 8 દર્દીના મોત નીપજ્યા છે. કોવિડ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યા છે. કોવિડથી મોત થયા છે તે નિર્ણય ડેથ ઓડિટ કમિટી લેશે. આ ઉપરાંત આજે 89 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

આજે ક્ષૌરકર્મ ધંધાર્થીઓ માટે કોરોના ટેસ્ટિંગ કેમ્પ
રાજકોટ મહાનગરપાલિકાએ સુપર સ્પ્રેડર ગણાતા લોકોના કોરોના ટેસ્ટિંગ માટે કેમ્પ શરૂ કર્યા છે. શાકભાજીના ફેરીયાવાળા, ફુડ ડિલીવરી બોયના કેમ્પ કર્યા બાદ હવે ક્ષોરકર્મ ધંધાર્થીઓના કોરોના ટેસ્ટ શરૂ કરવામાં આવ્યા છે. આજે મનપાની વેસ્ટ ઝોન કચેરી ખાતે સવારે 9થી સાંજના 5 વાગ્યા સુધી કોરોના ટેસ્ટિંગ કેમ્પ રાખવામાં આવ્યો છે. જેમાં ક્ષૌરકર્મ ધંધાર્થીઓને હેલ્થ કાર્ડ આપવામા આવશે.

માર્કેટિંગ યાર્ડમાં ગઈકાલે 247 લોકોના કોરોના ટેસ્ટિંગ કરાતા બે વ્યક્તિ પોઝિટિવ
રાજકોટ શહેર કોરોનાના નવા 95 કેસ અને જિલ્લામાં 44 પોઝીટીવ દર્દીઓ નોંધાતા કુલ દર્દીઓની સંખ્યા 15778 થઇ છે. જેમાંથી 1014 દર્દીઓ સારવાર હેઠળ છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં બીજા દિવસે 378 લોકોના સ્ક્રિનિંગ અને 247ના લોકોના ટેસ્ટિંગ કરતા બે લોકોના રિપોર્ટ પોઝીટીવ આવ્યા છે. રાજકોટ શહેરમાં ગઈકાલે 81 દર્દીઓને રજા આપવામાં આવી છે.

રાજકોટ જિલ્લામાં માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનની યાદી
રાજકોટ મહાનગરપાલિકાએ રાજકોટ શહેરમાં શાસ્ત્રીનગર નાનામવા રોડ, ગીત ગુર્જરી સોસાયટી એરપોર્ટ રોડ, આર.કે. પાર્ક કાલાવડ રોડ, ફોરેસ્ટ કોલોની સાધુવાસવાણી રોડ, રાજહંસ સોસાયટી રૈયારોડ, જયગીત સોસાયટી કાલાવડ રોડ, ગુલાબ વાટિકા સોસાયટી અમીનમાર્ગ, રામનાથપરા, મેહુલનગર કોઠારીયા રોડ, મનહર પ્લોટને માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન તરીકે જાહેર કર્યા છે. જ્યારે રાજકોટ જિલ્લા આરોગ્ય વિભાગે માધાપર મેરી ગોલ્ડ એવન્યુ, પડધરી તાલુકા પંચાયત પાછળ, મેટોડા રીયલ હાઇટ, જામકંડોરણાના દુધીવદરમાં વણકરવાસ, જેતપુરમાં ઉત્સવ હોટલ પાછળ, જસદણમાં સામત રોડ, ગોંડલના સુલ્તાનપુર પોસ્ટ ઓફિસ પાસે માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન તરીકે જાહેર કરશે.

અન્ય સમાચારો પણ છે...