તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
રાજકોટમાં આજે સાંજ સુધીમાં નવા 61 કેસ નોંધાયા છે. કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 13 હજારને પાર પહોંચી છે. અત્યાર સુધીમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 13,464 પર પહોંચી છે. જ્યારે રાજકોટની અલગ અલગ હોસ્પિટલમાં 400થી વધુ દર્દી સારવાર હેઠળ છે. રાજકોટમાં રવિવારે 132 દર્દી કોરોના મુક્ત થતા ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. જ્યારે કોરોનાથી અત્યાર સુધીમાં 140થી વધુ લોકોના મોત થયા હોવાનું તંત્રના ચોપડે નોંધાયું છે.
રાજકોટ જિલ્લામાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 19600ને પાર
રાજકોટમાં કોરોનાના નવા કેસ આવવાની સંખ્યા હવે 100 કરતા પણ ઓછી થઈ ગઇ છે. રાજકોટ સહિત જિલ્લામાં કોરોનાનો કુલ આંક 19623 થયો છે અને હવે ધીરે ધીરે 20,000 તરફ આગળ વધી રહ્યો છે અને એકાદ સપ્તાહમાં 20,000 કરતા પણ કેસ વધી જાય તેવી શક્યતા છે.
રાજકોટમાં 2100થી વધુ કોવિડ બેડ ખાલી છે
રાજકોટ જિલ્લામાં કોરોનાની સારવાર માટે દાખલ દર્દીઓ પૈકી રવિવાર સવારની સ્થિતિએ 3 દર્દીના સારવાર દરમિયાન મોત થયા છે. જિલ્લામાં કોવિડની સારવાર માટે 2600 બેડ છે તેમાંથી સારવાર માટે 2100 કરતા વધુ બેડ ખાલી છે. તંત્રના જણાવ્યા અનુસાર શહેરના 449 અને ગ્રામ્યના 229 દર્દી સારવાર હેઠળ છે.
પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.